Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mahashivratri 2021: આ મહાશિવરાત્રી પર બની રહ્યા છે બે મહાન યોગ, શિવ આરાધનાથી પૂરી થશે બધી મનોકામનાઓ

Webdunia
શુક્રવાર, 5 માર્ચ 2021 (15:39 IST)
આ વર્ષે મહાશિવરાત્રિ 11 માર્ચના રોજ ઉજવાશે. હિન્દુ પંચાગ મુજબ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના રોજ ઉજવાય છે. દર વર્ષે મહાશિવરાત્રિનો તહેવાર શિવભક્તો માટે ખાસ હોય છે.  હિન્દુ પંચાગ મુજબ આ વર્ષે મહાશિવરાત્રિ બે મહાન યોગોમાં ઉજવાશે. જ્યોતિષ મુજબ 11 માર્ચની સવારે 9 વાગીને 22 મિનિટ સુધી મહાન શિવયોગ અને ત્યારબાદ સિદ્ધયોગ શરૂ થશે. આ બંને યોગ પૂજા આરાધનામાં વિશેષ ફળદાયી માનવામાં આવ્યો છે. 
 
સિદ્ધયોગ અને શિવયોગ - સિદ્ધયોગ અને શિવયોગને ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રભાવી યોગ માનવામાં આવે છે.  આ શુભ યોગ દરમિયાન જે વ્યક્તિ સાધના અને શુભ સંકલ્પ લે છે તેના કાર્ય જરૂર સફળ અને પૂર્ણ થાય છે. શિવ સાધનામાં આ યોગથી સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. 
 
મહાશિવરાત્રિ પર ઉપાય  
 
આ યોગમાં ભગવાન શિવની પૂજાનુ વિશેષ મહત્વ રહેશે અને જાતક જો પોતાની રાશિ મુજબ ભગવાનની આરાધના કરશે તો તેનાથી તેમની અનેક મનોકામનાઓ પૂરી થઈ શકે છે. આ દિવસે રૂદ્રાભિષેક કરવો શુભદાયક રહેશે.  આ દુર્લભ યોગમાં ભગવાન શિવની આરાધના કરવા પર દોષ પણ દૂર થઈ શકશે અને કષ્ટોથી મુક્તિ મળશે.  શનિ સાઢેસાતી અને ઢૈય્યાથી બચવા માટે મહાશિવરાત્રિ પર ભગવાન શિવને શમીપત્ર અર્પિત કરો. આ ઉપરાંત રાહુ-કેતુના પ્રભાવને ખતમ કરવા માટે રૂદ્રાભિષેક કરો. 
 
મહાશિવરાત્રિ પુજાનુ શુભ મુહૂર્ત - મહાશિવરાત્રિ તિથિ - 11 માર્ચ 2021 (ગુરૂવાર) 
ચતુર્દશી તિથિ પ્રારંભ  - 11 માર્ચ 2021 બપોરે 2 વાગીને 39 મિનિટ 
ચતુર્દશી તિથિ સમાપ્ત - 12 માર્ચ 2021 ના બપોરે 3 વાગીને 2 મિનિટ સુધી 
શિવરાત્રિ પારણ સમય - 12 માર્ચની સવારે 6 વાગીને 34 મિનિટથી સાંજે 3 વાગીને 2 મિનિટ સુધી 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments