Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રથમ મ્યુઝિકલ ગુજરાતી વેબ સિરીઝ "ગીત"નું ટ્રેલર થયું લોન્ચ, જોવા મળશે સિંગરનો સંઘર્ષ

Webdunia
સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (11:45 IST)
ક્રિસ્ટલ કલર્સ દ્વારા અપકમિંગ મ્યુઝિકલ ગુજરાતી વેબ સિરીઝ "ગીત"ની ઘોષણા કરવામાં આવી છે. આરજે રુહાન આલમ અને શ્રદ્ધા ડાંગરની મુખ્ય ભૂમિકા દર્શાવતી આ ફર્સ્ટ મ્યુઝિકલ ગુજરાતી વેબ સિરીઝ છે, જેમાં મ્યુઝિક અને સિંગરના સ્ટ્રગલ વિશેની કહાની દર્શાવવામાં આવી છે, જેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, અને આ વેબ સિરીઝનો પ્રથમ એપિસોડ 8 ઓક્ટોબરના રોજ રજૂ કરવામાં આવશે.
 
મુખ્ય ભૂમિકા ભજવી રહેલ આરજે રુહાને જણાવ્યું હતું કે, "આ વેબ સિરીઝ ઘણી અલગ છે, જે સંપૂર્ણ રીતે સંગીત પર આધારિત છે. "ગીત" વેબ સિરીઝમાં 4 એપિસોડ્સ હશે. એક સંઘર્ષશીલ સિંગરનું જીવન દર્શાવતી આ વેબ સીરીઝમાં નાયક (આરજે રુહાન) એક પ્રોડ્યુસરની શોધમાં હોય છે કે જે તેનું નવું વિડીયો સોન્ગ તૈયાર કરી શકે. પરંતુ તેને સફળતા મળતી નથી. 
 
કોઈપણ પ્રોફેશનમાં એક સંઘર્ષશીલ વ્યક્તિની જે વ્યથા હોય છે, જે મુશ્કેલી હોય છે તે તમામ મુશ્કેલી આ ગાયકના જીવનમાં આવે છે, તે બાબત આ વેબ સિરીઝમાં દર્શાવવામાં આવી છે. ગીતમાં કોઈપણ સિંગર પ્રત્યે ભેદભાવ દર્શાવતી નથી પરંતુ કોઈપણ કલાકાર કે જે પોતાના જુસ્સા માટે સંઘર્ષ કરે છે તે દર્શાવે છે." દેવેશ રાવલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલ આ વેબ સિરીઝ આરજે રુહાન આલમ દ્વારા લખવામાં આવેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જો આજે નમાજ થઈ તો... ઉત્તરકાશીમાં ધારા 163, મસ્જિદને લઈને વધ્યો વિવાદ

આ રાજ્યમાં 2 હજારથી વધુ કોન્સ્ટેબલની જગ્યાઓ માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

LIVE | India vs New Zealand 2nd Test: ભારતે લંચ સુધી ગુમાવી 7 વિકેટ પર 107 રન, ન્યુઝીલેંડ હજુ પણ 152 રનથી આગળ

અમરોહામાં ચાલતી સ્કુલ બસ પર ફાયરિંગ, હુમલાવરોએ ઈંટ-પત્થર પણ માર્યા, 30-35 બાળકો હતા સવાર

મોંઘવારીની કડાહીમાં સૌથી વધારે મોંઘુ સરસવનુ તેલ ડુંગળી અને ટમેટા પણ ઉછાળો

આગળનો લેખ
Show comments