Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસીકરણના મામલે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, 5 મહિનામાં 2 કરોડ લોકોનું વેક્સિનેશન

Webdunia
શનિવાર, 12 જૂન 2021 (20:24 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતે કોરોના રસીકરણ અભિયાનમાં અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તા. ૧૨ જુન શનિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ  લોકોને આપવામાં આવ્યા છે. ૨ કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં ૧ કરોડ ૫૫ લાખ પ્રથમ ડોઝ અને ૪૫ લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં નાગરિકોના વિનામુલ્યે રસીકરણના રાજ્ય સરકાર દ્વારા અમલી અભિયાનને પરિણામે ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ થયાના માત્ર પાંચ મહિનામાં બે કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. 
 
ગુજરાત રસીકરણના દરેક તબક્કે પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. હાલ રાજ્યમાં દૈનિક ૩ લાખ આસપાસ વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
 
આજ દિન સુધી હેલ્થ વર્કર જુથમાં ૬.૧૭ લાખને પ્રથમ ડોઝ અને ૪.૪૬ લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. કુલ ૧૩.૨૪ લાખ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ તથા ૬.૫૪ લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૪૫થી વધુ ઉંમર ધરાવતા કુલ ૯૯.૪૧ લાખ લોકોને પ્રથમ ડોઝ અને ૩૩.૮૨ લાખ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ૧૮થી ૪૪ વય જુથના ૩૬.૦૨ લાખ લોકોને પ્રથમ ડોઝ અને ૫૯ હજાર લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
 
ગુજરાતમાં ૧૬ જાન્યુઆરીથી તબક્કાવાર રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, ૧લી માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, ૧લી એપ્રિલથી શરુ થયેલા ત્રીજા તબક્કામાં ૪૫થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં ૧૮થી ૪૪ વયના લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
હેલ્થ વર્કર ફ્રન્ટલાઈન વર્કર અને કોમોર્બીડ વ્યક્તિઓના સફળ રસીકરણ અભિયાનના અમલીકરણ બાદ રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિન-૧લી મેથી રાજ્યના યુવાનોને રસી આપવાનો પ્રારંભ કર્યો હતો. ૧લી મેથી રાજ્યના ૭ મહાનગરો અને ૩ જીલ્લામાં રોજના ૩૦ હજાર ડોઝ આપી યુવાનોનું રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી અધ્યક્ષતામાં નિયમિત મળતી  કોર કમિટીએ ત્યારબાદ ૨૪મી મેથી એક અઠવાડિયા સુધી આ ૧૦ જિલ્લાઓમાં ૩૦ હજારને બદલે રોજના ૧ લાખ ડોઝ આપવાનું નક્કી કર્યું હતું. 
 
વળી આ દરમિયાન અગાઉના ત્રણ તબક્કામાં પ્રથમ ડોઝ મેળવેલ વ્યક્તિઓને બીજો ડોઝ આપવાની કામગીરી પણ સુપેરે યથાવત રહી હતી.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૪થી જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં શહેરી-ગ્રામીણ વિસ્તારને આવરી લઇ રાજ્યવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 
 
આ અભિયાન અંતર્ગત પણ હાલ યુવાઓના વ્યાપક રસીકરણ નો રાજ્યવાપી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુજરાતમાં રસીકરણ અભિયાનના શરૂ થયાના માત્ર પાંચ જ મહિનામાં બે કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ મુખ્યમંત્રી શ્રીના સતત માર્ગદર્શનમાં આવરી લેવામાં આવ્યા છે. 
 
આ માટે રાજ્ય સરકારે કુલ ૧૨૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો રાજ્યભરમાં ઉભા કર્યા છે.  દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વેક્સિનેશન કેમ્પ જેવી પહેલ તથા સામાજિક સંગઠનો, કોમ્યુનિટી હોલ અને ખાનગી હોસ્પિટલના સહકારથી રસીકરણના અભિયાનના વધુ સશક્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીવિજય રૂપાણીએ આ સફળતા પૂર્વકની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે.
 
તજજ્ઞો ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વધુને વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપીને કોરોના સામે રક્ષણ આપવાનું આ એક મહા અભિયાન વધુ વ્યાપક બનાવવા આરોગ્ય કર્મીઓને આહવાન કર્યું છે.
 
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણમાં રાજ્યના તમામ નાગરિકોને આવરી લઈ સંભવિત ત્રીજી લહેરમાં ઓછામાં ઓછાં લોકો સંક્રમિત થાય તેવા સંકલ્પ સાથે ગુજરાત કોરોના સામે જંગ છેડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રમાં હાર માટે શું કારણ આપ્યું? ઈશારા-ઈશારામાં રાહુલ ગાંધી પણ લપેટાઈ ગયા

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

આગળનો લેખ
Show comments