Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મહારાષ્ટ્ર : ઠાણેના પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ચાર દર્દીઓના મોત

મહારાષ્ટ્ર : ઠાણેના પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં લાગી આગ, ચાર દર્દીઓના મોત
, બુધવાર, 28 એપ્રિલ 2021 (08:07 IST)
કોરોનાથી બરબાદ થયેલા મહારાષ્ટ્રમાં આજે એક વધુ હોસ્પિટલમાં આગની એક ભયાનક ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના થાણેની ખાનગી હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારે આગ લાગી હતી,  થાણેના મુંબ્રામાં પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં સવારે 3.40 વાગ્યે આગ લાગી હતી  ઉતાવળમાં દરદીઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.  આ દરમિયાન 4 દરદીઓના મોત થઈ ગયા. મોતનો આંકડો વધી શકે છે. 

 
ઠાણે મહાનગર પાલિકાના એક ઓફિસરે જણાવ્યુ કે આજે સવારે 3.40 વાગ્યે ઠાણેના મુંબ્રામાં પ્રાઈમ ક્રિટિકેઅર હોસ્પિટલમાં આગ લાગી ગઈ. બે અગ્નિશમન અને એક બચાવ વાહન ઘટનાસ્થળ પર છે. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે. બીજા હોસ્પિટલમાં દરદીઓની શિફ્ટિંગ દરમિયાન ચારના મોત થયા છે. 
 
મહારાષ્ટ્રના હોસ્પિટલોમાં સતત દુર્ઘટનાઓ થઈ રહી છે. આ પહેલા વિરારમાં આગ લાગી હતી જેમા 14 દરદીઓના મોત થયા હતા.  ત્યારબાદ નાસિક મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ડો. જાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન ટૈંક લીક થઈ તેને રોકવા માટે ઓક્સીજન પુરવઠો થોડીવાર માટે રોકવામાં આવ્યો જેને કારણે 24 દરદીઓના મોત થઈ ગયા, જે વેંટીલેટર પર હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સક્સેસ મંત્ર - તમારી મંઝિલ જાતે નક્કી કરો, સફળતા જરૂર મળશે