Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cash For Query: મહુઆ મોઈત્રાની સંસદ સભ્યતા ખતમ, લોકસભાએ પાસ કર્યો પ્રસ્તાવ

mahua moitra
Webdunia
શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (17:51 IST)
નવી દિલ્હી. તૃણમૂલ કોંગ્રેસની સંસદ મહુઆ મોઈત્રાની લોકસભા સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. સંસદે આ વિશે એક પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મહુઆ વિરુદ્ધ આ એક્શન કૈશ ફોર ક્વેરી કેસમા લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે લોકસભામાં એથિક્સ કમિટીએ મહુઆ વિરુદ્ધ તપાસ રિપોર્ટને રજુ કર્યો હતો. જ્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. 
 
લાંચ લેવાનો લાગ્યો છે આરોપ 
ભાજપા સાંસદ નિશિકાંત દુબેએ પોતાની ફરિયાદમાં મોઈત્રા પર ભેટને બદલે વ્યવસાયી દર્શન હીરાનંદાનીના ઈશારા પર અડાની સમૂહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં સવાલ પૂછવાનો આરોપ લગાવ્યો હતો.  દુબેએ કહ્યુ કે આરોપ સુપ્રીમ કોર્ટના એક વકીલના પત્ર પર અધારિત હતા જે તેમને મળ્યુ હતુ. જેમા મોઈત્રા અને વ્યવસાયી વચ્ચે લાંચના લેવડ-દેવડના અનેક પુરાવા હાજર છે.  
 
સાંસદના રૂપમાં અનૈતિક આચરણ 
ટીએમસીની મહુઆ મોઈત્રાને લોકસભા સભ્યના રૂપમાં નિષ્કાસિત કર્યા બાદ સદનને 11 ડિસેમ્બર સુધી માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ છે. સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે આ સદન સમિતિના નિષ્કર્ષને સ્વીકાર કરે છે સાંસદ મહુઆ મોઈત્રાનુ આચરણ એક સાંસદના રૂપમાં અનૈતિક અને અશોભનીય હતો. તેથી તેમનો સાંસદ બને રહેવુ યોગ્ય નથી. 
 
મહુઆને ન મળી બોલવાની તક 
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ મોઈત્રાના નિષ્કાસનનો પ્રસ્તાવ રજુ કર્યો જેને સદનમાં ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી. વિપક્ષ વિશેષ રૂપથી તૃણમૂલ કોંગ્રેસે અધ્યક્ષને અનેકવાર આગ્રહ કર્યો કે મોઈત્રાને સદનમાં તેનો પક્ષ રાખવાની તક મળી,  પરંતુ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદીય પરિપાટીનો હવાલો આપવાથી ઈનકાર કરી દીધો. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

આગળનો લેખ
Show comments