Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહીસાગરમાં બુથકેપ્ચરિંગ બાદ આવતીકાલે મતદાનઃ પરથમપુરમાં કલમ 144 લાગુ કરાઈ

Webdunia
શુક્રવાર, 10 મે 2024 (13:56 IST)
લોકસભાની ચૂંટણીના મતદાનમાં ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા હતાં. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો. ભાજપ નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. હવે ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે.આવતીકાલે પરથમપુરા બૂથ પર ફરી સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. મતદાનને લઈ પરથમપુર ગ્રામ પંચાયતમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. બુથ પર મેટલ ડિરેક્ટર મશીનની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ઓબ્ઝર્વરે પણ બુથની મુલાકાત લીધી છે.
 
ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાનનો આદેશ
દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પ્રથમપુર ગામ ખાતે તારીખ 7 મીના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણીના મતદાનમાં ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બુથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વીડિયો રેકોર્ડિંગ વાયરલ થયું હતું. ત્યાર બાદ તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણીપંચ દ્વારા આ મતદાન મથક ઉપર ફરીથી મતદાન કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. હાલ આ અંગેની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
 
જાણો શું હતો સમગ્ર મામલો?
ગુજરાતમાં તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. વિજય ભાભોર સંતરામપુરના ગોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર છે. પોલીસે આ મામલે બે લોકોની અટકાયત કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

Slap Day- 15 મી ફેબ્રુ સ્લેપ ડે

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

આગળનો લેખ
Show comments