Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સપ્ટેમ્બર માસિક રાશિફળ 2019 - ગ્રહોનો થશે ઉલટ ફેર, જાણો કેવો વીતશે તમારો આ મહિનો

સપ્ટેમ્બર માસિક રાશિફળ 2019 - ગ્રહોનો થશે ઉલટ ફેર, જાણો કેવો વીતશે તમારો આ મહિનો
, શનિવાર, 31 ઑગસ્ટ 2019 (16:00 IST)
સપ્ટેમ્બરનો મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ ખાસ હોય છે.  મહિનના પ્રથમ અઠવાડિયે જ ગણેશ ચતુર્થીનો તહેવાર આવી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ગ્રહોની સ્થિતિમાં ઘણો ફેરફા ર થઈ રહ્યો છે.  આવામાં જાણો કેવો રહેશે તમારે માટે આ મહિનો અમારા જ્યોતિષની  નજરે 
 
મેષ - મેષ રાશિવાલા માટ આ મહિનાની શરૂઆત પરેશાનીઓ સાથે થઈ શકે છે. બીજી બાનુ મહિનાના શરૂઆતમાં મુશ્કેલીઓ, ગૂંચવણો અને રાહત અનુભવાશે.  રોગોનો નાશ થશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.  જ્યા મનાસિક ભ્રમની સ્થિતિ મહિનાની શરૂઆતમાં થશે તો બીજી બાજુ મધ્યથી માન સન્માનમાં વૃદ્ધિ થશે. યાત્રાને ટાળવી આ સમયે શ્રેયસ્કર રહેશે.  મહિનાનો અંતિમ સમય પણ મળતાવડો રહેશે. 
 
વૃષભ - સ્વાસ્થ્યનુ ધ્યાન રાખો 
 
આ મહિને વિપરિત પરિસ્થિતિઓને પ્રોત્સાહન મળી શકે છે. જમીન મિલકતની સમ્સ્યાઓ વધી શકે છે. ગ્રહ નક્ષત્રઓની સ્થિતિ થોડી એવી છે કે વૃષભ રાશિવાળા આ મનિને બધાને સુખી કરવાનો પ્રયત્ન કરશે. પણ બદલામાં તેમને સુખ મુશ્કેલીથી મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ વિશેષ સાવધાની રાખવી પડશે.  ખુદ અને સંતાનને રોગની આશંકા રહેશે. 
 
મિથુન - મિશુન રાશિવાળાના મહિનાની શરૂઆતમાં શુભ સમાચાર પ્રાપ્ત થશે. કોઈ મહિલા પાસેથી વિશેષ લાભ પ્રાપ્ત થશે.  સુખ શાંતિની પ્રાપ્તિ અને શત્રુઓનો પરાજય થશે. ઈંટરવ્યુ પરીક્ષા હરીફાઈમાં વિદ્યાર્થીઓને સફળતા મળશે. મહિનાના મધ્યમં તમને ચારેય બાજુથી વિવાદ ઘેરી શકે છે.  તેથી વાણી પર નિયંત્રણ રાખો અને ઘરેલુ વિવાદથી દૂર રહો. કોશિશ કરો કે કોઈની સાથે વાદ વિવાદ ન થાય. 

કર્ક - મહિનાની શરૂઆતમાં ધન ધાન્ય અચલ સંપત્તિને લઈને કેટલીક વિશેષ પરિસ્થિતિ રહેશે. જો તમે નોકરી કરો છો તો તમને અચાનક કોઈ પ અદની ઓફર આવી શકે છે. જો તમે વ્યવસાય કરો છો તો વ્યવસાયિક દ્રષ્ટિએ અપ્ણ ઉન્નતિની સારી તક પ્રાપ્ત થશે.   ભવન વાહન વગેરેની સુખ સુવિદ્યા પ્રાપ્ત થશે.   મહિનાના ઉત્તરાર્ધમાં સુખ અને લાભનો અનુપાત વધુ થઈ જશે. જેનાથી મનમાં પ્રસન્નાતા કાયમ રહેશે. અને બધા કાર્ય વ્યવસ્થિત પાર પડશે. 
 
 
સિંહ - થોડા દિવસો પહેલા આવી રહેલ સમ્સ્યાઓ અને ખર્ચથી છુટકારો તો મળશે પણ પૂર્ણ રૂપથી નહી. સમય અને ભાગ્યનો સાથ મેળવવામાં હજુ થોડા દિવસ રાહ જોવી પડશે.  મહિનાની શરૂઆતમાં જ્યા સ્થન પરિવર્તનના યોગ બની રહ્યા છે તો બીજી બાજુ મહિનાના અંતમાં અજાણઁયો ભય રહેશે જેનાથી મનમાં ઉથલ પાથલ થશ્સે. પરિસ્થિતિઓ અનુકૂળ કરવા માટે આ મહિને કોઈ વિધવા કે કન્યાની મદદ કરો. 
 
કન્યા - કન્યા રશિવાળાને મહિનાની શરૂઆતમં બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડશે.  તમે અસમંજસની સ્થિતિઅમં રહેશો.  તેથી આ મહિને તમે બિનજરૂરી વિચારોમાં પડશોનહી. અને કોઈ કાય્રને કરી રહ્યા છો તો એ કાર્યને પૂરો કરવાની દરેક શક્ય કોશિશ કરો. મહિનાના ઉત્તરાર્ધમાં મહેનત વધુ કરવી પડશે. સતર્ક રહો. 
 
તુલા - આ રાશિના લોકોને શરૂઆતમાં આત્મવિશ્વાસ વધતો જોવા મળશે.  જેના ફળ સ્વરૂપ કરવામાં આવેલ કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.  સામાજીક માન સન્માન પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થશ્સે. બધી રીતે પરિણામ સારા પ્રાપ્ત થશે. જેનાથી મનના વિચારોમાં પણ સકારાત્મકતા આવશે સારા સમયના લાભને સો ટકા પ્રાપ્ત કરવા માટે દરેક નિર્ણય સમજી વિચારીને લો કારણ કે મહિનાના ઉત્તરાર્ધમાં નુકશાન થવાના સંકેત આપી રહ્યા છે. 
 
વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળાને આખો મહિનો ભાગ્યોદયકારી રહેશે. મહિનાના પૂર્વાર્ધમાં જ્યા સર્વકાર્ય સિદ્ધિ પ્રાપ્ત થશે તો બીજી બાજુ મહિનાના અંતમા ગ્રહ નક્ષત્રોના પ્રભાવથી લાભ મળશે.  આ મહિને કરવામાં આવેલ રોકાણ પણ લાભપ્રદ રહેશે.  બધા નિર્ણય સકારાત્મક ફળ જરૂર આપશે.  આ મહિને ધર્મ કર્મમાં પણ રસ રહેશે.  કોઈ એવા સમાચાર પણ તમને મળી શકે છે જે તમારા જીવનને સારા માર્ગ તરફ લઈ જશે. 
 
ધનુ - આ મહિને ધનુ રાશિવાળને ભાગ્યનો સાથ મેળવવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્ષે. પુણ્ય નાશથી બચવા માટે ધાર્મિક કાર્ય જરૂર કરો અને કોઈ ગરીબની મદ આ મહિને કરો.  મહિનાની શરૂઆતમાં અપમાનનો ડર કાયમ રહેશે.  શારીરિક કષ્ટ અને વાગવાની શક્યતા પરેશાન કરશે.  મહિનાના અંતમા મિત્રો તરફથી લાભ માન યશની પ્રાપ્તિ થશે. દરેક કાર્યમાં સફળતા મળશે. 
 
મકર - આ મહિનો મકર રાશિના જાતકો માટે પરેશાની લઈને આવી રહ્યો છે. શત્રુઓ સાથે ઝગડો થઈ શકે છે. અપમાનનો ભય કાયમ રહેશે.  કાર્યમાં અવરોધ અને કાર્ય વિલંબ સાથે પૂર્ણ થશે. જેનાથી મનમાં અશાંતિ કાયમ રહેશે.  અવકમાં કમી આવી શકે છે. અને ધન હાનિ થવાની પણ શક્યતા છે. તેથી આખો મહિનો સતર્કતાપૂર્વક અને સંયમ સાથે નિર્ણય લો અને કાર્યોનુ અમલીકરણ કરો. 
 
કુંભ - આ મહિને કુંભ રાશિના જાતકોને સુખમાં કમી આવશે. જીવનસાથી સાથે વિચારોના મતભેદ થશે.  તેથી વાદવિવાદમાં ન પડો  સાથે જ વાણી પર સંયમ રાખો.  કાર્યોને સફળ બનાવવામાં વિશેષ સંઘર્ષ કરવો પડી શકે છે.  કોઈપણ સ્થાનની યાત્રા જરૂરી ન હોય તો તેને આગળ સુધી સ્થગિત કરો.  કોઈ ખરાબ સમાચાર પણ આ સમયે મળી શકે છે. પોતીકા પારકા જેવો વ્યવ્હાર કરી શકે છે. 
 
મીન - આ મહિને મિશ્રિત અસર જોવા મળશે.  મહિનાની શરૂઆતમાં કાર્ય સિદ્ધિના પ્રબળ યોગ બની રહ્યા છે. માન સન્માન વધશે. શત્રુઓ પર વિજય પ્રપ્ત થશે. સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થશે. મહિનાના અંતમાં ધન અને માનહાનિના કારણે માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.  દામ્પત્ય જીવનમાં વૈમનસ્યની ઉત્પત્તિ થશે. જેને ખુદ પર કાબુ રાખીને દૂર કરી શકો છો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે આ વાસ્તુ ટિપ્સ