Webdunia - Bharat's app for daily news and videos

Install App

Infosysના સીઈઓ વિશાલ સિક્કાનું રાજીનામુ... પ્રવીણ રાવને મળી જવાબદારી

ઈફોસિસ
Webdunia
શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (11:05 IST)
ઈફોસિસના સીઈઓ અને એમડી વિશાળ સિક્કાએ શુક્રવારે રાજીનામુ આપી દીધુ. તેમના સ્થાન પર યૂબી પ્રવીણ રાવને ઈંટરિમ સીઈઓ થશે. કંપની બોર્ડે સિક્કાને એક્જીક્યુટિવ વાઈસ ચેયરમેન અપોઈંટ કર્યા છે. રાજીનામા પછી કંપનીના સ્ટોકમાં 6 ટકાથી વધુ ઘટાડો થયો છે.  રજીનામા પાછળ ઈંફોસિસના ફાઉંડર્સ અને બોર્ડ વચ્ચે ચાલી રહેલ વિવાદ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.  
 
ઇન્ફોસીસના સમાચાર શેરબજાર પર હાવી થતાં જ ધડાધડ તૂટ્યું અને સવારે 9.45 વાગ્યે બીએસઇ ખાતે સેન્સેક્સ 253 અંકના કડાકા સાથે 31541.95 પર ટ્રેડ થઇ રહ્યું હતું. એનએસઇ ખાતે  નિફ્ટી  69 અંક તૂટીને 9835 પર ટ્રેડ થઇ રહી હતી.
 
જો કે વિશાલ સિક્કાએ રેજિગ્નેશન લેટરમાં સારું કામ કરનારને સતત નજર અંદાજ કરવાનો આરોપ મૂકયો. તેમણે લેટરમાં લખ્યું કે કામમાં સતત રોડા નાંખવામાં આવી રહ્યાં હતા.
 
આવો જાણીએ સીઈઓ વિશાલ સિક્કાના રાજીનામા પાછળના કારણો 
 
-  ઇન્ફોસિસના સંસ્થાપકો તથા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની વચ્ચે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થયેલો વિવાદ શુક્રવારે ખુલીને સામે આવ્યો હતો. ત્યારે કંપનીના સહ સંસ્થાપક નારાયણ મૂર્તિએ કાર્યકારીઓના પગાર તથા કામકાજના મેનેજમેન્ટને લઈને સવાલ ઉભા કર્યા હતા.
 
- ત્યારે મૂર્તિએ કહ્યું હતું કે, હું એ સ્પષ્ટ કરવા માગું છું કે મેનેજમેન્ટ મને ચિંતિત નથી કરી રહ્યું. મને લાગે છે અમે સીઈઓ સિક્કાથી ખુશ છીએ. તે સારી રીતે કામ કરી રહ્યા છે. જોકે અમારામાંથી કેટલાક જેમ કે સંસ્થાપકો, વરિષ્ઠો તથા ઇન્ફોસિસના પૂર્વમાં જોડાયેલ લોકોને એ વાતની ચિંતા છે કે કામકાજના સંચાલન એટલે કે ગવર્નરન્સની કેટલીક વસ્તુઓ એવી છે જે વધુ શ્રેષ્ઠ હોઈ શકે તેમ હતી.
 
- મૂર્તિ તથા અન્ય બે સહ સંસ્થાપકો નંદન નીલેકણિ અને એસ ગોપાલકૃષ્ણને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પત્ર લખીને પૂછ્યું હતું કે સિક્કાનું પેકેજ આટલું બધું કેમ વધારવામાં આવ્યું અને કંપની છોડનારા બે ટોચના અધિકારીઓને કંપની છોડવા પર તગડું પેકેજ કેમ આપવામાં આવ્યું? સિક્કાને વિતેલા વર્ષે બેસીક પગાર, બોનસ અને લાભ તરીકે 48.7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે 2015માં તેમને બેસિક પગાર 4.5 કરોડ રૂપિયા હતો.
 
- મૂર્તિએ પૂર્વ સીએફઓ રાજીવ બંસલને કંપનીથી અલગ થવા પર 30 મહિનાનાં પેકેજ તરીકે 23 કરોડ રૂપિયા આપવા પર પણ સવાલ ઉભા કર્યા હતા. મૂર્તિએ એક ખાનગી સમાચાર ચેનલને કહ્યું હતું કે, ઇન્ફોસિસમાં બે સીએફઓ હતા જે કંપની છોડીને ગયા હતા. બોર્ડમાં અન્ય વરિષ્ઠ લોકો જેમ કે વરિષ્ઠ ઉપાધ્યક્ષ વગેરે હતા, જેની પાસે આવી પ્રતિસ્પર્ધી સૂચનાઓ હતી, પરંતુ અમે તેને કોઈ ચૂકવણી કરી હતી. તેના કારણે મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ.
 
- બજારમાં તે સમયે એવી અટકળો પણ હતી કે બંસલને આ પેમેન્ટ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તેની પાસે ઇન્ફોસિસને નુકસાન કરી શકે તેવી માહિતી હતી, મૂર્તિએ કહ્યું કે હું આશા રાખું છું કે આવો કોઈ મુદ્દો નહીં હોય. તેમણે કહ્યું કે, પૂર્વ અધિકારીઓ જેમ કે મોહન દાસ પઈ, અશોક વેમુરી, વી બાલકૃષ્ણન અને બી જી શ્રીનિવાસને પણ કંપનીથી અલગ થવા પર કોઈ પેકેજ આપવામાં આવ્યું ન હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments