Webdunia - Bharat's app for daily news and videos

Install App

HMPV વાયરસ શુ છે અને કેવી રીતે ફેલાય છે ? વાયરસના symptoms અને સાવધાનીઓ શુ છે ? જાણો હ્યૂમન મેટાન્યૂમોવાયરસ પર સંપૂર્ણ માહિતી

HMPV Virus: A Comprehensive Guide

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2025 (13:16 IST)
HMPV
હ્યૂમન મેટાન્યૂમોવાયરસ (HMPV) એક સામાન્ય શ્વસન વાયરસ છે જે શરદી જેવા લક્ષણો ઉભા કરે છે. તાજેતરમાં ચીનમાં તેના વધતા મામલાને કારણે ચિંતા ઉભી થઈ છે. આ લેખમાં અમે HMPV વાયરસ વિશે વિસ્તારપૂર્વક જાણીશુ. જેમા તેના લક્ષણ, ઉપચાર અને રોકથામ સાથે કોરોના વાયરસ સાથે તેની તુલનાનો પણ સમાવેશ છે.  
 
 
HMPV  વાયરસ શુ છે ? (What is HMPV Virus?)
HMPV એક RNA વાયરસ છે જે પૈરામાઈક્સોવિરિડે પરિવાર (Paramyxoviridae Family) નો સભ્ય છે. આ મુખ્ય રૂપથી શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે અને સામાન્ય રૂપે શરદી જેવા લક્ષણ પેદા કરે છે. જેવી કે ખાંસી,  ગળામાં ઘરઘરાહટ નાક વહેવુ કે ગળામાં ખરાશ. તેનુ જોખમ શિયાળાની ઋતુમાં વધી જાય છે.   
 
HMPV વાયરસ કેવી રીતે ફેલાય છે ? (How does HMPV Virus Spread?)
HMPV વાયરસ મુખ્ય રૂપથી નિમ્નલિખિત રીતે ફેલાય છે.  
• ખાંસી અને છીંક ખાવાથી - સંક્રમિત વ્યક્તિના ખાંસી ખાવાથી કે છીંકવાથી નીકળનારા ટીપાના માધ્યમથી.
• ડાયરેક્ટ સંપર્કથી - સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવવાથી, જેવુ કે હાથ મિલાવવો.  
• ખરાબ કિનારાથી - વાયરસથી દૂષિત વસ્તુઓને અડવાથી અને પછી પોતાના ચેહરા, નાક કે મોઢાને અડવાથી. 
 
સંક્રમિત થયા પછી લક્ષણ સામાન્ય રીતે 3 થી 5 દિવસમાં દેખાય છે. 
 
HMPV ડિસીઝના લક્ષણ શુ છે  ? (What are the Symptoms of HMPV Disease?)
 
HMPV ના સામાન્ય લક્ષણોમાં સામેલ છે.  
 
• ઉધરસ
 
• તાવ
 
• વહેતું નાક
 
• ગળું
 
• શ્વાસ લેવામાં તકલીફ (ગંભીર કિસ્સાઓમાં) 
 
• ગળામાં ખરખર
 
શરૂઆતમાં, તેના લક્ષણો સામાન્ય વાયરલ ચેપ જેવા હોય છે, પરંતુ ગંભીર કિસ્સાઓમાં ન્યુમોનિયા અને બ્રોન્કાઇટિસનું જોખમ હોઈ શકે છે. તે સામાન્ય રીતે નાના બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.
શું HMPV કોરોના વાયરસ જેવું છે?  (Is HMPV like Corona Virus?)
 
જો કે HMPV (Paramyxoviridae Family) અને કોરોના વાયરસ (Coronaviridae Family) જુદા-જુદા પરિવારમાંથી છે, પણ તેમની વચ્ચે કેટલીક સમાનતાઓ છે. 
 
• શ્વસન સંબંધી બીમારીઓ - બંને વાયરસ મુખ્ય રૂપથી શ્વસન તંત્રને પ્રભાવિત કરે છે.  
• પ્રસાર - બંને વાયરસ શ્વાસ અને દૂષિત સ્થાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે.  
• લક્ષણ - બંને વાયરસના લક્ષણોમાં તાવ, ખાંસી, ગળામાં ખરાશ, ગળામાં ખરખર અને શ્વાસ લેવામાં તકલીફ સામેલ હોઈ શકે છે.  
• સંવેદનશીલ સમૂહ - બંને વાયરસથી સૌથી વધુ ખતરો બાળકો, વડીલો અને નબળી ઈમ્યુનિટીવાળા લોકોને થાય છે. 
 
• રોકથામ - બંને વાયરસ માટે બચાવ અને ઉપાય એક જેવા છે. જેવુ કે હથ સ્વચ્છ રાખવા, માસ્ક પહેરવુ અને સામાજીક અંતર કાયમ રાખવુ  
 
જો કે  HMPV કોરોના વાયરસની જેમ ઝડપથી ફેલાતો નથી અને તેના ગંભીર મામલાની સંખ્યા ઓછી છે.  
 
શુ આ વાયરસ કોરોનાની જેમ આખી દુનિયામાં ફેલાય શકે છે ?  (Can this Virus Spread Worldwide like Corona?)
HMPV કોઈ નવો વાયરસ નથી. તેને પહેલીવાર 2001માં નીધરલેંડમાં ઓળખવામાં આવ્યો હતો. પણ એવુ કહેવાય છે કે આ વાયરસ ઓછામાં ઓછા 50 વર્ષોથી આપણી વચ્ચે છે.  આ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક દેશોમાં જોવા મળ્યો છે, જેમાં ચીન, નેધરલેન્ડ, બ્રિટન, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકા સામેલ છે. જો કે, એવો કોઈ પ્રકાર જોવા મળ્યો નથી જે કોરોનાની જેમ ઝડપથી ફેલાય છે.
 
 
ભારત સરકારનુ વલણ (Government of India's Stance)
ચીનમાં HMPVના વધતા જતા કેસો વચ્ચે ભારત સરકારે કહ્યું છે કે ફ્લૂની સિઝનને ધ્યાનમાં રાખીને ચીનમાં સ્થિતિ અસામાન્ય નથી. સરકાર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને WHOને ચીનની સ્થિતિ અંગે સમયાંતરે અપડેટ આપવા જણાવ્યું છે.
 
શું આ રોગ માટે કોઈ ઈલાજ કે રસી છે? (Is there any Treatment or Vaccine for this Disease?)
 
HMPV માટે હજી સુધી કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા અથવા રસી ઉપલબ્ધ નથી. મોટાભાગના કિસ્સાઓમાં, લક્ષણો હળવા હોય છે અને તેને ઘરે જ નિયંત્રિત કરી શકાય છે. ગંભીર કિસ્સાઓમાં, ઓક્સિજન થેરાપી, IV ટીપાં અને કોર્ટીકોસ્ટેરોઇડ્સ જેવી સહાયક સારવાર આપવામાં આવી શકે છે.
 
શું WHOએ HMPV સંબંધિત કોઈ અપડેટ જાહેર કર્યું છે?  (Has WHO Issued any Update on HMPV?)
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ હજુ સુધી ચીનમાં ફેલાતા HMPV વાયરસને લઈને કોઈ ચોક્કસ અપડેટ જારી કર્યું નથી.
HMPV એ એક સામાન્ય શ્વસન વાયરસ છે જે સામાન્ય રીતે હળવા લક્ષણોનું કારણ બને છે. જો કે ચીનમાં તેના વધતા જતા કેસોને લઈને થોડી ચિંતા છે, પરંતુ તે કોરોના વાયરસ જેટલો ખતરનાક નથી. યોગ્ય સ્વચ્છતા અને નિવારક પગલાંને અનુસરીને, HMPV ના ચેપનું જોખમ ઘટાડી શકાય છે. જો તમને અથવા તમે જાણતા હોવ તો HMPV ના લક્ષણો હોય, તો ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
 
ચીન બાદ હવે ભારતમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે એચએમપીવીના કેસ નોંધાયા છે. ICMR એ તેના નિયમિત સર્વેલન્સ દ્વારા કર્ણાટકમાં હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) ના બે કેસ શોધી કાઢ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - પંડિતજીએ વરનો હાથ

દીપિકા પાદુકોણની તે 6 અદ્ભુત ફિલ્મો, જેને વારંવાર જોયા પછી પણ દિલ તૃપ્ત થતું નથી; બોક્સ ઓફિસ પર જોરદાર નફો કર્યો

Taro Thayo Trailer - ગુજરાતી ફિલ્મ તારો થયોનું ટ્રેલર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું

ગુજરાતી જોક્સ - તારો હસતો એક પણ ફોટો નથી

વધુ જુઓ..

નવીનતમ

દ સ્નો કિંગ

Pre Marriage Tips: દુલ્હન એ લગ્ન ના એક મહિના પહેલા કરી લેવું આ કામ, બધા જ થશે પ્રભાવિત

HMPV Virus Symptoms - ચીનમાં ફેલાયેલા HMPV વાયરસના બાળકો અને યુવાઓમાં જોવા મળતા લક્ષણો ? જાણા કેવી રીતે બચવુ અને શુ છે ઉપાય

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Guru Gobind Singh Jayanti 2025 : આ 5 પ્રેરણાદાયી વિચાર જેનાથી તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે

આગળનો લેખ
Show comments