Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જાણો 2019ની તુલનામાં કેટલુ ઓછું મતદાન થયુ

voting in gujarat
, બુધવાર, 8 મે 2024 (13:21 IST)
voting in gujarat

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 2019ની તુલનામાં ઓછું મતદાન થયુ છે. રાજ્યની લોકસભા ચૂંટણીમાં સરેરાશ 59.51% મતદાન થયુ છે. જેમાં સૌથી ઓછું અમરેલીમાં 49.44ટકા મતદાન થયુ છે. 2019ની તુલનામાં 5 ટકા ઓછું મતદાન નોંધાયું છે. જેમાં 2019માં સરેરાશ 64.51 ટકા મતદાન થયું હતું.રાજ્યની 25 લોકસભા બેઠકો પર 59.51 ટકા મતદાન થયુ છે.

વિધાનસભાની 5 બેઠકો પર સરેરાશ 62.48% મતદાન થયુ છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કુલ 4,94,49,469 મતદારો છે, જે પૈકી 18થી 19 વર્ષની વયના 11,32,880 યુવા અને 10,322 શતાયુ મતદારો નોંધાયેલા છે. રાજ્યના 50,677 પૈકી 50 ટકા એટલે કે 25,000 જેટલા મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર સો ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નંબર ત્રણમાં એક માત્ર મતદાર હરીદાસ બાપુએ મતદાન કરતા જ સો ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે દર ચૂંટણીમાં આ બુથ પર સો ટકા મતદાન થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચિકન શોરમા ખાવાથી એક યુવકની મોત