Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JIO ધમાકા - રિલાયંસે લોંચ કર્યો 399 રૂપિયાનો પ્લાન... જાણો શુ છે ખાસ અને અન્ય પ્લાન

JIO ધમાકા - રિલાયંસે લોંચ કર્યો 399 રૂપિયાનો પ્લાન... જાણો શુ છે ખાસ અને અન્ય પ્લાન
, બુધવાર, 12 જુલાઈ 2017 (11:27 IST)
જો તમે રિલાયંસ જિયોના ગ્રાહક છો તો તમારે માટે એક સારા સમાચાર છે.  જિયો પોતાના યૂઝર્સ માટે એક નવો પ્લાન લઈને આવ્યો છે. કંપનીના નવા પ્લાનને પણ જિયો ધન ધના ઓફરના નામથી રજુ કર્યુ છે. જો કે સુવિદ્યાઓની વાત કરીએ તો આ પ્લાન છેલ્લી ઓફરથી બિલકુલ જુદા છે. 399વાળા આ ઓફરનો લાભ ઉઠાવવા માટે પ્રાઈમ મેંબરશિપનું હોવુ જરૂરી છે. 
 
આ પ્લાન હેઠળ 399 રૂપિયામાં 84 દિવસોની વૈદ્યતા સાથે 84 જીબી ડેટા મળશે. આ સાથે જ અનલિમિટેડ કૉલિંગ રોમિંગ ફ્રી અને ફ્રી મેસેજની સુવિદ્યા મળશે. આ પહેલા આ સુવિદ્યા જિયોના 309વાળા પ્લાનમાં આપવામાં આવી રહી હતી. આ પ્લાન 309 રૂપિયાવાળો પ્લાનના હિસાબથી 90 રૂપિયા સુધી મોંઘો છે. હવે 309 રૂપિયાવાળા પ્લાનમાં વૈદ્યતા ઘટીને 56 દિવસોની કરવામાં આવી છે. તેમા  પણ ગ્રાહકોને 1 GB ડેટા ફ્રી SMS અને અનલિમિટેડ કૉલિંગની સુવિદ્યા મળશે. કંપનીએ 309 રૂપિયાથી લઈને 999 રૂપિયા સુધીના પોસ્ટપેડ અને પ્રી-પેડ પ્લાનને અપડેટ કર્યા છે. 
 
નવા પ્લાન્સમાં 349 રૂપિયાનુ પેક આવ્યુ છે. જેના હેઠળ યૂઝર્સને 56 દિવસ માટે 20 GB 4G ડેટા મળશે. તેમા રોજ ડેટા યૂસેજની કોઈ સીમા નથી અને ડેટા ખતમ થયા પછી ઈંટરનેટ સ્પીડ 128 કેબીપીએસ સુધી ઓછી થઈ જશે. 
 
Jio ના પ્રીપેડ પ્લાન - 
 
19 રૂપિયા - તેમા પ્રાઈમ યૂઝર્સને અનલિમિટેડ વૉયસ કૉલ 200 MB ડેટા અને અનલિમિટેડ એસએમએસ આપવામાં આવશે. બીજી બાજુ નૉન-પ્રાઈમ યૂઝર્સને અનલિમિટેડ વૉયસ કૉલ 100 એમબી 4જી ડેટા અને અનલિમિટેડ એસએમએસ આપવામાં આવશે. આ પ્લાનની 1 દિવસનો રહેશે. 
 
49 રૂપિયા - આ પ્લાનમાં પ્રાઈમ યૂઝર્સને અનલિમિટેડ વૉયસ કૉલ 600 MB 4જી ડેટા અને અનલિમિટેડ એસએમએસ આપવામાં આવશે. બીજી બાજુ નૉન-પ્રાઈમ યૂઝર્સને અનલિમિટેડ વૉયસ કૉલ, 300 એમબી 4જી ડેટા અને અનલિમિટેડ એસએમએસ આપવામાં આવશે.  આ પ્લાન 3 દિવસ સુધી માન્ય રહેશે. 
 
96 રૂપિયા - તેમા પ્રાઈમ યૂઝર્સને અનલિમિટેડ વૉયસ કૉલ, અનલિમિટેડ ડેટા (7 GB સુધી 4જી સ્પીડ પર) અને અનલિમિટેડ એસએમએસ આપવામાં આવશે. આ પ્લાન હેઠળ યૂઝર્સને એક દિવસમાં 1 જીબી ડેટા 4જી સ્પીડ પર ઉપયોગ કરી શકશો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૂરતમાં વિજય રૂપાણીએ Amarnath યાત્રાળુઓને આપી શ્રદ્ધાંજલિ(Video)