Webdunia - Bharat's app for daily news and videos

Install App

Two friends and a bear સ્વાર્થી મિત્ર/ બે મિત્રો અને રીંછ ની વાર્તા બોધ

Two friends and a bear સ્વાર્થી મિત્ર/ બે મિત્રો અને રીંછ ની વાર્તા બોધ
Webdunia
ગુરુવાર, 5 મે 2022 (11:09 IST)
એક હતો ગોપાલ અને એક હતો મોહન.
 
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
 
મોહન કહે - ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો?
 
ગોપાલ કહે - તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.
 
મોહન ફરી બોલ્યો - પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું?
 
ગોપાલ કહે - હથિયારની શું જરૂર છે? આપણે બન્ને મોટા અવાજ કરી જાનવરને ભગાડી દેશું.
 
બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો અને દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો.
મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી - મિત્ર, ગોપાલ! મને બચાવ! પણ ગોપાલ તો ઝટપટ ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો.
 
મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું.
રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું - અલ્યા મોહન! શું રીંછ તારું સગું થતું હતું કે શું? એણે તારા કાનમાં શું કહ્યું?
 
મોહન કહે - રીંછે મને શિખામણ આપી કે મુસીબતમાં આપણો સાથ છોડી જાય તેવા માણસનો કદી વિશ્વાસ ન કરવો.
 
મોહનનો આવો ચોખ્ખો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shailputri mata- નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રી માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Chaitra Navratri 2025: ક્યારથી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રી? જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત

Jai Adhya Shakti - જય આદ્યા શક્તિ આરતી (જુઓ વીડિયો)

Happy Gudi Padwa Wishes in Gujarati – ગુડી પડવાની વિશેષ શુભકામના

Happy Chaitra Navratri 2025 Wishes, Quotes: ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments