Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વનરક્ષક વર્ગ-3ની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે, પહેલી નવેમ્બરથી ઓનલાઈન ફોર્મ સબમીટ કરી શકાશે

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (16:07 IST)
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં જ સરકાર ધડાધડ નિર્ણયો કરવા માંડી છે. રાજ્ય સરકારના વનમંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-3ની વનરક્ષકની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે અઆશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે.વન વિભાગ હસ્તકની વનરક્ષક(બીટગાર્ડ)ની વર્ગ-3ની કુલ–823 જગ્યાઓ સીધી ભરતીથી કરાશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમીટ કરવાની પ્રક્રિયા પહેલી નવેમ્બરથી 15 નવેમ્બર સુધી ચાલશે.આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારો માટે  ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે.ફોર્મની ખરાઈ કર્યા પછી માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરિક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શકય તેટલી જલદી પરિક્ષા લઈ સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.આ પરીક્ષા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોએ પોતાના જરૂરી પ્રમાણપત્રો અધતન કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.રાજય સરકાર ઘ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરિક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખુબ જ પાયાની પોસ્ટ છે. આવા બીટગાર્ડ મળવાથી વનો,વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.અગાઉ વનરક્ષકની કુલ-334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ, વર્ગ-3ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરિક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે.આ 334 જગ્યાઓમાંથી સફળ ઉમેદવારો-283.જેમાં 48 જગ્યાઓ ખાલી રહી છે. જેમાં નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ 48 એમ મળી કુલ–823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments