Webdunia - Bharat's app for daily news and videos

Install App

અશુભ મંગળને શુભ બનાવવા માટે કરો આ ઉપાય

અશુભ મંગળ
Webdunia
મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (11:02 IST)
ગ્રહોમાં મંગલને સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેથી કારણ કે મંગલ જો તમારા પર મેહરબાન હોય તો જીવનમાં દરેક બાજુ મંગળ જ મંગળ હોય છે. પણ કમજોર કે અશુભ મંગલ જીવનમાં અમંગળનુ ઝેર ઘોળી દે છે. અશુભ મંગલને શુભ અને અમંગલને કરનારા મંગલને મંગળકારી બનાવવા માટે કેટલાક ઉપાય કરવાથી સમસ્યાઓ દૂર થઈ જાય છે આવો જાણીએ ઉપાય 
 
જો મંગળને કારણે સંપત્તિ સંબંધી સમસ્યા હોય તો 
 
- કોઈપણ મંગળવારે એક ત્રિકોણી નારંગી રંગનો ધ્વજ લઈ આવો અને તેના પર લાલ રંગથી રામ લખો.  મંગળવારે જ જઈને આ ધ્વજને હનુમાન મંદિરમાં ચઢાવો તમારી સંપત્તિ પ્રાપ્તિની દરેક સમસ્યા દૂર થઈ જશે. 
 
 
જો મંગલ દોષને કારણે લગ્નમાં અવરોધ આવે તો 
 
- દર મંગળવારે ઉપવાસ કરો. આ દિવસે મીઠુ ન ખાશો  સાંજના સમયે હનુમાનજીના મંદિરમાં સિંદુર અને લાલ વસ્ત્ર અર્પિત કરો  ત્યારબાદ સુંદરકાંડનો પાઠ કરો  તમારા લગ્નના જલ્દી યોગ ઉભા થશે 
 
 
જ્યોતિષ મુજબ મંગળ જો તમારી કુંડળીમાં અશુભ થઈ જાય તો તે તમારા જીવનમાં ઉથલ પાથલ મચાવી શકે છે. તેથી  એ જાણવુ ખૂબ જરૂરી છે કે મંગળ ક્યારે અશુભ ફળ આપે છે. 
 
તો જાણૉ મંગળના અશુભ યોગ 
 
- અંગારક યોગ - કુંડળીમાં મંગળ રાહુ એક સાથે હોય તો અંગારક યોગ બને છે.  આ યોગ પ્રચંડ દુર્ઘટના ઓપરેહન અને લોહી સંબંધી ગંભીર સમસ્યા આપે છે.  આ ઓગ થવાથી પારિવારિક સંબંધ પણ ખરાબ થાય છે. જો આ યોગ કુંડ્ળીમાં હોય તો મંગળવારનો ઉપવાસ જરૂર કરો. દર મંગળવારે કાર્તિકેયની ઉપાસના કરો. 
 
જ્યોતિષ મુજબ જાતકને કંડળીમાં મંગળ 1, 4, 7, 8 કે 12 સ્થાન પર હોય તો મંગળ દોષ થાય છે.  આવી વ્યક્તિને માંગલિક કહેવામાં આવે છે. મંગળ દોષને ક્યારેય નજર અંદાજ કરશો નહી.  કારણ કે આ તમારા  જીવનમાં સમસ્યાઓ પેદા કરી શકે છે. તેથી લગ્ન પહેલા મંગળ દોષ માટે કુંડળી મેળવી લેવી ખૂબ જરૂરી છે.  
 
 
મંગળ ખરાબ હોય તો કરો આ ઉપાય 
 
આક્રમક મંગળ કમજોર હોય તો લાલ નંગ ધારણ કરો.. રક્ષાત્મક મંગળ કમજોર હોય તો સફેદ મંગળ ધારણ કરો  રક્ષાત્મક અને આક્રમક બંને મંગળની મજબૂતી માટે નારંગી નંગ ધારણ કરો. 
 
તાંબાના ગ્લાસમાં પાણી પીવો. 
લાલ રંગ કે રક્ષાસૂત્ર ધારણ કરો.   વડીલોના પગે  બંને હથેળીઓ સ્પર્શીને નમસ્કાર કરો. 
સૂર્ય સામે હનુમાન ચાલીસાનો પાઠ કરો 
હનુમાનજીની ઉપાસના કરો અને તેમને ચોલા ચઢાવો 
જો તમને તમારા જીવનને મંગલમય બનાવવુ છે તો મંગલની કમજોરી દૂર કરીને તેને મજબૂત બનાવવો પડશે

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

14 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિઓને ગ્રહો અને નક્ષત્રનો મળશે સાથ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

આગળનો લેખ
Show comments