Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માસિક રાશિફળ - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે

માસિક રાશિફળ - જાણો કેવો રહેશે ઓક્ટોબર મહિનો તમારે માટે
, સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (18:33 IST)
મેષ - નાણાકીય સ્થિતિને સુધારવાની દિશામાં આપ સતત આપના ચાલી રહેલા પ્રયાસોમાં તમને મહિનાના અંત સુધી સફળતા અપવશે.  કેરિયરમાં થોડો ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે.  પણ તમારી ફેમિલી આ બધા બાબલે તમને પૂરો સપોર્ટ કરશે.  તમારો લકી કલર ડાર્ક ભૂરો છે 
 
 
વૃષભ -  કેરિયરની દ્રષ્ટિએ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તમને તમારા પોતીકાઓનો  સહયોગ મળશે.  આ ઉપરાંત આ મહિનામાં પોતાના ખર્ચમાં વૃદ્ધિનો યોગ છે. જે તમારી આશાથી અનેકગણુ વધુ હશે. તમારો લકી કલર બેબી પિંક છે. 
 
મિથુન - આ મહિનામાં પ્રોફેશનલ રૂપે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  આવામાં સારુ રહેશે કે તમે તમારા કાર્યોનો વિસ્તાર આપતા પહેલા સમજી વિચારી લો. બાળાકો પર આ મહિને થોડો વધુ જ ખર્ચ થશે.  જોકે તમારો લકી કલર ડાર્ક ગ્રીન છે. 
 
કર્ક - વ્યવસાયમાં આવી રહેલી પરેશાનીઓ આ મહિને સરળ થતી જોવા મળશે.  રોકાણ ક્ષેત્રમાં લેવામાં આવેલ સાહસિક નિર્ણયોથી તમને લાભ મળવાના યોગ છે. આવામાં જો વ્યવસાયમાં થોડુ ઘણુ રિસ્ક ઉઠાવવુ પડે તો તમે ઉઠાવી શકો છો. 
પરંતુ કોઈ માહિતગાર પાસેથી સલાહ લો.  
 
સિંહ -  નાણાકીય મામલે આ મહિનો તમારે માટે ખૂબ સારો સાબિત થહે. રોકાણ કરવાથી તમને ઘણો લાભ મળવાની આશા છે. જો કે કોઈપણ ડીલ કરવી હોય તો સમજી વિચારીને જ કરો. આ મહિનાની શરૂઆત અને અંતમાં આર્થિક મામલે તમે ભાગ્યશાળી સાબિત થશો.  તમારો લકી કલર સિલ્વર વાઈટ છે. 
 
કન્યા -  આ મહિને માતા કે માતૃ પક્ષ તરફથી તમને તમારા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં સફળતા મળશે. આ ઉપરાંત તમને નાણાકીય મામલે આશા કરતા ઓછી સફળતા મળતી દેખાશે. પણ અચાનક જ લાભના યોગ બની રહ્યાઅ છે. તમારો લકી કલર ગ્રે છે. 
 
 
તુલા - પ્રોફેશનલી તમને સારો લાભ જોવા મળશે. પણ તમને એવો અનુભવ થશે કે તમે આનાથી વધુ સારુ અચીવ કરી શકો છો. પ્રેમ સંબંધોમાં અત્યાધિક ધન ખર્ચ થવના આસાર છે. આ ઉપરાંત યાત્રા પર પણ ખર્ચ વધી શકે છે.  તમારો લકી કલર ગુલાબી છે. 
 
વૃશ્ચિક - વ્યવસાયમાં તમને લાભ જ લાભ થશે.  આ મહિને કરવામાં આવેલ બિઝનેસ ટ્રિપ તમારે માટે આર્થિક મામલે અસીમિત લાભ લઈને આવી શકે છે.  મહિનાના અંત સુધી ખર્ચ પણ વધી શકે છે. પણ ધનની અવરજવર કાયમ રહેશે.  જેને કારણે પરેશાન થવાની જરૂર નથી. તમારો લકી કલર ગ્રે ક હ્હે. 
 
ધનુ - આ મહિને વ્યવસાયમાં કોઈપણ પ્રકરની બેદરકારીથી બચો. મન લગાવીને કામ કરવાથી તમને લાભ થવાના યોગ છે. સ્સાથે જ તેનાથી તમે ધન હાનિથી પણ બચી શકો છો.  મહિનાના અતમાં થોડા વધુ સુખદ સમાચાર મળવાની શક્યતા છે. અમારો લકી કલર લીલો છે.  
 
મકર - આ મહિને તમારા અને તમારા  પરિવાર માટે નાણાકીય મામલે ખૂબ સારો રહેવાનો છે. જો કે થોડી પરેશાની આવી શકે છે. પણ શાંત મનથી કામ કરશો તો વ્યવસાયમાં પ્રોગ્રેસ થશે.  મહિનાના અંતમાં તમારા માટે ધનલાભના નવા રસ્તા ખુલશે. તમારો લકી લકર આછો ગ્રીન છે. 
 
કુંભ - ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો તમારા માટે ખૂબ સુખદ છે. ભૂમિ મકાન કે કોઈ અન્ય સંપત્તિની ખરીદીમાં રોકાણ કરવાથી લાભના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન ખર્ચની અધિકતા થઈ શકે છે. જો કે લાભ મળવાની પણ શક્યતા છે. તમારો લકી કલર પરપલ છે. 
 
મીન પ્રોફેશનમાં તમને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે.  જેની પાછળનુ કારણ કોઈ વ્યક્તિ દ્વારા તમારા બદલ ફેલાવેલી વાતો પણ હોઈ શકે છે.  કાયદાકીય કારય્વાહીમાં પણ ધનનો ખર્ચ થઈ શકે છે. આ ઉપરાંત યાત્રા પર ધન ખર્ચ કરવાથી પરેજ કરો. તમારો લકી કલર ભૂરો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજની રાશિ તમારા માટે ખાસ છે 30 સપ્ટેમબર