Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી ડોક્ટરનો દાવો: કોરોના સ્ટ્રેન બદલે તો પણ આ 100 વર્ષ જૂની દવા વાયરસને કરશે ખતમ

Webdunia
બુધવાર, 28 એપ્રિલ 2021 (10:22 IST)
અત્યાર સુધી કોરોના મહામારીને જડમૂળમાંથી ખતમ કરનાર કોઇ દવા બની નથી. તેના લીધે વૈકલ્પિક દવાઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો બીજી ગુજરાતના ભાવનગર શહેરના ફેમસ ચેસ્ટ ફિજિશિયન ડો. દીપક ગોલવાકર અને ડો. જગદીપ કાકડિયાનો દાવો છે કે સામાન્ય રીતે મલેરિયામાં ઉપયોગ થનાર મિથિલન બ્લૂથી પણ કોરોનાની ગંભીરતાને ઓછી કરી શકાય છે.  
 
એટલું જ નહી ડો. કાકડીયાનું એ પણ કહેવું છે કે તે આ દવાનો દરરોજ માત્ર 5 ml ડોઝથી અત્યાર સુધી 3 હજારથી વધુ કોરોના દર્દીઓને સ્વસ્થ કરી ચૂક્યા છે.  
 
ભાવનગરના પલ્મોનોલોજિસ્ટ ડો. દીપક ગોલવાકર ચાર દાયકાથી ફેફસાં સંબંધિત બિમારીઓ અને વિબિન્ન સંક્રમણોની સારવાર કરી રહ્યા છે. ગોલવાકરનો દાવો છે કે તેમણે કોરોના સંક્રમણમાં મિથાઇલીન બ્લૂનો સફળ પ્રયોગ કર્યો છે. તે ગત વર્ષથી જ કોરોના સંક્રમણ દર્દીઓની સારવાર માટે મેથિલીન બ્લૂનો પ્રયોગ કરી રહ્યા છે. આ દવાથી અત્યાર સુધી 3000થી વધુ દર્દીઓ સાજા કરી ચૂક્યા છે. તેના લીધે હવે ડો. ગોલવાલકર તથા તેમની ટીમ કોરોના સંક્રમણને રોકવા માટે દર્દીઓને મફતમાં દવા ઉપલબ્ધ કરાવી રહી છે. 
 
ડો. જયદીપ કાકડિયા કોરોનાની સારવાર સંબંધિત વિશ્વ સ્તરીય રિસર્ચ જોડાયેલા છે અને તે મિથિલીન બ્લૂને એક ઉપયોગી ઔષધિ ગણે છે. સામાન્ય રીતે રેમડેસિવિર જેવી દવાઓ વાયરસના ડીએનએ અથવા પ્રોટીન સાથે મળીને વાયરસને નબળો બનાવે છે. પરંતુ જ્યારે વાયરસના સ્ટ્રેન બદલાય છે તો આ દવાઓ પણ અસરકારક રીતે કામ કરતી નથી. જ્યારે મેથિલીન બ્લૂ દરેક પ્રકારના વાયરસનો ઓક્સિડાઇઝિંગ એલિમેંટ છે. એટલે કે વાયરસના વિઘટનને જ ખતમ કરી દે છે. એટલા માટે વાયરસના સ્ટ્રેન બદલતાં પણ મિથિલીન બ્લૂ તે સ્ટ્રેનની જગ્યા લઇને તેને ખતમ કરી દે છે. 
 
ડો. જયદીપ કાકડીયા જણાવે છે કે આ દવા સંક્રમણને વધતાં રોકે છે. વ્યસ્ક ઉંમરના વ્યક્તિ દરરોજ સવારે 5 એમએલ મિથિલીન બ્લૂનું સેવન કરી શકે છે આ ઉપરાંત રાત્રે સૂતા6 પહેલાં નાકમાં તેના બે ટીપાં નાખે તો આ સંક્રમણને ફેલાતા રોકી શકાય છે. 
 
ડો. જયદીપ કાકડીયાએ જણાવ્યું હતું કે તેમણે ડો. ગોલવાકર સાથે મિથિલીન બ્લૂના કોરોના વાયરસ પર અસરના પ્રયોગ કર્યા છે. પોતાના એક પ્રયોગ વિશે કાકડિયા જણાવે છે કે અમે ઘણા કોરોન સંક્રમિતોના નાકના બંને છિદ્વોથી સ્વેબ લીધા. જમણ છિદ્વના સ્વેજમાં પાંચ મિનિટ સુધી મિથિલીન બ્લૂ મિક્સ કરીને ટેસ્ટ કર્યો.
 
તો બીજા નાકના જમણા છિદ્વામાંથી લીધેલા સ્વેબનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવ્યો. અમને આશ્વર્યજનક રૂપથી જાણવા મળ્યું કે મિથિલીન બ્લૂવાળા સ્વેબનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જ્યારે બીજીવાર પોઝિટિવ આવ્યો. આ પ્રકારે અમે મિથિલીન બ્લૂની અસરની સમીક્ષા કરી. ત્યારબાદ જ તેને દર્દીઓને આ દવા આપવાની શરૂ કરી છે. કાકડીયા કહે છે કે તે ગત એક વર્ષથી દરરોજ ઘણા કોરોના દર્દીઓની સારવાર કરીએ છીએ. તેમછતાં તે અત્યાર સુધી સંક્રમિત થયા નથી. 
 
આ વિશે ડો. જયદીપ કાકડીયાનું કહેવું છે કે તેના સફળ પ્રયોગ બાદ પણ અત્યાર સુધી કેંદ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય અને AIIMS દ્વારા તેને કોવિડ 19 ના આઇસીયૂ પ્રોટોકોલ ડ્રગ્સના રૂપમાં માન્યતા આપી નથી. પરંતુ કોઇપણ ડોક્ટર પોતાના અનુભવના આધારે ક્લિનિકલ પ્રેક્ટિસમાં મિથિલીન બ્લૂ પ્રિસ્ક્રાઇબ કરે તો તે ગેરકાયદેસર નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પણ તે ઉપયોગી વિના સાઇડ ઇફેક્ટવાળી દવાના રૂપમાં સ્વિકારે કરે છે. જોકે તેને માન્યતા મળી નથી. એટલા માટે કોરોના દર્દી ડોક્ટરની સલાહ અનુસાર દવા લે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments