SRH vs MI Live Score: આઈપીએલ 2023ની 25મી મેચ આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુંબઈ તરફથી કેમરન ગ્રીને સૌથી વધુ 64 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 160ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 6 ફોર અને 2 સિક્સ પણ ફટકારી. આ સિવાય તિલક વર્માએ પણ શાનદાર બેટિંગ કરી, તેણે 17 બોલમાં 37 રન બનાવ્યા. આ દરમિયાન તેણે બે ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા હતા. હૈદરાબાદ માટે આ લક્ષ્યનો પીછો કરવો આસાન નહીં હોય.
<
A special moment for young Arjun Tendulkar, who gets his first wicket in #TATAIPL and it is his captain Rohit Sharma, who takes the catch of Bhuvneshwar Kumar.
— IndianPremierLeague (@IPL) April 18, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
કેવા છે હેન્ડ ટુ હેન્ડ આંકડા
સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના હેન્ડ ટુ હેન્ડ આંકડા પર નજર નાખીએ તો બંને લગભગ સમાન છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 19 મેચ રમાઈ છે. જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સે 10 અને સનરાઈઝર્સ હૈદરાબાદે 9 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ આંકડાઓની મદદથી આ મેચનો અંદાજ લગાવવો સરળ નથી. આઈપીએલ 2023માં બંને ટીમોના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો, બંને ટીમો ચાર મેચ રમી છે જેમાં બંનેએ બે-બે મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 8માં અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 9માં સ્થાન પર છે. ઉલ્લેખનીય છે કે આજના દિવસે 15 વર્ષ પહેલા IPL જેવી મેગા ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી.