Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈન્ડિયન આર્મીઁમાં અગ્નીવીર તરીકે જોડાવા તક, આ રીતે કરો એપ્લાય

indian army
, ગુરુવાર, 25 ઑગસ્ટ 2022 (11:08 IST)
ગુજરાતના યુવાનોની આર્મીમાં અગ્નીવીર તરીકે વધુમાં વધુ ભરતી થઇ શકે તે હેતુથી ઇન્ડિયન આર્મી રીક્રુટમેન્ટ રેલી ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ્સ કોપ્લેક્ષ, નવરંગપુરા,અમદાવાદ ખાતે ૧૫-ઓક્ટોમ્બર-૨૦૨૨ થી ૦૮-નવેમ્બર-૨૦૨૨ ના સમયગાળા દરમિયાન યોજાશે. આ ભરતી રેલીમાં ભાગ લેવા ઈચ્છુક ઉત્સાહી પુરુષ ઉમેદવારોએ તા. ૦૩-સપ્ટેમ્બર-૨૦૨૨ સુધીમાં www.joinindianarmy.nic.in પર ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે ફરજીયાત વેલીડ ઈ-મેઈલ આઈડી, એજ્યુકેશન સર્ટીફિકેટ, પર્સનલ ડિટેલ્સ, ડોમીસાઈલ સર્ટીફિકેટ, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે. 
 
ઇન્ડિયન આર્મી રેલી “અગ્નિવીર” જી.ડી. માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ૧૦ પાસ ૪૫% સાથે, “અગ્નિવીર” ટ્રેડસમેન માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ૧૦ પાસ, , “અગ્નિવીર” ટ્રેડસમેન (હાઉસકીપર, મેસ કીપર) માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૮ સે.મી હાઈટ, ૦૮પાસ, “અગ્નિવીર” ટેકનીકલ માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૭ સે.મી હાઈટ, ૧૨ સાયન્સ ૫૦% સાથે પાસ, “અગ્નિવીર”કલાર્ક માં જોડાવવા માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ ની ઉમર,૧૬૨ સે.મી હાઈટ, ૧૨ પાસ ૬૦% સાથે, પાસ કરેલ હોય તેવા પુરુષ ઉમેદવારો ઓનલાઈન એપ્લાય કરી શકશે. 
 
આથી ઓનલાઈન એપ્લીકેશન કર્યા બાદ ફીજીકલ ટેસ્ટ માટે ૧૮-સપ્ટેમ્બર-૨૨ થી ૨૫-સપ્ટેમ્બર-૨૨ માં ઉમેદવારના ઈ-મેઈલ અને મોબાઈલ પર મેસેજ આવશે, જેમાં ફીજીકલ એક્ઝામ ની તારીખ સમય વગેરે દર્શાવવામાં આવશે. આ બાબતે વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર) ની કચેરી, પ્રથમ માળ, બ્લોક-એ, બહુમાળીભવન, અસારવા, અમદાવાદ અથવા એ.આર.ઓ ઓફીસ અમદાવાદના હેલ્પ લાઈન નંબર ૦૭૯ – ૨૨૮૬૧૩૩૮ તેમજ ૯૯૯૮૫૫૩૯૨૪ પર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
 
મદદનીશ નિયામક-રોજગારની કચેરીમાં કો-ઓર્ડીનેટર તરીકે કામગીરીની તક
અમદાવાદ મદદનીશ નિયામકની કચેરી દ્વારા યુવાનોનું સંરક્ષણક્ષેત્રમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી પરિક્ષાલક્ષી નિવાસી તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમવર્ગના સમગ્ર સંચાલન માટે 45 દિવસ માટે કરાર આધારિત કામગીરી અર્થે રૂ. 20 હજારના ફીક્સ વેતનથી કો-ઓર્ડિનેટરની નિમણૂંક કરવા માટે સ્નાતક પૂરુષ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. વધુ માહિતી માટે મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, અમદાવાદ, બ્લોક-એ પ્રથમ માળ, અસારવા બહુમાળી ભવન, ગીરઘરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદને સંપર્ક કરી શકાશે તેમ મદદનીશ નિયામક(રોજગાર)એ એક યાદીમાં જણાવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રિયલટાઇમ ભૂકંપનો અનુભવ માણવો હોય તો કચ્છ પધારો, આ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે