Delhi School bomb- દિલ્હીની શાળામાં બોમ્બની ધમકીના કેસમાં 12મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીએ પરીક્ષા ટાળવા માટે શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા. પોલીસે આ કેસનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે.
આ ઘટનાથી શહેરની 23 શાળાઓ પ્રભાવિત થઈ, જ્યાં ધોરણ 12ના વિદ્યાર્થીએ ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.
પરીક્ષાના ડરથી ધમકીભર્યા મેઇલ મોકલાયા
દિલ્હીમાં, શાળાઓને સતત ધમકીભર્યા મેલ મળી રહ્યા હતા, જેના કારણે શાળાઓમાં અરાજકતાનો માહોલ હતો. ઘણી વખત શાળાઓને ઉતાવળમાં ખાલી કરાવવામાં આવી હતી અને શોધખોળ કરવામાં આવી હતી. પોલીસ આ મામલો ઉકેલવામાં વ્યસ્ત હતી. જેમાં પોલીસને મોટી સફળતા મળી છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ વિદ્યાર્થી શાળાની પરીક્ષાને લઈને ચિંતિત હતો અને તે ઈચ્છતો હતો કે તેની શાળામાં રજા હોય અને તેણે પરીક્ષા છોડી દેવી પડે.