Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લોકસભા ચૂંટણી 2019 : ભાજપ કે કૉંગ્રેસ, ગુજરાતની ગુજરાતની 26 બેઠકો પર કોનો કબજો થશે?

લોકસભા ચૂંટણી 2019 : ભાજપ કે કૉંગ્રેસ, ગુજરાતની ગુજરાતની 26 બેઠકો પર કોનો કબજો થશે?
, શનિવાર, 23 માર્ચ 2019 (11:22 IST)
લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહે ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે ગુજરાતનો ગઢ કોણ ફતેહ કરશે? ભાજપ, કૉંગ્રેસ?
 
ગત લોકસભા ચૂંટણી વખતે ભાજપે તમામ 26 માંથી 26 બેઠક જીતીને અત્યારસુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
 
હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, ગરીબ સવર્ણોને અનામત અને લોકરંજક બજેટ ચૂંટણી પરિણામો ઉપર અસર કરશે?
 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ તથા સત્તારૂઢ ભાજપના અધ્યક્ષ અમિત શાહની વ્યૂહરચનાની પરીક્ષા તેમના 'ગૃહ રાજ્ય' ગુજરાતમાં થશે.
 
તાજેતરમાં જેટલા ઑપિનિયન પોલ થયા છે, તેના તારણ મુજબ ગુજરાતમાં ભાજપ ગત વખત જેવો ચમત્કાર નહીં કરી શકે, પરંતુ તેનું પ્રદર્શન અન્ય ચૂંટણીઓની સરખામણીએ સારું રહેશે.
 
વર્ષ 2017માં વિધાનસભાના ચૂંટણી પરિણામ બાદ 'નર્વસ 99' ઉપર અટકી જનારા ભાજપ માટે ગત વખતનાં પ્રદર્શનનું પુનરાવર્તન અશક્ય નહીં તો મુશ્કેલ તો હશે જ.
 
ભાજપને 24 બેઠક મળશે
 
 
 
ટાઇમ્સ નાઉ-VMR દ્વારા માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલા ઑપિયિનિયન પોલના તારણ પ્રમાણે :
 
'ગુજરાતમાં ભાજપને 24 બેઠક (એનડીએને કુલ 283), જ્યારે કૉંગ્રેસ બે બેઠક (યૂપીએને કુલ 135 તથા અન્યોને 125) મળશે.'
 
સરવે સંસ્થા CVoter દ્વારા માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલા સરવે પ્રમાણે:
 
'ગુજરાતમાં ભાજપને 24 (એનડીએને કુલ 264 બેઠક), કૉંગ્રેસને બે (યૂપીએને કુલ 141 તથા અન્યોને 138) બેઠક પર વિજય મળી શકે છે.'
 
આમ બંને સરવેની સરેરાશ કાઢીએ તો ગુજરાતમાં ભાજપને 24 તથા કૉંગ્રેસને બે બેઠક મળશે.
 
આ પહેલાં જાન્યુઆરી મહિનામાં બહાર પાડવામાં આવેલાં બંને સરવેમાં ગુજરાતમાં ભાજપને 24 બેઠક મળશે અને ત્રિશંકૂ સંસદનું ગઠન થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
 
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, બાલાકોટ ઍરસ્ટ્રાઇકને કારણે મોદીના
 
આ સિવાય જાન્યુઆરી મહિનામાં ઇંડિયા ટુડે- કારવી ઇનસાઇટ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા તારણ પ્રમાણે, એનડીએને 237, યૂપીએને 166 તથા અન્યોને 140 બેઠક મળશે.
 
જાન્યુઆરીના મધ્યભાગમાં આપવામાં આવેલાં ગરીબ સવર્ણ અનામત તથા પહેલી ફેબ્રુઆરીના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલાં લ્હાણીસભર બજેટ પૂર્વેના આ સરવે છે.
 
આ બંને 'ટ્રમ્પકાર્ડ'ની મતદારોના મિજાજ પર શું અસર થશે, તે ફેબ્રુઆરી રાઉન્ડના સરવેમાં બહાર આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલના ભાવ વધ્યા, ડીઝલની કિમંતો ઘટી, જાણો તમારા શહેરમાં શુ છે રેટ