Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસિક રાશિફળ ઓગસ્ટ 2020 - જાણો ઓગસ્ટ મહિનો કેરિયર અને આર્થિક દ્રષ્ટિએ કેવો રહેશે

Webdunia
શુક્રવાર, 31 જુલાઈ 2020 (20:44 IST)
મેષ - આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સુધાર થતો જોવા મળશે.  નાણાકીય મામલા માટે આ સમય સારો છે. તમે તમારા બિઝનેસમાં વધારો કરી શકો છો.  જો કે તમારે તમારા ખર્ચ પર કાબુ રાખવુ પડશે.  જેનાથી આર્થિક સંતુલન બન્યુ રહે. પ્રોફેશનલી આ સમય તમારે માટે હવે વસ્તુ સરળ થવા માંડશે. બિઝનેસ માટે તમારે મુસાફરી કરવી પડી શકે છે. 
 
વૃષભ - પ્રોફેશનલી તમારે માટે આ મહિનો ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે.. નવી પરિયોજનાઓ સુચારૂ રૂપથી આગળ વધતી રહેશે.  આ ક્ષેત્રમાં કોઈ તાકતવર માણસ તમારી મદદ કરી શકે છે. જો કે કાર્યક્ષેત્રમાં સાથે કામ કરનારાઓથી તમને થોડી પરેશાની થઈ શકે છે. રોકાણ માટે સમય સારો નથી. આ મહિને તમને નાના પેકેજમાં મોટા લાભમળવાના યોગ છે. આરોગ્ય મામલે તમને થોડુ ધ્યાન રાખવુ પડશે. 
 
મિથુન - દિલના મામલે આ મહિને તમને સુખદ અને રોમાંટિક રહેશે. સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. જેમ જેમ મહિનો આગળ વધશે પરિવારના એક વડીલ તમને નાણાકીય પ્રયાસોમાં મદદ મળશે. આપ ફક્ત બે જરૂરિયાતો પૈસા અને પરિવાર માટે જ કામ કરશો. આપની પોતાની યોજનાઓ, આશાઓ સાચા સ્વરૂપમાં સાકાર કરવા માટે ધનનો વ્યય કરશો તેવું લાગે છે. વાહન પાછળ ખોટો ખર્ચ થવાથી આપનું મન વ્યગ્રતા અનુભવશે. આપ ઉગ્ર બની વાણી સંયમ પણ ગુમાવી શકો છો. મહિનાના અંતમાં પારિવારિક બાબતોમાં આપનું ધ્યાન વધી જશે. તેમની પાછળ ધનખર્ચ પણ કરશો.

કર્ક (ડ,હ) : ભવિષ્‍યનું આર્થિક આયોજન કરવા માટે સારો સમય છે. જો આ૫ મન લગાવીને કામ કરશો તો આ૫ને કામમાં સફળતા મળશે. આજે કોઇ સાથે વાદવિવાદમાં ન ૫ડવું. વધુ પડતું ખાવું નહીં. તબિયત બગડવાની શક્યતા છે.    વ્યવસાયમાં પ્રગતિનો યોગ બનવાથી લાભની આશા પ્રબળ થશે. રાજ્ય પક્ષનાં કાર્યોમાં પરિવર્તનનાં યોગ બનશે.
 
સિંહ - આ મહિને પ્રારંભિક તબક્કો આપના માટે શુભ ફળદાયી છે. સારી વસ્તુઓની પ્રાપ્તિ, ખરીદી થાય, સારા સમાચારો મળે. સફળતા અને આવક માટેના શુભ સંકેતો કહી શકાય. સંતાનોને લગતા કામ થાય. ધાર્મિક, આધ્યાત્મિક કે માંગલિક કાર્યો માટેનો શુભ સમય છે.  જોકે ખાવા-પીવામાં આપની બેદરકારી ઋતુગત બીમારી નોંતરી શકે છે  વર્તમાન સમય પહેલા મેળવેલી સિદ્ધિઓથી અહંમાં આવીને બેસી રહેવાનો નહીં પરંતુ પોતાની અંદર રહેલા જોમ અને જુસ્સાનો મહત્તમ ઉપયોગ કરીને સિદ્ધિના નવા શિખરો સર કરવાનો છે. વિલંબમાં પડેલા કામમાં હવે ગતિ આવશે. સૌંદર્ય, નાણાકીય વૃદ્ધિ, સુરૂચિપૂર્ણ ભોજન, કિંમતી આભૂષણો અને સુખસુવિધા મેળવવા માટેનો અદભૂત પ્રયાસ આ તબક્કામાં આપ કરશો.
 
કન્યા - વર્તમાન સમયમાં આપને કંઈક નવીન કરવાની તાલાવેલી જાગશે. નવું શોધવું, નવી કાર્યશૈલી અપનાવવી, નવા સ્થળોની મુલાકાત લેવી, સાહસો ખેડવા, નવા લોકો સાથે સંપર્કમાં આવી ભવિષ્યને અનુલક્ષીને સંબંધો સ્થાપવા આવી બધી બાબતો આપના ફોકસમાં રહેશે. વિવિઘ ક્ષેત્રે આ૫ને યશ, કીર્તિ અને લાભ પ્રાપ્‍ત થાય. જોકે બોલવામાં સંયમ રાખવો. ખાવાપીવાની બાબતમાં ખાસ સાચવવાની સલાહ આપે છે. સાંસારિક બાબતોથી અલગ થઈને આધ્યાત્મિક કે ગૂઢ અને રહસ્યમય બાબતોમાં રસ લેવાનો સમય પણ કહી શકાય. અ૫રિણિતોને યોગ્ય જીવનસાથીની શોધ પૂર્ણ થાય
 
તુલા - વ્યવસાયિક બાબતે જોઈએ તો ભાગીદારીમાં કામ કરતા જાતકો ધંધાના વિસ્તરણ અથવા વૃદ્ધિ માટે ભાગીદાર સાથે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી શકે છે. સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવાં વસ્‍ત્રો ૫રિધાન ખરીદવાનું બને. વિજાતિય પાત્ર પ્રત્યે આપને પ્રેમ, સંવેદના અને આકર્ષણ વધારે રહેશે. ધાર્મિક કાર્યોમાં આપના ખર્ચનું પ્રમાણ વધશે.  સરકાર અથવા સરકાર સંબંધિત કાર્યો દ્વારા ફાયદો થઈ શકે છે. વ્યય સ્થાનમાં મંગળના ભ્રમણથી વર્તનમાં ઉગ્રતા, વાણીની કટુતા, અવિચારી અને અસંયમિત વલણ આ બધાની શક્યતા રહેશે પરંતુ તેવો સમય ખૂબ ટુંકાગાળા માટે રહેવાથી સંભાળી લેવાની સલાહ છે.
 
વૃશ્ચિક - આ મહિનો આપના માટે એકંદરે શુભ ફળદાયી જણાય છે. દાંપત્યજીવનનું સુખ સારા પ્રમાણમાં આપ માણી શકશો. અપરણિત જાતકોને વિદેશમાંથી માગા આવે તેવી શક્યતા રહે. આયાત-નિકાસ અથવા મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કોઈપણ પ્રકારે વ્યવસાય કરતા જાતકોને સારો વ્યવસાયિક લાભ મળી શકે છે. આપ રમતગમતમાં ભાગ લેશો. ધાર્મિક વૃત્તિઓમાં પણ આપનું મન પરોવાય તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવામાં થોડી તકલીફ પડી શકે છે. વાંચતી વખતે ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં મોં રાખીને બેસવુ
 
ધન - આ મહિને પારિવારિક ક્ષેત્રે અને ખાસ કરીને જીવનસાથી જોડે આપના સંબંધો સારા રહેશે. બૌદ્રિક બાબતોમાં આપને વિશેષ રુચિ જાગે અને આવી ચર્ચાઓમાં ભાગ લેવાની પ્રેરણા જાગે. વ્યવસાયિક ક્ષેત્રે આપ સારી પ્રગતિ કરી શકો અને પોતાની કોઠાસૂઝ અને આવડતના જોરે હરીફોનો માત કરી શકો. . કેટલાક કિસ્સાઓમાં અતિ સંવેદનશીલતાના કારણે તમારી માનસિક સ્થિતિ વ્‍યગ્ર રહેશે. નોકરિયાતવર્ગ સારી પ્રગતિની આશા રાખી શકે છે પરંતુ ધંધામાં અપેક્ષિત યશ-કીર્તિથી વંચિત રહેવું પડે. લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જોઈએ તો, આપનું વર્તન અને વાણી સારા રહેવાથી પરિવારજનો અને વ્યવસાયિક સંબંધો સારા રહે.
 
મકર - આ મહિનો આપના માટે એકંદરે ઉત્તમ ફળદાયી જણાઈ રહ્યો છે. આ સમયમાં આપની લેખન અને સર્જનકળા ખીલી ઉઠશે. સુખી દાંપત્યજીવનનો આનંદ માણી શકો છો. અપરણિત જાતકો માટે સારા માગા આવવાની શક્યતા પણ રહે. જાહેરજીવનમાં સન્‍માન અને ખ્‍યાતિ મળે. ૫રદેશગમન માટે ઈચ્છુક જાતકો સારા સમાચારની અપેક્ષા રાખી શખે છે. જોકે આ સમયમાં આપની કામકાજની શૈલીમાં દેખીતી રીતે ઉતાવળ વધી જશે. ઝડપથી કામ પતાવવાની ઈચ્છામાં આપનો સ્વભાવ ઉતપાતિયો થઈ શકે છે માટે ભાગીદારો અને જીવનસાથી જોડે ધીરજથી કામ લેવું. આપનામાં આધ્યાત્મિકતાનું પ્રમાણ વધતા જનસેવા કે ધાર્મિક કાર્યોમાં પણ રસ લેશો.
 
કુંભ - . આ મહિને આપના મિલકત સંબંધિત પ્રશ્નોમાં સકારાત્મક પરિણામો આવી શકે છે. સરકારી કામકાજો, તબીબી વ્યવસાય, સિમેન્ટ ઉદ્યોગ વગેરેમાં સફળતા મળી શકે છે. લાંબા સમયથી ચાલતા અથવા વિલંબમાં પડેલા પ્રોજેક્ટ્સ પાર પાડવાથી આપને પ્રશંસા મળશે. શેરબજાર, લોટરી જેવા સટ્ટાકીય કાર્યોમાં ગણતરીપૂર્વકનું રોકાણ આપને કમાણી કરાવી આપે. વેપાર-ધંધાર્થે મુસાફરીની શક્યતાઓ પણ રહે. ઘરમાં આપ પોતાના માટે અથવા પરિવાર માટે સુખ-સુવિધા વધારવા માટે ખર્ચ કરી શકો છો. આ મહિને રાહુ રાશિ પરિવર્તન કરીને કન્યામાં આવશે જેની અસરો આપને આગમી સમયમાં જોવા મળે. વિલંબમાં પડેલા કાર્યોમાં હવે માર્ગ મળશે.
 
મીન - .આપને પિતા અને મિત્રોનો સાથ સહકાર મળી રહેશે અને તેના તરફથી સારો ફાયદો થઈ શકે છે. સંતાનો સાથે આપને સારો મનમેળ રહેશે. ઉચ્ચ વિદ્યાની પ્રાપ્તિ માટે યોગ્ય આયોજન કરી શકો છો. વિદ્યાર્થીવર્ગ માટે એકંદરે પ્રગતીકારક સમય કહી શકાય. વૈભવી મોજશોખ અને વાહનસુખ મળે. નાનો પ્રવાસ કે ૫ર્યટન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. ધર્મ તેમજ મંત્ર-તંત્રમાં આપની રુચિ વધે દાંપત્યજીવન અને ભાગીદારીના સંબંધોમાં વર્તનમાં ઉગ્રતા નહીં રાખો તો એકંદરે ફાયદાકારક તબક્કો છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

Jyotish Upay: 2025 ની શરૂઆત પહેલા જ તમારી રાશી મુજબ કરી લો આ કામ, નવા વર્ષમાં વધતું રહેશે બેંક બેલેન્સ

20 December Rashifal - આજે આ ૩ રાશિના જાતકોને અચાનક મળી શકે છે સારા સમાચાર

New Year Resolution 2025: નવા વર્ષ 2025માં વેટ લૉસ ગોલને રિયલિટી બનાવો અજમાવો ડાઈટિશિયનના જણાવેલ આ 7 ટિપ્સ

Sankashti Chaturthi 2025- વર્ષ 2025 માં સંકષ્ટી ચતુર્થી ક્યારે આવશે, તારીખો નોંધી લો

Vinayaki Chaturth 2025 list - વર્ષ 2025માં ક્યારે પડશે ચતુર્થી તિથિ, જાણો આખા વર્ષનું લિસ્ટ

આગળનો લેખ
Show comments