Webdunia - Bharat's app for daily news and videos

Install App

Daily astro- જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (23/05/2017)

Webdunia
મંગળવાર, 23 મે 2017 (04:08 IST)
મેષ- પરિવાર અને કાર્યના ક્ષેત્રમાં સમજપુર્વક વ્યવહારથી સંઘર્ષ ટળશે.  વાણી પર નિયંત્રણ ન હોવાથી કોઇની સાથે વાદવિવાદ કે ઝઘડો કરી બેસવાની સંભાવના છે. સ્ત્રી વર્ગથી લાભ થશે. મન ની  ઉદાસી તમને નકારાત્મક વિચાર લાવશે.  ઘન ખર્ચ વઘશે.ખાવા પીવામાં સંયમ રાખવો પડશે.

 વૃષભ- વિચારોની દૃઢતા સાથે આપ ખંતપૂર્વક કામ કરશો. વ્‍યવસ્થિત રીતે આર્થિક બાબતોનું આયોજન કરી શકશો. આપની કલાત્‍મક સૂઝને નિખારી શકશો. વસ્‍ત્રો, આભૂષણો સૌંદર્ય પ્રસાધનો અને મનોરંજન પાછળ ખર્ચ થાય. કૌટુંબિક સુખ શાંતિ જળવાશે. શ્રેષ્‍ઠ દામ્‍પત્‍યસુખની અનુભૂતિ કરશો. ધનલાભની આશા રાખી શકે.

મીથુન-તમારી વાણી કે વર્તણૂક આજે કોઇ સાથે ગેરસમજ કરે તેવી શક્યતા છે. કુટુંબીજનો તેમજ સગાંસંબંધીઓ સાથે ખૂબ સંભાળીને રહેવું ૫ડશે. માંદગી અને અકસ્‍માતના યોગ હોવાથી તે અંગે સાવધાની રાખવી. માન પ્રતિષ્‍ઠાને હાનિ ૫હોંચે. ખર્ચનું પ્રમાણ વધશે. વિશેષ કરીને મોજશોખ તેમજ મનોરંજન પાછળ ખર્ચ થાય. મગજ શાંત રાખવા જણાવે છે.
કર્ક-આર્થિક આયોજનો અને નવા કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ દિવસ છે. વેપાર ધંધામાં લાભ, નોકરીમાં બઢતી અને આવક સ્‍ત્રોતોમાં વધારો થતાં આપ ખૂબ આનંદ અને સંતોષની લાગણી અનુભવશો. મિત્રો, ૫ત્‍ની, પુત્ર વગેરે તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્યો થાય. પ્રવાસ તેમજ લગ્‍નયોગ છે. પ્રણય માટે અનુકૂળ દિવસ. ઉત્તમ લગ્‍નસુખ માણી શકશો.
સિંહ-નોકરી તેમજ વ્‍યવસાયના ક્ષેત્રે લાભદાયક અને સફળ દિવસ છે. આપના કાર્યક્ષેત્રમાં આપ વર્ચસ્‍વ અને પ્રભાવ જમાવી શકશો. ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળથી આપનું કાર્ય સરળતાથી પાર ૫ડે. ઉ૫રીઓ દ્વારા કામની કદર થશે. બઢતીની શક્યતાઓ રહે. પિતાની લાભ થાય. જમીન, વાહન સંબંધી કામકાજો માટે અનુકૂળ સમય છે. સ્‍પોર્ટસ અને કલાક્ષેત્રમાં પ્રતિભા દેખાડવા માટે શ્રેષ્‍ઠ સમય
કન્યા-આપનો આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ૫સાર થાય. કોઇ ‍તીર્થસ્‍થાનની મુલાકાત લેવાના સંજોગો ઉભા થાય. વિદેશગમન માટેની તક સર્જાય. ભાઇભાંડુઓથી લાભ થશે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળીને રહેવું. આર્થિક લાભ મળે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાશે.
તુલા-આકસ્મિક ધનલાભનો દિવસ છે. આધ્‍યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ સિદ્ઘિઓ મેળવવા માટે શ્રેષ્‍ઠ દિવસ છે. એમ છતાં, નવા કામ શરૂ ન કરવું. આરોગ્‍યની કાળજી લેવી ૫ડશે ? હિતશત્રુઓ આપનું સહિત કરવાના પ્રયાસો કરશે. જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું ઇશ્વરભક્તિ અને ઉડી ચિંતનશક્તિ મનને શાંતિ આપશે.
વૃશ્વિક-રોજિંદી ઘટમાળની પ્રવૃત્તિઓમાં આજે ૫રિવર્તન આવશે. આજે આપ મોજમજા અને મનોરંજનની દુનિયામાં ફરવાના મૂડમાં હશો. એમાં મિત્રો, કુટુંબીજનોનો સંગાથ મળશે. જાહેરજીવનમાં આપના માન આબરૂ વધે. નવાં વસ્‍ત્ર ૫રિધાન અને વાહનસુખની પ્રાપ્તિ થાય. ભાગીદારીથી લાભ. દાં૫ત્‍યજીવનની શ્રેષ્‍ઠ ક્ષણોનો અનુભવ કરશો. પ્રીયજનની મુલાકાત અને ધનલાભ થાય.
ઘન-નોકરિયાત વર્ગ માટે લાભનો દિવસ છે. આર્થિક લાભની શક્યતા છે. ઘરમાં આનંદનું વાતાવરણ રહે. નોકરો અને સહકર્મચારીઓ આપને મદદરૂ૫ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય
મકર- કલા, સાહિત્‍ય ક્ષેત્રમાં રૂચિ ધરાવતી વ્‍યક્તિઓ આજે પોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ પ્રદાન કરી શકશે. આપની રચનાત્‍મક અને સર્જનાત્‍મક શક્તિઓનો ૫રિચય કરાવી શકશો. પ્રેમીઓ ૫રસ્‍પર ધનિષ્‍ઠતાનો અનુભવ કરશે. તેમની મુલાકાત રોમાંચક બને. શેરસટ્ટાથી લાભ થાય. સંતાનોના પ્રશ્‍નો ઉકલશે. મિત્રોથી લાભ થાય.
કુંભ- સ્‍વભાવમાં ભાવુક્તા વધારે હોવાથી માનસિક બેચેની રહે. આર્થિક બાબતોનું આયોજન થાય. માતા તરફથી વધુ પ્રેમ અને લાગણીનો અનુભવ થાય. સ્‍ત્રીઓને પ્રસાધનો, વસ્‍ત્રો કે આભૂષણોની ખરીદી પાછળ ખર્ચ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં સફળતા મળે. સ્‍વભાવમાં હઠીલાપણું રહે. જાહેરમાં માનહાનિ ન થાય તેનું ધ્‍યાન રાખવા
મીન- કાર્યમાં સફળતા મેળવવા અને મહત્‍વના નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ છે. આપના વિચારોમાં આજે સ્થિરતા રહેશે. જેથી કોઇ૫ણ કાર્ય સારી રીતે ઉકેલી શકશો. કલાકારોને પોતાની કળા પ્રદર્શ‍િત કરવાનો મોકો મળશે અને તેની કદર પણ થશે. જીવનસાથી સાથે વધુ નિકટતા અનુભવશો. મિત્રો સાથે નાની મુસાફરી કે ૫ર્યટન થશે. હરીફો પર વિજય મળે.

જરૂર વાંચો

Daily Rashifal 18 December - આજે મુશ્કેલી ભર્યો રહેશે આ રાશિવાળા નો દિવસ

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

વધુ જુઓ..

નવીનતમ

2 જાન્યુઆરીનું રાશિફળ - આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રહેશે યાદગાર, મળશે કોઈ સારા સમાચાર

Vastu Tips: વર્ષ 2025 ના પહેલા અઠવાડિયામાં કરો આ વાસ્તુ ઉપાય, આખુ વર્ષ મળશે લાભ, ઘરમાં રહેશે પોઝિટિવ એનર્જી

Lal Kitab Rashifal 2025: મીન રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Pisces 2025

Lal Kitab Rashifal 2025: કુંભ રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Aquarius 2025

Lal Kitab Rashifal 2025: મકર રાશી 2025 નું લાલ કિતાબ મુજબ રાશિફળ, ઉપાય, લકી નંબર | Capricorn 2025

આગળનો લેખ
Show comments