Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેપેટાઈટિસ અને ગર્ભાવસ્થા – જીવનભર માટેતમારા બાળકની રક્ષા કરો

ડૉ હૃષીકેશ પાઈ
Hepatitis and Pregnancy

હેપેટાઈટિસ એ લિવરનો એક પ્રકારનો ચેપ છે, જે વાયરસને કારણે થાય છે, જેનાં નામ છે હેપેટાઈટિસ એ, બી, સી, ડી અને ઈ. તમે જો ગર્ભવતી હો, તો તમે તમારા શિશુમાં તેનું પ્રસારણ કરી શકો છો, જો કે મોટા ભાગના કિસ્સાઓમાં તેનાથી તમારા શિશુ કે તમારા ગર્ભાવસ્થા પર અસર થતી નથી.

 
હેપેટાઈટિસ બી તમારા શિશુ પર કેવી અસર કરે છે  
હેપેટાઈટિસ બીની તપાસણી

દરેક ગર્ભવતી મહિલાએ જન્મ પૂર્વેની સંભાળના ભાગ રૂપે હેપેટાઈટિસ બી માટે બ્લડ ટેસ્ટ કરાવવો જ જોઈએ. હેપેટાઈટિસ બીનું નિદાન થાય તો તમારા ડૉક્ટર હેપેટાઈટિસ બીની રસીની શ્રેણી આપી શકે છે, જેથી માતાથી શિશુને થનારા સંક્રમણને રોકી શકાય. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે, આ વાયરસ અત્યંત ચેપી છે અને તે ચેપી વ્યક્તિના વીર્ય, લોહી અથવા શરીરના અન્ય પ્રવાહીના સંપર્કમાં આવવાથી  બીજી વ્યક્તિમાં સંક્રમિત થઈ શકે છે. આથી, પિતા અથવા પરિવારના અન્ય સભ્યોએ પણ હેપેટાઈટિસ બીની તપાસણી કરાવવી જોઈએ અને રસી લેવી જોઈએ.

હેપેટાઈટિસ બીથી તમારા શિશુનું રક્ષણ કરો - Protect Your Baby from Hepatitis B

રસી પછી સ્તનપાન - Breastfeeding after Vaccination
સ્તનપાન કરાવવાથી તમારા શિશુને વાયરસનું જોખમ રહેતું નથી. તમારા શિશુને જન્મના 12 કલાકની અંદર હેપેટાઈટિસ બી રસી અથવા એચબીઆઈજીનો પહેલો શૉટ મળ્યો હોય તો કોઈ પ્રતિબંધ રહેતો નથી.
તમારા સ્તન પર ખૂલ્લો ઘા કે સ્તનની ટીંટડી પર તિરડો હોય તો, તમારા ડૉક્ટર પાસેથી જાણી લેવું કે તમે સ્તનપાન કરાવી શકો કે નહીં.
તમારી પોતાની સારસંભાળ - Caring for Yourself
તમારા લિવરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા તથા સારવારની જરૂર છે કે નહીં કે જાણવા માટે તમને થોડા વધુ ટેસ્ટ્સ કરાવવાની જરૂર પડી શકે છે. એન્ટિવાયરલ દવાઓ હેપેટાઈટિસ બીની સારવારમાં મદદ કરી શકે છે, પણ ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ ઓટીસી દવાઓ, વિટામિન્સ અથવા સપ્લીમેન્ટ્સ લેતા પહેલા તમારા ડૉક્ટરને પૂછી લેવું સારૂં, કેમ કે કેટલીક દવાઓ તમારા ગર્ભને નુકસાન કરી શકે છે.

હેપેટાઈટિસ સી તમારા શિશુ પર કેવી અસર કરે છે - How Hepatitis C Affects Your Baby?
 
હેપેટાઈટિસ સી માટે ટેસ્ટ અને સંભાળ -- Test and Care for Hepatitis C 

મોટા ભાગના ડૉક્ટરો શિશુના જન્મના 18 મહિના પછી ટેસ્ટિંગ કરાવવાની ભલામણ કરે છે, કેમ કે નવજાત શિશુમાં માતાના હેપેટાઈટિસ વાયરસ ઍન્ટિબૉડીઝ હોય છે. આથી આ પહેલા ટેસ્ટિંગ કરાવવાથી કોઈ મદદ નહીં મળે. નવજાત શિશુ ચેપગ્રસ્ત નહીં હોય તો પણ ટેસ્ટમાં તેને ચેપ હોવાનું જ દેખાશે.

તમે શું કરી શકો છો - What Can You Do?
ગર્ભાવસ્થા દરમિયાન, ડૉક્ટરો સામાન્યપણે હેપેટાઈટિસની ચકાસણી કરતા નથી. આ ચેપ હોવાની શંકાનું કોઈપણ કારણ તમને લાગતું હોય તો, જેમ કે ડ્રગ્સનો ઉપયોગ અથવા આ પરિસ્થિતિ હોય એવી વ્યક્તિ સાથે સંભોગ કર્યો હોય.
તમને સારૂં લાગતું હોય તો પણ, આ ટેસ્ટ કરાવી લેવું. હેપેટાઈટિસ પાંચમાથી ચાર વ્યક્તિને અસર કરે છે અને આમ છતાં આ ચારેય વ્યક્તિમાં કોઈ લક્ષણો ન દેખાય એવું પણ બની શકે છે.
તમે ગર્ભવતી હો ત્યારે ડૉક્ટર હેપેટાઈટિસ માટે તમારી સારવાર કરે એવી શક્યતા ઓછી છે કેમ કે દવાનો ઉપયોગ શિશુમાં જન્મ સમયે --- સર્જી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન હેપેટાઈટિસ સાથે કામ પાડવાનો સૌથી સરળ માર્ગ છે, તેની રોકથામ. જો કે દરેક પ્રકારના હેપેટાઈટિસને રોકી શકાતા નથી, પણ હેપેટાઈટિસ એ અને બી માટે સુરક્ષિત અને અસરદાર રસીઓ ઉપલબ્ધ છે. હેપેટાઈટિસ સીના મોટા ભાગના પ્રકારો માટે, હાલ એક અસરકારક સારવાર છે. ગર્ભાવસ્થાનું આયોજન કરતા પહેલા, તે માતા અને શિશુ બંને માટે જોખમ ઘટાડી શકે છે.

કેટલીક પરિસ્થિતિઓમાં, સારવારના અનેક વિરલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. અન્ટ કિસ્સાઓમાં, યોગ્ય દેખરેખ તમારા અથવા તમારા શિશુના સ્વાસ્થ્ય સામે કોઈપણ સંભવિત જોખમ બાબતે તમારા ડૉક્ટરને સજ્જ રાખી સકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

આગળનો લેખ