Webdunia - Bharat's app for daily news and videos

Install App

CWG 2018 - એક સમયે ઘી ખાવા માટે પણ પૈસા નહોતા... બજરંગે આ રીતે મેળવ્યો ગોલ્ડ મેડલ

Webdunia
શુક્રવાર, 13 એપ્રિલ 2018 (16:50 IST)
પહેલવાર બજરંગ પૂનિયાએ ભારતને 17મો ગોલ્ડ મેડલ અપાવ્યો. પુરૂષોના 65 કિલોગ્રામ વર્ગમાં તેમણે જોરદાર પ્રદર્શન બતાવતા આ સ્વર્ણિમ જીત નોંધાવી. બજરંગનો આ બીજો કૉમનવેલ્થ પદક છે. આ પહેલા તેમને 2014 ગ્લાસ્ગો કૉમનવેલ્થ રમતમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
 
આ રીતે જીત્યો ગોલ્ડનો મુકાબલો 
 
બજરંગે પુરૂષોની 65 કિલોગ્રામ વર્ગ સ્પર્ધાની ફાઈનલમાં વેલ્સ કે કેન ચૈરિગને એકતરફા મુકાબલે 10-0થી હાર આપી.  બજરંગે આ જીત રિયો ઓલંપિકના કાંસ્ય પદક વિજેતાને હાર આપીને મેળવી. ભારતીય પહેલવાને શરૂઆતથી જ પોતાના પ્રતિદ્વંદી પર શિકંજો કસવો શરૂ કરી દીધો. 
તેમણે ચૈરિંગને હાથોથી જકડીને પટકો અને બે અંક લીધા. આ અવસ્થામાં તેમણે વેલ્સના પહેલવાનનો રોલ કરી બે અંક વધુ લેતા 4-0ની બઢત બનાવી લીધી. આ શૈલી અન્ય રીતે બજરંગે ચાર અંક વધુ લીધા. છેવટે બજરંગે ચૈરિંગને ચિત્ત કરતા 10 અંક સાથે ગોલ્ડ જીત્યુ. 
 
મુશ્કેલ પરિસ્થિતિમાં ઉછર્યા છે બજરંગ 
 
બજરંગને કુશ્તી વારસામાં મળી. તેમના પિતા બલવાન પૂનિયા પોતાના સમયના જાણીતા પહેલવાન રહી ચુક્યા છે. પણ ગરીબીએ તેમના કેરિયરને આગળ ન વધવા દીધુ. કંઈક આવુ જ બજરંગ સાથે થય્   બજરંગના પિતા પાસે પણ પોતાના પુત્રને ઘી ખવડાવવાના પૈસા નહોતા. એ માટે તેઓ બસનુ ભાડુ બચાવીને સાઈકલથી જવા આવવા લાગ્યા.   જે પૈસા બચતા તે તેઓ પોતાના પુત્રના ખાવા પર ખર્ચ કરતા હતા.  આવી પરિસ્થિતિમાં ઉછરીને બજરંગે પહેલવાની દુનિયામાં દેશનુ નામ રોશન કર્યુ. 
 
 
છત્રસાલ સ્ટેડિયમમાં સીખ્યા કુશ્તીના ગુર - 24 વર્ષના બજરંગ પૂનિયાએ દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં કુશ્તીના ગુર સીખ્યા અને હવે તેઓ દેશનો પરચમ લહેરાવી રહ્યા છે. હરિયાણાના બજરંગે 2014માં કૉમનવેલ્થ રમતમાં 61 કિલોગ્રામ વર્ગમાં રજત જીત્યો હતો અને આ વખતે તેઓ  આ રમતમાં પોતાના પદકનો રંગ બદલવામાં સફળ રહ્યા. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

Blast in Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં પીવીઆર થિયેટર પાસે બ્લાસ્ટ

ISKCON Ban in Bangladesh - બાંગ્લાદેશમાં ઈસ્કૉન મંદિર કેમ ટારગેટ પર છે ? ત્યા તેના કેટલા મંદિર અને સંપત્તિઓ

Death Threat to PM Modi: પીએમ મોદીને મળી જાનથી મારવાની ધમકી, પોલીસને ફોન પર કહ્યુ - પ્લાન તૈયાર થઈ ચુક્યો છે, બસ...

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

આગળનો લેખ
Show comments