Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heart Attack - હાર્ટ અટેકના 1 મહિના પહેલા શરીર આપવા માંડે છે આ સંકેત, ગુજરાતમાં વધતા જતા કેસ વચ્ચે તમારા દિલને સમજો અને સતર્ક રહો

heart attack in gujarat
, સોમવાર, 30 ઑક્ટોબર 2023 (15:37 IST)
Heart attack Symptoms: આજ કાલ ગુજરાતમાં જે રીતે લોકોને હાર્ટ અટેક આવી રહ્યા છે અને તેમને પોતાનુ જીવન બચાવવાની તક જ મળી રહી નથી અને સીધુ મોત આવી રહ્યુ છે એ ખરેખર એક ચિંતાજનક બાબત છે.  રોજ ગુજરાતમાંથી એક-બે નહી પણ 5 થી 10 જેટલા કેસ આવી રહ્યા છે. હાર્ટ અટેક ગમે તેને આવી શકે છે પણ ગુજરાતમાં વધી રહેલા કેસને જોતા એ જાણવુ જરૂરી છે કે હાર્ટ અટેક આવતા પહેલા શરીરમાં કોઈ હરકત થાય છે કે નહી. કારણ કે શરીરની ગડબડી એકદમ સામે નથી આવતી, પણ થાય છે એ કે લાંબા સમયથી જોવા મળી રહેલા આ લક્ષણો પર આપણે સાચા સમયે ધ્યાન નથી આપતા. આવો જ એક સવાલ છે કે હાર્ટ અટેકના 1 મહિના પહેલા શુ થાય છે અને શરીર શુ સંકેત આપે છે ?  જાણો આ સવાલના જવાબ ગુરૂગ્રામના નારાયણા સુપર સ્પેશલિટી હોસ્પિટલના કાર્ડિયોલોજી ડિપાર્ટમેંટની એક રિપોર્ટ પરથી.  
 
હાર્ટ એટેકના 1 મહિના પહેલા શુ થાય છે  - What happens 1 month before a heart attack  
ડોક્ટરના કહેવા પ્રમાણે હાર્ટ અટેક જ્યારે આવે છે તો અનેકવાર લોકોને તેના વિશે જાણ જ નથી થતી, તેના સંકેતોને તેઓ સમજી જ શકતા નથી. જ્યારે કે કેટલાક સંકેત હોય છે જે લગભગ એક મહિલા પહેલા જ જોવા મળે છે પણ તેને સમજવુ અને સાવધાન થવુ ખૂબ જરૂરી છે. બસ તમારે એ ધ્યાન રાખવાનુ છે કે જેવા જ તમને આ પ્રકારના સંકેત મળે કે તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવાનો છે. આ સંકેતો આ પ્રમાણે છે 
 
- તમને હાર્ટ અટેકના 1 મહિના પહેલા જ ઉંઘમાં સમસ્યા હોય 
- અત્યાધિક થાક રહે છે 
- શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે છે 
- કમજોરી આવવા માંડે છે અને વધુ ચીકણો પરસેવો આવે છે 
- ચક્કર આવે છે કે પછી ઉલ્ટી થાય છે. 
- હાથમાં નબળાઈ આવે છે અને રાત્રે સૂતી વખતે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે.  
 
આવામાં ડોક્ટરોનુ કહેવુ છે કે જો તમને પણ આ પ્રકારના સંકેત મળી રહ્યા છે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને પોતાનુ ચેકઅપ કરાવો. કારણ કે યોગ્ય સમય પર ચેકઅપ કરાવવાથી તમારા દિલ સાથે જોડાયેલ આ બીમારીને જાણ થઈ શકે છે અને તેને ભવિષ્યમાં થવાથી રોકી શકાય છે. 
 
હાર્ટ એટેકથી કેવી રીતે બચવુ  - How to prevent Heart attack?
 
હાર્ટ એટેકથી બચવા માટે તમારે એ વસ્તુઓથી બચવુ પડશે જે આનુ કારણ બને છે. જેવુ કે વધુ તેલ અને ટ્રાઈગ્લિસરાઈડવાળા ફુડ્સ( રેડ મિટ, ચિકન જર્દી, ઇંડા જરદી, ઉચ્ચ વસાવાળુ ડેરી ફુડ્સ, માખણ અને ફાસ્ટ ફૂડ)  નુ સેવન કરવાથી બચો.  આ ધમનીઓને ચોંટીને હાર્ટ અટેકનુ કારણ બને છે. આ ઉપરાંત રોજ 30 મિનિટ વોક પર જાવ અને થોડી એક્સરસાઈઝ કરો. હેલ્ધી ડાયેટ લો અને સ્ટ્રેસ ઓછુ કરવાની કોશિશ કરો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Special sweets for Diwali- સુખડી