Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Diabetes Day 2019 : ડાયાબિટીઝ માટે જવાબદાર આ કારણો, જાણો કેટલી ગુણકારી છે બદામ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2019 (12:09 IST)
દર વર્ષે 14 નવેમ્બરે વૈશ્વિક ડાયાબિટીઝ દિનની એક ઝૂંબેશ તરીકે ઉજવણી કરવામાં આવે છે કેમ કે ભારતમાં 72 મિલીયન લોકો આ માંદગીની અસર હેઠળ છે અને દેશભરમાં ધીમે ધીમે અત્યંત સર્વસામાન્ય રોગ બની રહ્યો છે. ઇન્ડિયન ડાયાબિટીઝ ફેડરેશનના અંદાજ અનુસાર આ સંખ્યામાં બમણાથી ઉપરાંતનો વધારો થઇને 2025 સુધીમાં 134 મિલીયન સુધી પહોંચવાની ધારણા સેવાય છે અને તે બાબત ગંભીર જાહેર આરોગ્ય પડકાર રજૂ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ)ના અનુસાર ડાયાબિટીઝથી પીડાતા ભારતીયોની સંખ્યામાં વધારો કરવામાં યોગદાન આપનારા અનેક પરિબળોમાં વધી રહેલું શહેરીકરણ, બેઠાડુ જીવનશૈલી, જીવન અપેક્ષિતતામાં વધારો અને બિનઆરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ થાય છે.
 
ચાલુ વર્ષની થીમ ‘પરિવાર અને ડાયાબિટીઝ’ પર કેન્દ્રિત હોવાના કારણે, આપણે આપણા પરિવાર અને પ્રિય વ્યક્તિનું સરળ છતા અગત્યના ફેરફારો દ્વારા કેવી રીતે રક્ષણ કરી શકીએ તેનુ પૃથ્થકરણ કરીએ. નીચે આપેલા થોડા સુચનો તમને જીવનશૈલીના રોગોને વધુ સારી રીતે નાથવામાં મદદ કરશે:
 
1: તમારી નાસ્તાની ટેવમાં પરિવર્તન કરો!
ટાઇપ 2 પ્રકારના ડાયાબિટીઝમાં, રોગને નાથવાનું સૌપ્રથમ પગલું આરોગ્યપ્રદ ખાવાની ટેવ અપનાવવાનું છે. ત્યાર બાદનું પગલું સાચા નાસ્તાનું છે ! આપણામાંના મોટા ભાગના પરિણમતી અસરોની ચિંતા કર્યા વિના તળેલો કે બિનઆરોગ્યપ્રદ નાસ્તાની ઉજવણી કરીએ છીએ. તેમાં પરિવર્તન લાવવાનો સરળ અને સાદો માર્ગ એ છે કે તમારા નાસ્તામાં પરિવર્તન કરવું. તમારી સામાન્ય પસંદગીઓને ખોરાકની અન્ય ચીજો જેમ કે બદામ, માખણ કે દહીંથી બદલાવો જે આરોગ્યપ્રદ અને ભરપૂર હોય છે જે તમારી એકંદરે તંદુરસ્તી બનાવવામાં પણ મદદ કરશે.
 
સાચુ ખાવાની અગત્યતા પર ભાર મુકતા બોલિવુડની અગ્રણી અભિનેત્રી સોહા અલી ખાન કહે છે કે, “આપણે ભારતીયો ખરેખર દરેક સ્વરૂપના નાસ્તાને ચાહીએ છીએ- ચાહે તે ગળ્યો હોય કે સુગંધીદાર. આપણામાંના મોટા ભાગના તેમાં રચ્યાપચ્યા રહે છે અને તેની આગળ જતા નકારાત્મક અસર પડે છે. તેમાં પરિવર્તન લાવવાનો સારો માર્ગ આરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પો અપનાવવા તે છે. મારા કિસ્સામાં શેકેલી કે ફ્લેવર્ડ બદામ, તાજા ફળો અથવા નજીકમા નાના બોક્સમાં સ્ટોર કરેલા ઓટ્સ મોટી સંખ્યામાં રાખવી તે અગત્યનું છે, જેથી હું કેલરીવિહીન બિનઆરોગ્યપ્રદ નાસ્તો કરતી નથી તેની ખાતરી રાખી શકું.”
 
વધુ સક્રિય રહેવાના વધુ માર્ગો શોધો!
જે લોકો પોતાના બ્લડ ગ્લુકોઝ સ્તરને નાથવાનો પ્રયત્ન કરતા હોય તેમના માટે નિમિત શારીરિક કસરત અગત્યની છે. તે પણ તમારા બ્લડ ગ્લુકોઝ લેવલને નિયંત્રણ હેઠળ રાખવામાં મદદ કરશે, વજન જાળવી રાખળે, ઉર્જા સ્તરને જાળવી રાખશે અને હૃદયરોગના જોખમમાં ઘટાડો કરશે જે ડાયાબિટીઝમાં સર્વસામાન્ય બાબત છે. દૈનિક કસરતના નાના ડોઝથી શરૂઆત કરીને અને તેમાં ધીમે ધીમે વધારો કરીને દરરોજ 30 મિનીટ અથવા 1 કલાક સુધી લઇ જવાથી સમય જતા તે ડાયાબિટીઝનું વધુ સારી રીતે સંચાલન કરવામાં મદદ કરશે.
 
પીલેટ્સ નિષ્ણાત અને ડાયેટ અને ન્યૂટ્રીશન સલાહકાર માધુરી રુઇયાના અનુસાર, “ડાયાબિટીઝ એ અન્ય આધુનિક માંદગી જેવો રોગ છે, જે જીવનશૈલીને લગતો રોગ છે અને તેને નાથવાનો એક સારો માર્ગ એ છે કે તમારા નિત્યક્રમમાં કસરતના દૈનિક ડોઝમાં વધારો કરવો. કેટલાક લોકો માટે, કસરત તણાવ આપતી ક્રિયા હોઇ શકે છે, પરંતુ ઘણાં લોકો માટે તે વધારાના પ્રયત્નો કરવા જેવું છે. ડાયાબિટીઝ જેવી સ્થિતિથી પીડાતા હોઇએ ત્યારે તમારી જાતને વધુ સક્રિય જીવનશૈલી ધરાવવા તરફે પ્રતિબદ્ધ રહેવું જોઇએ અને તેનો અર્થ એ નથી કે દરરોજ જીમમાં જવું. સરળ ફેરફારો જેમ કે લિફ્ટને બદલે દાદરનો ઉપયોગ કરવો અથવા કામના કલાકોમાં વિરામ સમયે થોડું ચાલવાથી પણ ફરક દેખાશે.”
 
માધુરી સાથે સંમત થતા ફિટનેસ ઉત્સાહી અને સુપરમોડેલ મિલીંદ સોમન કહે છે કે, “તમને જે ગમે તે કસરત કરવાથી તમને ફીટ અને પ્રેરણાકૃત રહેવામાં મદદ મળશે. મારુ સુચન એ છે કે જો તમને ચોક્કસ પ્રકારનો ડાન્સ ગમતો હોય, દોડવાનું ગમતુ હોય અથવા તરવાનું ગમતુ હોય અથવા એરોબિક્સ કરવાનું ગમતુ હોય તો – ખરેખર તેવું જ કરો. હું તમારી તંદુરસ્તી વ્યવસ્થામાં વધારો કરવાનું પણ કહું છું, જેમાં બિનઆરોગ્યપ્રદ નાસ્તાને બદલે બદામ જેવા તંદુરસ્ત વિકલ્પો અપનાવવા જોઇએ જે જમ્યા પછી અને પહેલા ક્રંચી અને સ્વાદિષ્ટ લાગે છે.”
 
તમારા વજન પર નજર રાખો!
સ્થૂળતા અને વધુ પડતી ચરબી ઘણી વખત વિસ્તરિત બ્લડ સુગર્સ સાથે સંકળાયેલી હોય છે. તાજેતરના અભ્યાસમાં પણ એ બાબત પર ભાર મુકવામાં આવ્યો છે કે જે લોકો ડાયબિટીઝના દર્દીઓ જે વજનમાં વધારો મેળવે છે તેમનામાં જે લોકો વજન જાળવે છે તેમની તુલનામાં કાર્ડીયોવાક્સ્યુલર રોગના ઓછા જોખમનો લાભ મેળવી શકવાની તકો ગુમાવી દે છે[4]. બહુ ઓછા અભ્યાસોમાં કાર્ડીયેક મેટાબોલીક જોખમની ટાઇપ 2 પ્રકારના ડાયાબિટીઝના કિસ્સામાં જે લોકોએ વજનમાં સફળતાપૂર્વક ઘટાડો કર્યો છે અને વજન ઘટાડો જાળવી રાખ્યો છે તેનાથી લઇને જેણે વજન વધાર્યું છે તેમની વચ્ચે ઓછી સીધી તુલના કરવામાં આવી છે. તેમાં કહે છે કે જાણકાર રહેવું અને વજન ઘટાડવાના સ્પષ્ટ પ્રયાસો ટાઇપ 2 ડાયાબિટીઝનું વધુ સારી રીતે સંચાલન કરવાનો અગત્યનો તબક્કો છે અને તે વધુ સારી જીવનશૈલીમાં પરિણમશે.
 
નોંધી રાખો!
બીજી એક સારી વસ્તુ તમે એ કરી શકો કે તમારા બ્લડ સુગરને દરરોજ નોંધી શકો છો અને દિવસનો હિસાબ રાખી શકો છો. તેમાં તેમાં દિવસમાં તમે કેટલી વાર ઉપચાર લીધા હોય, તમે ખોરાક લીધો હોય, શારીરિક પ્રવૃત્તિની વિગતો તેમજ દિવસ દરમિયાન જે પ્રવૃત્તિએ તમને તણાવ આપ્યો હોય તેની નોંધ રાખી શકો છો. સમય જતા તે તમને તમારી પ્રગતિનો ઊંડો ખ્યાલ આપશે અને તમારી જીવનશૈલીને વધુ સારી રીતે અને વધુ સંગઠિત રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

આગળનો લેખ
Show comments