Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાધનપુર અને બાયડમાં ભાજપ માટે જસદણ જેવો જ પ્રતિષ્ઠાનો જંગ

રાધનપુર અને બાયડમાં ભાજપ માટે જસદણ જેવો જ પ્રતિષ્ઠાનો જંગ
, શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (13:18 IST)
ગુજરાતમાં છ રાજયોને યોજાનારી ધારાસભા પેટાચૂંટણીમાં બન્ને પક્ષો હવે આવતીકાલે સાંજ સુધીમાં તેમના ઉમેદવારો જાહેર કરે તેવી ધારણા છે તો છ બેઠકોમાં રાધનપુર અને બાયડ ધારાસભા બેઠકો ચર્ચાનો વિષય છે. આ બન્ને બેઠકો પર કોંગ્રેસના આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ચૂંટણી લડશે તેવું ભાજપે હજુ સતાવાર જાહેર કર્યુ નથી પણ બન્ને ઉમેદવારો એ મુદે જાહેર કરી અને ઉમેદવારીની તારીખ તા.30 સમય 12.39 જાહેર પણ કરી દીધો તેનાથી આ બન્ને મતક્ષેત્રો ઉપરાંત ભાજપમાં અનેકના ભવા ઉંચકાયા છે.

એક તરફ કોંગ્રેસ અને રાધનપુરમાં અલ્પેશ ઠાકોરને ભીડવવા પક્ષે આ એક બેઠક પર કોંગ્રેસ જીતે તો 2017 જેવો જંગ જીત્યો છે તેવુ માને છે. ખાસ કરીને જે રીતેસરકારમાં મંત્રીપદ કે તેવી લાલચે કોંગ્રેસમાંથી જે રીતે પક્ષાંતર થઈ રહ્યું છે તેને અટકાવવાનો એક ઉપાય આ પાટલી બદલુ હારે તે છે તો બાયડમાં ખુદ ભાજપ જ પક્ષની ટિકીટ પર લડવા આવેલા ધવલસિંહ ઝાલા સામે 2017માં ધવલસિંહ સામે પરાજીત થયેલા ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણે જ મોરચો માંડયો છે અને તેઓએ અહી એનસીપીના ઉમેદવાર બની શકતા મહેન્દ્રસિંહ વાઘેલાની ચૂંટણી મિટીંગો ગોઠવવા લાગી છે.
રસપ્રદ બાબત એ છે કે અદેસિંહ 2017માં રાજયસભા ચૂંટણી સમયે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપે તેને ટિકીટ આપી હતી પણ કોંગ્રેસના ધવલસિંહ સામે હારી ગયા. હવે ધવલસિંહ ભાજપમાં છે તો અદેસિંહ તેના વિરોધ બની ગયા છે. 2012થી 2017 સુધી મહેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય હતા અને તે સમયે અદેસિંહ તેમના સાથી હતા. આમ ઉલટાપુલટા જેવી સ્થિતિ છે તો રાધનપુરમાં અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ સરપ્રાઈઝ આપવા માંગે છે.
એક સમયે અલ્પેશના જ સાથીદાર ગેનીબેન ઠાકોર જે વાવ બેઠક પર ભાજપના શંકર ચૌધરીને પરાજીત કરીને ધારાસભ્ય બન્યા તે હવે અલ્પેશની સામે પડશે અને અહી એનસીપીએ પણ લોકલ સીંધી ઉમેદવાર ઉતાર્યા છે જેમાં અલ્પેશ ઠાકોર ભીસમાં મુકાશે તે સ્થિતિ પારખીને ભાજપે હવે જસદણ જેવો પ્રતિષ્ઠાનો જંગ રાધનપુરમાં લડવા માટે પુરા મંત્રીમંડળ અને સરકારી મશીનરીને સાબદી કરી છે. પક્ષના સક્રીય પ્રમુખ અમીત શાહના વિશ્ર્વાસુ અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ બેઠકનું સુપરવિઝન કરશે અને બદલામાં અમરાઈવાડીમાં તેમના કોઈ ટેકેદારને ટિકીટ આપવામાં આવે તેવી ધારણા છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ જે રીતે કોંગ્રેસના આયાતી ઉમેદવાર જ નવી મંત્રી બની રહ્યા છે તે સિલસિલો જો અટકશે નહી તો પક્ષના અનેક નેતાઓ-ધારાસભ્યો માટે મંત્રીમંડળનું સ્થાન ફકત સ્વપ્ન બની જશે. કુંવરજીભાઈ, જવાહર ચાવડા અને હવે અલ્પેશ ઠાકોર એ સ્થિતિ અટકાવવા રાધનપુર-બાયડમાં મોટો જંગ ખેલાય તેવા સંકેત છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગીરના સિંહોમાં સમલૈંગિકતા : શા માટે જંગલના રાજા સમલૈંગિક થઈ જાય છે?