Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુર્વણ યુવતી સાથે અફેયરના શકમાં દલિત યુવકની મારપીટ, 12માં પરીક્ષા પણ ન આપવા દીધી

સુર્વણ યુવતી સાથે અફેયરના શકમાં દલિત યુવકની મારપીટ, 12માં પરીક્ષા પણ ન આપવા દીધી
, શુક્રવાર, 22 માર્ચ 2019 (18:39 IST)
ઉત્તરી ગુજરાતના મેહસાણામાં કક્ષા 12માના એક 17 વર્ષીય દલિત છાત્રનો અભ્યાસ સામે આવી છે. કથિત રૂપમાં 18 માર્ચની બપોરે બે લોકોએ વિદ્યાર્થીને ઝાડ સાથે બાંધી દીધો નએ નિર્દયતાપૂર્વક તેને ઢોર માર માર્યો. વિદ્યાર્થીને માર માર્યા પછી તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ તસ્વીરોમાં તેના શરીર પર મારના નિશાન છે. બીજી બાજુ લોકસભા ચૂંટણીના પહેલા થયેલ આ ઘટનાથી દલિત ગુસ્સામાં છે. 
 
કેસ ડિટેલ મુજબ પીડિતની ધોરણ 12ની પરીક્ષા ચાલી રહી છે. ઘટના એ સમયની છે યારે તે ઈગ્લિશનુ પેપર આપવા ગયો હતો. પીડિતને હાલ મેહસણાના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે 
પીડિતની એક એફઆઈઆરમાં નોધાયેલ નિવેદન મુજબ,"હુ લગભગ 1 વાગ્યે બસ દ્વારા ધિનોજ ગામમાં આવેલ પરીક્ષા કેન્દ્ર  સાર્વાનિક વિદ્યા મંદિર હાઈસ્કુલ પહોંચ્યો. યારે હુ પરીક્ષા કેંન્દ્રની બહાર રાહ જોઈ રહ્યો હતો ત્યારે રમેશ સિંહ, જેને હુ ચેહરાથી ઓળખુ છુ અને એ સ્ટેટ ટ્રાંસપોર્ટમાં બસ કંડક્ટર છે. મારી પાસે આવ્યો, તેણે કહ્યુ કે તેને મારાથી કંઈક કામ છે અને પોતાની સાથે આવવા માટે કહ્યુ. તે મને એક બીજા માણસ પાસે લઈ ગયો એ બાઈક પર રાહ જોઈ રહ્યો હતો. બંને મને નિકટના ગામના ખેતરમાં લઈ ગયા. 
 
પીડિતનુ કહેવુ છે કે તેને બંનેને કહ્યુ કે તેને છોડી દે નહી તો પેપર છૂટી જશે.  પણ બંનેયે કહ્યુ કે ચિંતાન કર પેપર શરૂ થતા પહેલા તે તેને પરીક્ષા કેન્દ્ર પહોંચાડે દેશે.  પછી બંનેયે મને એક લીમડાના ઝાડ સાથે બાંધી દીધો અને છડી વડે ઢોર માર મારવો શરૂ કર્યો. 
 
પીડિતની માતાએ જ્યારે તેને મારવાનુ કારણ પુછ્યુ તો તેમણે ગાળો આપી અને તેને અભ્યાસ કરવાને  બદલે મજૂરી કરવાનુ કહ્યુ. આ ઘટના પછી ગુજરાતના દલિત ગુસ્સામાં છે.  દલિત નેતા અને વડગામથી નિર્દલીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યુ કે ગુજરાતે દલિત યુવાઓના લોહીથી હોળી રમી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આઈપીએલ 2019 – આ ખેલાડીઓ છે આઈપીએલ ઇતિહાસના સૌથી કંજૂસ બોલર્સ