Webdunia - Bharat's app for daily news and videos

Install App

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

Webdunia
શનિવાર, 21 સપ્ટેમ્બર 2024 (17:03 IST)
Tirupati Temple Laddoo Row: આંધ્ર પ્રદેશના તિરુમાલા મંદિરમાં આપવામાં આવનારા પ્રસાદમાં જાનવરોની ચરબી  (Animal Fat in Tirupati Temple Laddoo) ના ઉપયોગને લઈને વિવાદ વચ્ચે ડેયરી પ્રોડક્ટ બનાવનારી કંપની અમૂલે શુક્રવારે એક નિવેદન રજુ કર્યુ. કંપનીએ નિવેદનમાં કહ્યુ કે તેમને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ  (Tirumala Tirupati Devasthanams) ને ક્યારેય ઘી ની આપૂર્તિ નથી કરી.  Amul એ  X  પર એક  નિવેદન પોસ્ટ કર્યુ જેમા કહેવામાં આવ્યુ કે અમૂલે ક્યારેય પણ આપૂર્તિ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને કરી નથી. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ કેટલેક સોશિયલ મીડિયા પોસ્ટના સંદર્ભમાં છે. જેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમૂલ ઘી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે નથી કરી. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટના સંદર્ભમાં છે જેમા કએઝ્વામાં આવ્યુ છે કે અમૂલ ઘી તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ  (Tirumala Tirupati Devasthanams) ને આપૂર્તિ કરવામાં આવી રહી હતી. અમે સૂચિત કરવા માંગીએ છીએ કે અમે ક્યારેય પણ  TTD ને અમૂલ ઘી ની આપૂર્તિ કરી નથી. 

<

#WATCH | Gujarat | On Amul/Tirupati Prasadam Row | DCP Cyber Crime Ahmedabad, Lavina Sinha says, "Yesterday, we received a complaint from the Amul employees and an FIR has been registered - as per the employee, people using fake social media account have spread this false… pic.twitter.com/Whscqr6sd8

— ANI (@ANI) September 21, 2024 >
 
અમારુ ઘી શુદ્ધ દૂધ વસા દ્વારા બનાવવામાં આવે છે - Amul
કંપનીએ કહ્યુ, અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમૂલ ઘી અમારી આત્યાધુનિક ઉત્પાદન સુવિદ્યાઓમાં દૂધથી બનાવવામાં આવે છે જે આઈએસઓ પ્રમાણિત છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાવાળા શુદ્ધ દૂધ વસાથી બનાવવામાં આવે છે. અમારી ડેયરીઓમાં પ્રાપ્ત દૂધ એફએસએસએઆઈ દ્વારા નિર્દિષ્ત મિલાવટ મોટા માપદંડમાંથી પસાર થાય છે. 
 
આંધ્ર સીએમ ચંદ્રબાબૂ નાયડૂએ કર્યો મોટો દાવો 
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ  (Andhra Pradesh Chief Minister Chandrababu Naidu) એ બે દિવસ પહેલા દાવો કર્યો કે અગાઉ યુવજન શ્રમિકા રાયથૂ કોંગ્રેસ પાર્ટી (YSRCP) ની રાજ્યમાં સરકાર દરમિયાન તિરુપતિના શ્રી વૈકટેશ્વર મંદિર (Sri Venkateswara temple) માં ચઢાવેલ જાણેતા મીઠાઈ તિરુપતિ લાડુમાં જાનવરોની ચરબી સહિત ઘટિયા સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તિરુપતિ લાડુ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ટીડીપી ધાર્મિક મામલાનુ રાજનીતિકરણ કરી રહી છે. 
 
અમારી સરકારે ઉત્પાદનોને 18 વખત નકારી કાઢ્યા હતાઃ રેડ્ડી
YS જગન મોહન રેડ્ડીએ જણાવ્યું હતું કે “ટેન્ડર પ્રક્રિયા દર છ મહિને થાય છે અને પાત્રતાના માપદંડ દાયકાઓથી બદલાયા નથી. સપ્લાયર્સે NABL પ્રમાણપત્ર અને ઉત્પાદન ગુણવત્તા પ્રમાણપત્ર પ્રદાન કરવું આવશ્યક છે. TTD ઘીનાં નમૂનાઓ એકત્રિત કરે છે અને માત્ર પ્રમાણિત ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવે છે. ટીડીપી ધાર્મિક બાબતોનું રાજકારણ કરી રહી છે. "અમારા શાસનમાં અમે ઉત્પાદનોને 18 વખત નકારી કાઢ્યા છે."
 
સીએમ ચંદ્રબાબૂ નાયડૂ પાસે જેપી નડ્ડાએ માંગી પુરી રિપોર્ટ 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા એ શુક્રવારે સીએમ નાયડૂ સાથે વાત કરી અને આ મુદ્દા પર પુરી રિપોર્ટ માંગી.  સાથે જ તેમણે કહ્યુ કે કેન્દ્ર આ મામલાની તપાસ કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે. 
 
જેપી નડ્ડાએ CM Chandrababu પાસે માંગી રિપોર્ટ 
 મોદી સરકારની 100 દિવસની ઉપલબ્ધિઓ પર એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જ્યારે નડ્ડાને તિરુપતિ પ્રસાદમમાં ભેળસેળ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ અંગેની માહિતી મળ્યા બાદ મેં આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ સાથે વાત કરી છે તેમની પાસેથી વિગતો. તેઓને ઉપલબ્ધ અહેવાલો શેર કરવાનું કહેવામાં આવ્યું છે જેથી હું તેની તપાસ કરી શકું. હું આની તપાસ કરવા માટે રાજ્યની નિયમનકારી એજન્સીઓ સાથે પણ વાત કરીશ અને ખાદ્ય સુરક્ષાના ધોરણો મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments