. 21માં કોમનવેલ્થ રમતના સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓએ શાનદાર રમતનુ પ્રદર્શન કર્યુ. ઓમ પ્રકાશ મિથરવાલે પુરૂષોની 50 મીટર પિસ્ટર સ્પર્ધામાં કાંસ્ય પદક જીત્યો. આ મિથરવાલનો બીજો પદક છે. આ પહેલા પણ તેમણે 10 મીટર સ્પર્ધામાં પણ કાંસ્ય પદક જીત્યો હતો. તેમણે ક્કુલ 201.1 સ્કોર સાથે બ્રોંઝ પર કબજો જમાવ્યો. બીજી બાજુ જીતૂ રાયે નિરાશ કર્યા. તેઓ 105નો સ્કોર કરીને પહેલા જ પદકની દોડમાંથી બહાર થઈ ગયા. જીતૂએ 10 મીટર સ્પર્ધામાં સુવર્ણ પદક પોતાને નામે કર્યો હતો.
ભારતે અત્યાર સુધી 11 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે કે સિલ્વર ફક્ત ચાર અને સાત કાંસ્ય પદક સાથે ભારતના કુલ પદકોની સંખ્યા 22 થઈ ગઈ છે. અંક તાલિકામાં ભારત હજુ પણ ત્રીજા સ્થાન પર કાયમ છે.
રમતમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાન પર છે. સાતમા દિવસે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 51 ગોલ્ડ 38 સિલ્વર અને 43 બ્રોંઝ મેડલ મેળવ્યા છે. બીજા નંબર પર 76 પદક લઈને ઈગ્લેંડે કબજો કાયમ રાખ્યો છે.