શ્રાવણના મહિનામાં પૃથ્વી ચારેબાજુથી લીલીછમ મખમલી ચાદર ઓઢી લે છે. પ્રકૃતિની સમસ્ત કૃતિયો પોતાના સર્વોત્તમ સ્તર પર હોય છે. શિવ અને શ્રાવણ એકબીજાના પૂરક છે. જ્યા એક બાજુ સંઘારક શિવ છે તો બીજી બાજુ ઉત્તપત્તિકર્તા શક્તિ પ્રકૃતિના રૂપમાં પૃથ્વી પર વિદ્યમાન છે અને બૃહસ્પતિ દેવ ધર્મ અને જ્ઞાનના પ્રદાતા બની સર્વજનના મનમાં ભક્તિ જ્ઞાન અને નિષ્ઠા પ્રદાન કરે છે.
તાડકેશ્વર મહાદેવની પૌરાણિક માન્યતા - શિવ પુરાણ મુજબ તાડકાસુર તાડ નામના અસુર (તાડ વૃક્ષ)નો પુત્ર અને તારાનો ભાઈ હતો. તાડકાસુરે બ્રહ્મા પાસેથી વરદાન મેળવવ માટે ઘોર તપ કર્યુ અને તેમને પ્રસન્ન કરીને બે વરદાન પ્રાપ્ત કયા. તડાકસુર બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યા પછી વધુ અત્યાચારી થઈ ગયો કારણ કે બ્રહ્માજીના વરદાન મુજબ તાડકાસુરનો વધ મત્ર શિવ પુત્ર જ કરી શકતો હતો. તેથી કાર્તિકેયનો જન્મ થયો. જેમણે તાડકાસુરનો વધ કર્યો. કથામુજબ વિવાહ પછી જ્યારે ભગવાન શંકર અને મા પાર્વતી કૈલાશધામમાં રમણ કરવા લાગ્યા. કાર્તિકેયનો જન્મ થયો અને દેવતા પણ પ્રફુલ્લિત થયા. કુમારનો જન્મ ગંગામાં થયો અને પાલન કૃતિકા વગેરે છ દેવીઓએ કર્યુ. તડકાસુરે આતંકની અતિ કરી. ઈન્દ્ર, વીરભદ્ર અને પ્રમથગણોને યુદ્ધમાંથી ભાગવા વિવશ કરી દીધા. ભગવાન વિષ્ણુ પણ વ્યથિત થઈ ગયા. ત્યારે બ્રહ્માજીએ કાર્તિકેયનુ આહ્વાન કર્યુ. કાર્તિકેયે માતા-પિતાને પ્રણામ કરી કાંતિમતિ શક્તિને હાથમાં લઈને તાડકાસુર પર ભીષણ પ્રહાર કર્યો. જેનાથી તેના અંગ ક્ષત-વિક્ષત થઈ ગયા અને ધરતી પર નિષ્પ્રાણ થઈને પડી ગયો.
રૂદ્ર સંહિતા મુજબ તાડકેશ્વર મહાદેવનો સંબંધ તાડના વૃક્ષા સાથે છે. માન્યતા મુજબ તાડકાસુર વધ પછી ભગવાન શંકર આ સ્થાન પર વિશ્વામ કરવા બેસ્યા હતા. જ્યા માતા પાર્વતીએ જોયુ કે ભગવાન શિવને સૂર્યની ગરમી લાગી રહી છે. તો માતા પાર્વતીએ સ્વયં દેવદારના વૃક્ષોનુ રૂપ ધારણ કર્યુ અને ભગવાન શંકરને છાયા પ્રદાન કરી. તાડકેશ્વર મહાદેવના આંગણમાં આજે પણ સાત તાડના ઝાડ વિરાજમાન છે. રામાયણમાં પણ તાડકેશ્વરનુ વર્ણન પવિત્ર તીર્થના રૂપમાં મળે છે. અહી બાબા તાડકેશ્વર મહાદેવ પાસે લોકો અપની માનતાઓ લઈને આવે છે. ભગવાન ભોલેનાથ ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા. તાડકેશ્વર મહાદેવ તાડના વિશાળ વૃક્ષો વચ્ચે સ્થિત પૌરાણિક મંદિર છે. અહી આવવા માત્રથી શાંતિ મળે છે. તાડકેશ્વર મહાદેવ મંદિર જનપદ પૌડી ગઢવાલના રિખણીખાલ વિકાસખંડથી લગભગ પચ્ચીસ કિલોમીટર વાંજ અને બુરાંશના જંગલો વચ્ચે ચખલિયાખાંદથી લગભગ 7 કિલોમીટર ઉત્તર પૂર્વમાં આવેલ છે.
શ્રાવણના ગુરૂવારનો ઉપાય - શ્રાવણના ગુરુવારે પીળા રંગના કપડા પહેરી, શિવ પૂજા માટે પીળા આસનનો ઉપયોગ કરો. શુદ્ધ ઘીમાં હળદર મેળવી દિપક કરો. ધૂપ સળગાવો. પીળા ફૂલ ચઢાવો. ચંદનથી શિવલિંગ અથવા મહાદેવના ચિત્ર પર ત્રિપુંડ બનાવો. કેસર મેળવેલું દૂધ શિવલિંગ તથા મહાદેવના ચિત્ર પર અર્પણ કરો. પીતળના લોટામાં પાણી અને મધ મેળવી શિવલિંગનો અભિષેક કરો અથવા મહાદેવના ચિત્ર પર પર્ણ ચઢાવો. ભોગના રૂપમાં કેળા અર્પણ કરો અને તાડકેશ્વર શિવને મંત્રની એક માળાનો જાપ કરો.