Webdunia - Bharat's app for daily news and videos

Install App

KKRના આ નિર્ણયે બદલી નાખ્યું મેચનું પરિણામ, હૈદરાબાદને મળી હાર, જાણો છેલ્લી ઓવરનો રોમાંચ

Webdunia
ગુરુવાર, 4 મે 2023 (23:00 IST)
Most Man of the Match awards for KKR
KKR vs SRH: IPL 2023 ની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ. આ મેચમાં KKRના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKR ટીમે હૈદરાબાદને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને હૈદરાબાદની ટીમ હાંસલ કરી શકી નહોતી. KKR માટે છેલ્લી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ અદભૂત પ્રદર્શન કર્યું. તેના કારણે જ કેકેઆરની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.
 
આ ખેલાડીએ કરી કમાલ
છેલ્લી ઓવરમાં હૈદરાબાદની ટીમને જીતવા માટે 9 રનની જરૂર હતી. ત્યારબાદ KKRના કેપ્ટન નીતિશ રાણાએ બોલ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને આપ્યો. છેલ્લી ઓવરમાં સ્પિનરને બોલિંગ કરાવવી એ કોઈ જોખમથી ઓછું ન હતું. છતા નીતિશે આ જોખમ ઉઠાવ્યું. સાથે જ  વરુણે અદ્ભુત બોલિંગ કરી. તેમણે છેલ્લી ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને અબ્દુલ સમદની વિકેટ પણ લીધી. હૈદરાબાદની ટીમને છેલ્લા બે બોલમાં 7 રનની જરૂર હતી, પરંતુ હૈદરાબાદનાં બેટ્સમેન વરુણની સામે ફ્લોપ થતા જોવા મળ્યા અને KKRએ 5 રનથી મેચ જીતી લીધી.
 
હૈદરાબાદને મળી હાર 
સનરાઈઝર્સ હૈદરાબાદ માટે ઓપનિંગ જોડી કોઈ કમાલ કરી  શકી ન હતી. અભિષેક શર્માએ 9 રન બનાવ્યા હતા. મયંક અગ્રવાલે 11 બોલમાં 18 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ 9 બોલમાં 20 રન બનાવ્યા હતા. આ પછી કેપ્ટન એડન માર્કરામ અને હેનરિક ક્લાસને બેટિંગ કરી હતી. જ્યારે આ બંને ખેલાડીઓ રમતા હતા. ત્યારે હૈદરાબાદની જીત નિશ્ચિત જણાતી હતી. પરંતુ આ બંને ખેલાડીઓ આઉટ થતાની સાથે જ હૈદરાબાદની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. માર્કરમે 40 બોલમાં 41 રન બનાવ્યા હતા. સાથે જ  હેનરિક ક્લાસે 20 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુક પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.  
 
KKR ટીમ માટે વરુણ ચક્રવર્તી ખૂબ જ કિફાયતી સાબિત થયા. તેમણે 4 ઓવરમાં 20 રન આપ્યા અને એક વિકેટ લીધી. બીજી બાજુ  વૈભવ અરોરા અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, અંકુલ રોયે 1-1 વિકેટ લીધી હતી. આ બોલરોના કારણે જ કેકેઆરની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.

KKRએ આપ્યો 172 રનનો ટાર્ગેટ  
સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે રહેમાનુલ્લાહ રન બનાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા. આ પછી વેંકટેશ અય્યર પણ માત્ર 7 રન જ બનાવી શક્યા હતા.  જેસન રોયે 20 રનનું યોગદાન આપ્યું હતું.  આ પછી સુકાની નીતિશ રાણા અને રિંકુ સિંહે KKRની ઇનિંગ સંભાળી હતી. આ બંને ખેલાડીઓએ સારી બેટિંગ કરી હતી. નીતિશે 42 રન બનાવ્યા હતા. સાથે જ  રિંકુ 46 રન બનાવીને આઉટ થયા હતા. આન્દ્રે રસેલે 24 રનની ઇનિંગ રમી હતી. અંકુલ રોયે અંતે 7 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે કેકેઆરની ટીમ 9 વિકેટના નુકસાન પર 171 રન બનાવી શકી હતી.
 
સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી માર્કે જેસન અને ટી નટરાજને 2-2 વિકેટ લીધી હતી. મયંક માર્કંડે, ભુવનેશ્વર કુમાર, એડન માર્કરામ, કાર્તિક ત્યાગીને 1-1 વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર અને માર્કો જેસન ઘણા મોંઘા સાબિત થયા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Vaishno Devi- વૈષ્ણોદેવી જતા ભક્તો માટે મહત્વના સમાચાર! હવે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

IPL 2025 Mega Auction: ભુવનેશ્વર કુમાર IPLમાં અમીર બન્યો, આ નવી ટીમને મળ્યો સપોર્ટ

IPL 2025 Mega Auction: - CSK માં સેમ કરન પરત ફર્યા, આટલા કરોડ રૂપિયા મળ્યા

25 લાખની લાંચ માંગી, કપડાં ઉતાર્યા… સુસાઈડ નોટમાં મહિલા વેપારીએ ડીએસપી પર ગંભીર આક્ષેપો કર્યા

IPL 2025 Mega Auction-બીજા દિવસે 493 ખેલાડીઓ પર બિડિંગ થશે

આગળનો લેખ
Show comments