Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ઈજનેરી કોલેજમાં પ્રવેશ પ્રતિબંધ : કોલેજની 4700 બેઠક ઘટાડાઈ

college gujarat
, ગુરુવાર, 4 ઑગસ્ટ 2022 (13:42 IST)
જીટીયુ દ્વારા કરાયેલા ઈન્સપેકશનમાં રાજ્યની 9 ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં સ્ટાફ અને સુવિધાઓ સહિતની ખામીઓ જણાતા આ વર્ષ માટે નો એડમિશન ઝોનમાં મુકાઈ છે.જ્યારે વિવિધ યુજી-પીજી અને ડિપ્લોમા કોર્સની 38 કોલેજોની બેઠકો ઘટાડી દેવાઈ છે.જેના પગલે 4775 બેઠકો ઘટી છે.ઉપરાંત 9 કોલેજો નો એડમિશન ઝોનમાં મુકાતા આ કોલેજોની વિવિધ બ્રાંચની મળીને ૨ હજારથી વધુ બેઠકો પણ ઘટશે.આમ આ વર્ષે હાલના તબક્કે વિવિધ ટેકનિકલ કોર્સમાં 6700 થી વધુ બેઠકો ઘટી છે. 
 
ડિગ્રી એન્જિનિયરીંગની 15 કોલેજોમાં વિવિધ બ્રાંચની 1295 બેઠકો, ડિપ્લોમાં એન્જિનિયરીંગની 18 કોલેજોમાં વિવિધ બ્રાંચની 3300 બેઠકો, ફાર્મસીની એક કોલેજની 60  બેઠકો, એમબીએની 3 કોલેજની 60-60 બેઠકો અને એમસીએની એક કોલેજની 60 બેઠક ઘટાડવામા આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

America News: અમેરિકામાં ભીષણ માર્ગ અકસ્માત, સાંસદ જૈકી વાલોરસ્કી સહિત ચાર લોકોના મોત