જમ્મુ કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી મુઠભેડમાં ત્રણ આતંકવાદીઓ માર્યા જવાની સૂચના છે. મળતી માહિતી મુજબ સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે. શુક્રવારે મોડી રાત્રે ઉત્તરી કાશ્મીર જીલ્લાના પટ્ટન વિસ્તારના ચક ટપર પર ઘેરાબંદી અને શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો
વિસ્તારમાં ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીર પોલીસના મુજબ આતંકવાદીઓ દ્વારા સુરક્ષાબળની એક તપાસદળ પર ગોળીબારી કર્યા બાદ અભિયાન મુઠભેડમાં બદલાય ગયુ. જ્યારબાદ સુરક્ષાબળોએ જવાબી કાર્યવાહી પણ કરી જેમા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકીની ઓળખ અને તેના સમુહની શોધ કરવામાં આવી રહી છે. હાલ વિસ્તારમાં ઓપરેશન ચાલુ છે.
કિશ્તવાડમાં બે જવાન બલિદાન
ગયા શુક્રવારે કિશ્તવાડમાં પણ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ થઈ હતી. જેમા સેનાના બે જવાન બલિદાન થઈ ગયા હતા. કિશ્તવાડમાં જે સ્થાન પર હુમલો થયો ત્યાથી 20 કિમી દૂર પ્રધાનમંત્રી મોદીએ જનસભાને સંબોધિત કરવાનો છે. પીએમની જનસભાના થોડા કલાક પહેલા થયેલ હુમલા બાદ સુરક્ષા એજંસિયો એલર્ટ પર છે.