Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જિલ્લા ફેર બદલી કરીને ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી વિદ્યાસહાયકોની ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય : જીતુભાઈ વાઘાણી

jitu vaghani
, બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (18:27 IST)
સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આ પરીક્ષા પ્રક્રિયા હાથ ધરી દેવાશે
*
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા HMAT ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવા નિર્ણય
*
પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિદ્યા સહાયક ભરતી અને ટેટ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પૈકી જિલ્લા ફેર બદલી માટે ૭૭,૯૫૩ જેટલી અરજીઓ પેન્ડીંગ છે. આ મુદ્દો નામદાર કોર્ટમાં હિયરિંગ ઉપર અંતિમ તબક્કામાં છે અને તેના ચુકાદા બાદ જિલ્લા બદલી અંગેની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે. જિલ્લા ફેર બદલીની અરજીઓ ઉપર નિર્ણય લેવાઈ ગયા બાદ રાજ્યમાં ખાલી રહેતી કુલ ૫,૩૬૦ જગ્યાઓ પૈકી ૨,૬૦૦ જગ્યાઓ ઉપર તાત્કાલિક અસરથી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. બાકી રહેલી જગ્યાઓ ઉપર સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ટેટ પરીક્ષા માટે પ્રક્રિયા હાથ ધરી દેવાનો શિક્ષણ વિભાગનો સંપૂર્ણ પ્રયત્ન છે. 
 
મંત્રીશ્રી વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં ટેટ-૧ની પરીક્ષા છેલ્લે વર્ષ-૨૦૧૮માં અને ટેટ-૨ની પરીક્ષા ઓગષ્ટ-૨૦૧૭માં લેવામાં આવી હતી. ત્યાર બાદ અલગ અલગ ભરતીમાં કુલ ૯,૪૮૮ જેટલા ઉમેદવારોને નિમણુંક આપવામાં આવી છે. છેલ્લા ૪ થી ૫ વર્ષમાં ટેટની પરીક્ષા લેવાઈ ન હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઉમેદવારોને અરજી કરવા માટે પુરતો સમય મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે અને પરીક્ષાની તૈયારી માટે પણ પુરતો સમય આપવામાં આવશે તે મુજબનું રાજય પરીક્ષા બોર્ડ ધ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
 
મંત્રીશ્રીએ HMAT અંગે વિગતો આપતા જણાવ્યું કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં આચાર્ય થવા માટેની પરીક્ષા છેલ્લે તા. ૦૮/૧૦/૨૦૧૭ ના રોજ લેવામાં આવી હતી તેમાં ૮૯૦૬ શિક્ષકોએ પરીક્ષા આપી હતી. ૫૯૨૮ શિક્ષકો પાસ થયા હતા તે પૈકી ૧૨૮૭ આચાર્યની ભરતી થયેલ છે. આ વર્ષે આ પરીક્ષા માટે ૭૮૧૫ શિક્ષકોએ અરજી કરી છે.
 
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા ભરતી સંબંધિત પરીક્ષાઓમાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની તક આપવામાં આવી છે. ઉમેદવારોની પાત્રતાની ચકાસણી નિમણૂક કરનાર ભરતી સમિતિના કાર્યક્ષેત્રમાં આવે છે. જેથી ભરતી સમિતિની ભરતી પ્રકિયા વખતે થનાર નિર્ણયને આધિન રહી ફોર્મ ભરેલ અને વેરિફિકેશન હાજર-ગેરહાજર તમામને તે યોગ્યતા ધરાવે છે તે શરતે શરતી HMATની પરીક્ષામાં બેસવા દેવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાકિસ્તાનથી આવેલા એક ફોનથી ગીર સોમનાથનું કોટડા ગામ હિબકે ચડ્યું,જેલમાં બંધ એક માછીમારનું મોત નીપજ્યું