Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GT vs DC IPL 2023 - GT ની તાકત જ બની કમજોરી, આઈપીએલમાં બીજીવાર થયો આવો દગો

hardik  pandya
, બુધવાર, 3 મે 2023 (12:48 IST)
GT vs DC IPL 2023 : આઈપીએલ 2023નો એક વધુ મુકાબલામાં હાર્દિક પડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઈંટસને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે હાર પછી પણ જીટીના આરોગ્ય પર વધુ અસર થઈ ન થી. ટીમ આઈપીએલ 2023ના પોઈંટ્સ ટેબલ એટલે કે અંક તાલિકા પર હજુ પણ નંબર વન પર કાયમ છે.  જીટીએ અત્યર સુધી આ સીજનમાં 9 મેચ રમી છે તેમથી ફક્ત ત્રણ હારી છે અને છ જીતી છે. ટીમ 12 અંક લ ઈને પોઈંટ્સ ટેબલમાં નંબર વનની ખુરશી પર કાયમ છે.  ટીમ પ્લેઓફની એંટ્રી પાસે ઉભી છે. બીજીબાજુ ડેવિડ વોર્નરની કપ્તાની વાળી દિલ્હી કેપિટ્લ્સ મેચ જીતીને પ્લેઓફમાંથી બહાર થવાની શકયતાઓ હાલ ટાળી દીધી. દિલ્હી કેપિટલ્સ હજુ પણ નંબર દસ પર જ છે, પરંતુ જો ટીમ અહીંથી સતત તમામ મેચ જીતે છે તો તે બાકીની ટીમોને પાછળ છોડી શકે છે. દરમિયાન, મંગળવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે રનનો પીછો કરતી વખતે હારનો સામનો કરવો પડ્યો છે, જે સામાન્ય રીતે જોવા મળતો નથી
 
આઈપીએલ ઈતિહાસમાં ગુજરાત ટાઈટંસ રનોનો પીછો કરતા બીજી વાર હારી  
 
આઈપીએલમાં ગુજરાત ટાઈટંસની આ બીજી સીજન છે. ટીમે આઈપીએલ 2022માં ડેબ્યુ કર્યુ અને પહેલા જ વર્ષે ખિતાબ પર કબજો કરી લીધો. ત્યારબાદ આ વર્ષે પણ ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે. આઈપીએલના આ નાનકડા ઈતિહાસમાં બીજી વાર જ એવુ થયુ છે કે ગુજરાત ટાઈટંસ રનોનો પીછો કરવા મેદાનમાં ઉતરી હોય અને હારી ગઈ હોય.  આ પહેલા વર્ષ 2022ના આઈપીએલમાં પણ એકવાર થયુ હતુ. ત્યારે રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈંડિયંસે તેને ટારગેટનો પીછો કરવા દીધો નહોતો અને હવે દિલ્હી કૈપિટલ્સે પણ એ જ ઈતિહાસ દોહરાવ્યો છે. ગુજરાત ટાઈટંસની ગયા વર્ષથી જ આ તાકત રહી છે કે તે એ ધારે એટલો મોટો ટારગેટ ચેઝ કરી શકે છે. પરંતુ મંગળવારે રમાયેલ રમતમાં આ તાકત ક્યાક ને ક્યાક કમજોરી બની ગઈ. 
 
 હાર્દિક પંડ્યા ક્રિઝ પર હાજર છતા પણ જીટીને મળી હાર 
 
ગુજરાત ટાઈટંસને ત્યારે હારનો સામનો કરવો પડ્યો જ્યારે કપ્તાન હાર્દિક પંડ્યા પોતે અંત સુધી ક્રીજ પર હાજર રહ્યા અને અણનમ રહ્યા. પરંતુ જ્યારે અંતિમ ઓવર ચાલી રહી હતી ત્યારે હાર્દિક પંડ્યાને ફક્ત બે બોલ રમવાની તક મળી.  પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટના નુકશાન પર 130 રન બનાવ્યા અને જીટી સામે 131 રનનુ લક્ષ્ય હતુ. ત્યારે કોઈએ પણ વિચાર્યુ નહોતુ કે આ મેચ ગુજરાત ટાઈટંસની ટીમ હારી જશે.  પરંતુ લોસ્કોરિંગ મેચમાં આવુ થઈ જાય છે.  ટીમને અંતિમ ઓવરમાં જીતવા માટે 12 રન જોઈતા હતા અને ક્રીઝ પર હાર્દિક પંડ્યા અંબે રાહુલ તેવટિયા હતા. આ બંને ખેલાડી એવા જે ફક્ત બે જ બોલમાં રમત પુરી કરી શકતા હતા. રાહુલ તેવતિયા આપહેલા એનરિક નોર્ખિયાને સતત ત્રણ સિક્સર લગાવી ચુક્યા હતા.  આ પછી કેપ્ટન ડેવિડ વોર્નરે બોલ ઈશાંત શર્માને આપ્યો, તેણે પહેલા બે બોલમાં ત્રણ રન આપ્યા અને ત્રીજા બોલમાં ડોટ લગાવ્યો. આનાથી રાહુલ તેવટિયા પર બાઉન્ડ્રીનું દબાણ આવ્યું અને તે ચોથા બોલ પર આઉટ થયો. આ પછી રાશિદ ખાન આવ્યો જેણે ઘણી વખત પોતાની ટીમને સમાન પરિસ્થિતિઓમાં જીત અપાવી છે. પરંતુ તે છેલ્લા બે બોલમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો અને દિલ્હી કેપિટલ્સે પાંચ રનથી મેચ જીતી લીધી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

GoFirst Flights Ticket Refund: તમામ GoFirst ફ્લાઇટ્સ રદ, તમે પણ બુકિંગ કરાવ્યું છે તો મળશે રિફંડ