suvichar

પરીક્ષા ટિપ્સ : શું, ક્યારે, કેવી રીતે અને કેટલું વાંચવું ?

Webdunia
માર્ચ એપ્રિલનો મહિનો એટલે પરિક્ષાઓનો સમય, બોર્ડની પરિક્ષા હોય કે સામાન્ય. પરિક્ષાનુ ટેંશન થાય તેવો કોઈ વિદ્યાર્થી નથી હોતો. સામાન્ય વિદ્યાર્થીઓને પાસ થવાનુ ટેંશન તો હોશિયારને વધુમાં વધુ ટકાવારી લાવવાનુ ટેંશન. પરિક્ષામાં પાસ થવુ ખૂબ જ સહેલુ છે, બસ જરૂર છે યોગ્ય માર્ગદર્શન, અને યોગ્ય રીતે કરવામાં આવેલ અભ્યાસની.

ઓછા સમયમાં વધુ નંબર - જેઓ પહેલાથી મહેનત નથી કરતા તેવા વિદ્યાર્થીઓને રાતો રાત મહેનત કરી પરિક્ષા પાસ કરી નાખવી છે. આવું બહુ ઓછા કેસમા બનતું હોય છે. તમારે ધ્યૈર્યથી કામ લેવું પડશે. પરિક્ષા માટે લાંબાગાળાનું પ્લાનિંગ બનાવો. પરિક્ષાના એક મહિના પહેલાથી તૈયારી કરવી જોઈએ.

વાંચવાના પોઈંટ - તમે કેટલું વાંચો છો તેનાથી મહત્વનું છે તમે શું વાંચો છો અને કેવીરીતે વાંચો છો. ઘણા મિત્રો દિવસના ૧૪ થી ૧૫ કલાક વાંચતા હોવા છતાં પરિક્ષામાં સફળતા નથી મેળવી શકતા. કદી રટશો નહી. હંમેશા પોઈંટ યાદ રાખો. પોઈંટ દ્વારા સમજો કે તમારે તેમા સવિસ્તાર શુ લખવાનુ છે.

યોગ્ય સાહિત્ય - તમે યોગ્ય સાહિત્ય વાંચો એ ખુબજ મહત્વનું છે. આ બાબતમાં અમે તમારી સહાયતા કરતા આનંદ અનુભવીશું. કઈ પણ વાંચતા સમયે તમારા વિષય અને પેટા વિષયને આવસ્ય ધ્યાનમાં રાખો. તમે જે પહેલાથી વાંચતા હોય તેને જ પકડી રાખો. ક્યારેક ગાઈડ તો ક્યારેક અપેક્ષિત તો ક્યારેક શાળા-કોલેજમાં શિક્ષકે લખાવેલ ઉત્તરો. એમ કરશો તો મુંઝવણમાં પડી જશો. કારણ કે દરેકની લખવાની શૈલી જુદી જુદી હોય છે.

તમારા વાંચવામાં ગુણવત્તાનો વધારો કરો. મતલબ તમે જે વાંચો છો તે પુરા મનથી, રસથી અને આનંદથી વાંચો.

એકલા વાંચવાને બદલે સારા ગ્રુપનો સહારો લો. મહત્વના વિષયો પર ચર્ચા કરો. કામના મુદ્દાની નોધ તૈયાર કરો અને નાની નાની વાતોને પણ ધ્યાનમાં લો. અને આખરમાં અમરી વેબસાઈટની અવારનવાર મુલાકાત લો.

તમારી પ્રેરણા અને આદર્શોને હમેશાં તમારા મનમાં રાખો અને તમારી સફળતા માટે હંમેશા હકારાત્મક બનો પછી જુઓ સફળતા છે ને તમારી !
વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup 2026 માં થઈ હતી મેચ ફિક્સિંગ ? ICC ના એંટી કરપ્શન યૂનિટે શરૂ કરી તપાસ

Women Reservation Bill - મહિલા અનામત બિલ પર અડધી રાત્રે નોટિકિકેશન રજુ કરવાનો શુ મતલબ ? સરકારના નિર્ણયને સહેલાઈથી સમજો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, 8 લોકોના મોત

11, 12, પછી 1:20... મધ્યરાત્રિ વીતી ગઈ, છતાં મહિલા સાંસદો ગૃહમાં જ રહી, દરેકને સ્પીકર દ્વારા બોલવાની તક આપવામાં આવી.

પંજાબમાં ખેડૂતોનો રેલ રોકો વિરોધ આજે બપોરે 12 વાગ્યે શરૂ થશે, જેના કારણે અનેક ટ્રેનોની અવરજવર પર અસર પડશે. વિરોધ પાછળનું કારણ શું છે?

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ -17 એપ્રિલ

Chaitra Amavasya 2026: આ વર્ષની ચૈત્ર અમાવસ્યા છે પાવરફુલ, બનશે સર્વાર્થ સિદ્ધિ યોગ્ય, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી

Garud Puran Niyam - નાના બાળકોના અગ્નિ સંસ્કાર કેમ નથી થતા જાણો શું કહે છે ગરુડ પુરાણ

મહાભારતનો એ યોદ્ધા જેણે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી દીધો હોત; તો કૃષ્ણે તેમનું માથું કેમ માંગ્યું જાણો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments