Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાહ રે ચૂંટણી! બોલો ભાજપના વસાવાએ કહ્યું રાહુલ ગાંધીને ઝેર આપી દો

ભાજપના વસાવા
Webdunia
સોમવાર, 25 માર્ચ 2019 (16:39 IST)
બારડોલીમાં ભાજપના નેતા ગણપત વસાવા કોંગ્રેસ પર વરસ્યા હતા. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આકરી ઝાટકણી કાઢતાં આપેલા નિવેદનથી વિવાદ ઉભો થયો છે. ગણપત વસાવાએ જણાવ્યું કે, રાહુલ ગાંધીને શંકર ભગવાનની જેમ  ઝેર પીવડાવો, ચૂંટણી સુધી જીવે છે કે કેમ તે જોઈએ. આ નિવેદનથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રોષે ભરાયાં છે. અગાઉ સોશિયલ મીડિયા પર કોંગ્રેસના રાહુલને લઇને અનેક કોમેન્ટો થઇ હતી. એક કોમેન્ટમાં રાહુલ ગાંધી શિવ અવતાર હોવાની વાત થઇ હતી, જેના પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. ત્યારબાદ ગણપત વસાવાએ આ પોસ્ટના માધ્યમથી બારડોલીમાં આ નિવેદન આપ્યું હોવાની વાત જણાવી હતી. સોશિયલ મીડિયાના અહેવાલના માધ્યમથી મેં આ નિવેદન આપ્યું હતું. આ મારું કોઇ અંગત નિવેદન નથી. મેં તો જનતા સામે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટની વાત કરતો હતો. તેમણે અહીં જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં શિવ અવતારને લઇને વાયરલ થઇ રહેલી પોસ્ટમાં એક યૂઝર્સે પોતાનું નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપી દો, ચૂંટણી સુધી સમય કાઢી નાખે તો હમેં માની લઇશું.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments