Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

World Osteoporosis Day: માત્ર આ 2 વિટામિનની કમીથી તમારા હાડકાંનું માળખું નબળા મકાનની જેમ ઢળી જશે

bone health
, શુક્રવાર, 20 ઑક્ટોબર 2023 (09:42 IST)
World Osteoporosis Day: ઓસ્ટીયોપોરોસીસ એક એવો રોગ છે જેમાં હાડકા અંદરથી પોલા થવા લાગે છે. શું થાય છે કે હાડકાંનું વજન ઓછું થવા લાગે છે અને સાંધા ખુલવા લાગે છે. તમામ હાડકાં અંદરથી નબળા પડી જાય છે અને ગમે ત્યારે અચાનક તૂટી શકે છે.  તેથી, આ બીમારીમાં બે બાબતોનું સૌથી વધુ ધ્યાન રાખવામાં આવે છે. પ્રથમ બોડી માસ ઇન્ડેક્સ (BMI) અને બીજો હાડકાનો સમૂહ (bone mass). હવે નોંધનીય બાબત એ 
છે કે શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપ આનું કારણ બની શકે છે. કેવી રીતે, જાણો આ વિશે. 
 
શું વિટામિન Kની ઉણપથી ઓસ્ટીયોપોરોસીસ થાય છે? -Does vitamin K deficiency cause osteoporosis
વિટામિન K વિવિધ પ્રકારના પ્રોટીન બનાવવામાં મદદ કરે છે જે હાડકાં બનાવવા માટે જરૂરી છે. Osteocalcin એ પ્રોટીન છે જે તંદુરસ્ત હાડકાના ટીશૂઝ ના ઉત્પાદન માટે જરૂરી છે. એટલે એ તમારા હાડકાના માળખુ છે તેને ગઢવું અને ટકાવી રાખવાનું કામ આ પ્રોટીન કરે છે. અને આ પ્રોટીન માટે શરીરને વિટામીન  Kની જરૂર હોય છે. આ રીતે આ બોન માસ (bone mass) ને હેલ્ધી બનાવી રાખવામાં મદદરૂપ છે. 
 
 
વિટામિન ડીની ઉણપથી ઓસ્ટીયોપોરોસીસ કેવી રીતે થાય છે? - Can osteoporosis be caused by vitamin D deficiency
 
વિટામિન ડીની ઉણપ ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધારે છે.  તમને બતાવી દઈએ કે વિટામિન ડીની ઉણપથી હાડકાં અંદરથી ખોખલા થઈ શકે છે કારણ કે તેના વિના કેલ્શિયમ યોગ્ય રીતે શોષાતું નથી. હાડકાના હોમિયોસ્ટેસિસ માટે વિટામિન ડી જરૂરી છે અને તેની ઉણપ ઓસ્ટીયોપોરોસિસનું કારણ બની શકે છે. તેથી, હાડકાના જથ્થા(bone mass) ને વધારવા અને આ રોગથી બચવા માટે વિટામિન ડી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
આ 2 વિટામિન્સની ઉણપથી કેવી રીતે બચવું?
વિટામિન K લીલાં પાંદડાવાળા શાક, કઠોળ અને શાકભાજી ઇંડાની જરદી  સાથે  કલેજી અને પનીરમાં જોવા મળે છે. જ્યારે કે વિટામિન ડી માટે તમે મશરૂમ, દૂધ અને ડ્રાય ફ્રુટ્સનું સેવન કરી શકો છો. તેથી, તમારા આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો અને આ વિટામિન્સની ઉણપથી બચો. આ સિવાય આ રોગના લક્ષણો દેખાય કે તરત જ સાવધાન થઈ જાઓ અને ડોક્ટર સાથે વાત કરો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રિમાં કાળા ચણા કેમ બનાવીએ છે? જાણો રેસીપી