Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિશ્વ મધર્સ ડે - કોરોના કહેર વચ્ચે સુરતમાં ૫૬ પોઝીટીવ મહિલાઓની સફળ પ્રસૃતિઃ

Webdunia
શનિવાર, 8 મે 2021 (17:57 IST)
સૂરતઃ વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળક વચ્ચેનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવણી કરવામાં આવે છે. તા.9 મી મે એટલે સમગ્ર વિશ્વમાં માતૃદિન એટલે કે મધર્સ ડે તરીકે ઉજવાય છે. 

   સુરતની નવી સિવિલ હોસ્પિટલના પ્રસૃતિ વિભાગના એડી.પ્રોફેસર ડો.અંજની શ્રીવાસ્તવે જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં માર્ચ અને એપ્રીલ મહિના અને હાલ સુધીમાં 600 જેટલી સગર્ભા મહિલાઓની  ડિલીવરી કરી સરાહનીય કામગીરી કરી છે. જે પૈકી 44 પોઝીટીવ મહિલાઓની ડીલીવરી કરવામાં આવી હતી. જન્મ થયેલા બાળકો પૈકી કોઈ બાળક પોઝિટીવ આવ્યું નથી. પરંતુ ખાનગી હોસ્પિટલમાંથી ત્રણ જેટલા માતા અને બાળક પોઝીટીવ આવ્યા બાદ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. જે પૈકી બે બાળકો સ્વસ્થ થયા છે. જયારે એક બાળક ખેચ, મગજનો સોજો જેવી જન્મજાત બિમારીના કારણે મૃત્યૃ થયું હતું. 
 
 
 સ્મિમેર હોસ્પિટલમાં માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન 716 સગર્ભા મહિલાઓની ડિલીવરી કરવામાં આવી હતી. જેમાં 16 કોવિડ પોઝીટીવ સગર્ભા મહિલાઓ પૈકી ૧૨ની સફળ ડિલીવરી કરવામાં આવી હતી. જોકે તેમાંથી કોઈ બાળક પોઝીટીવ આવ્યું નથી તેમ સ્મિમેરના ડો.અશ્વિન વાછાણીએ જણાવ્યું હતું.   
 
   વધુ વિગતો આપતા સિવિલમાં બાળરોગ વિભાગના હેડ શ્રી વિજયભાઈ શાહ જણાવે છે કે, જયારે માતા પોઝીટીવ હોય અને બાળક નેગેટીવ હોય તેવા સમયે માતા પોતાનું ધાવણ બાળકને આપી શકે છે. માતાના ધાવણથી બાળકને કોરોનાનું જોખમ નહિવત છે. પરંતુ આ માટે ખાસ તકેદારી રાખવી જોઈએ. માતાએ સ્તનપાન કરાવતી વખતે હાથ સાબુથી ધોઈ, સેનિટાઈઝ કરી  મોઢા અને નાક પર માસ્ક બાધવું જોઈએ. માતાનું ધાવણ બાળક માટે અમૃત સમાન છે અને બાળકને ધણા રોગોથી બચાવે છે. જો માતા ઓકિસજન પર હોય તો માતાનું ધાવણ કાઢીને ચમચી અને વાટકીમાં લઈ બાળકને દુધ આપી શકાય અથવા અન્ય માતાનું ધાવણ પણ આપી શકાય. ચમચી અને વાટકીને ઉકળતા પાણીમાં 10 મિનીટ સુધી રાખ્યા બાદ જ ઉપયોગમાં લેવા જોઈએ. આવા સંજોગોમાં ડોકટરની સલાહ અનુસાર બાળકને ડેરીમાં મળતુ પાશ્યુરાઇઝ દુધ આપી શકાય છે.  
 
 મધર્સ ડેની ઉજવણીની શરૂઆત અમેરિકાથી થઈ હતી. આ પરંપરા શરૂ કરવાનો શ્રેય અમેરિકાના અન્ના એમ. જાર્વિસને જાય છે. તે તા.૯મી મે 1914 ના રોજ શરૂ કરાઈ હતી. એવું કહેવામાં આવે છે કે અમેરિકન કાર્યકર ‘એના જાર્વિસ’ તેમની માતાને ખૂબ પ્રેમ કરે છે. જેના કારણે તેમણે ક્યારેય લગ્ન પણ કર્યા નહોતા. તેમને કોઈ બાળકો પણ ન્હોતા. માતાના અવસાન પછી, તેમણે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું જેના પછી અમેરિકન રાષ્ટ્રપતિ વુડરો વિલ્સન 9 મે 1914 ના રોજ તેને એક કાયદો પસાર કરીને કાયદામાં લખ્યું કે, મેના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવશે. ત્યારથી, તે સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે ઉજવણી કરવામાં આવે છે. 
 
 સ્ત્રીઓને કરૂણાનું પ્રતીક તરીકે માનવામાં આવે છે. માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. કવિઓએ માતાનો બાળકનો માતા પ્રત્યેના પ્રેમના અથાગ ગીતોનું વર્ણન કર્યું છે. બાળક અને માતાના પ્રેમને રજુ કરતી રચના ગુજરાતના ખ્યાતનામ કવિ દામોદર બોટાદકરની રચના અવિસ્મરણીય છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. જનની જોડ સખી નહી જડે રે લોલ.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments