Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પોલીસનો સપાટોઃ જાણો કેટલા દિવસમાં કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું અને કેટલા આરોપી ઝડપાયા

Webdunia
મંગળવાર, 15 સપ્ટેમ્બર 2020 (14:11 IST)
ગુજરાત રાજ્યના DGP આશિષ ભાટિયા જયારે ડીજીપી બન્યા હતા ત્યારે તેમને  ડ્રગની હેરાફેરી કરતા લોકોને જેલ પાછળ મોકલવાની પણ વાત હતી. જેના ભાગ રૂપે 5થી 25 સપ્ટેમ્બર 2020 સુધી માદક પદાર્થ અને અન્ય નાશની વસ્તુઓને લઈ સ્પેશ્યલ ડ્રાઈવનો આદેશ કર્યો હતો. જેના ભાગ રૂપે છેલ્લા નવ દિવસમાં જ પોલીસે રાજયમાંથી 1.23 કરોડની કિંમતનું ડ્રગ પકડી પાડ્યું છે અને જેમાં કુલ 23થી વધુ આરોપીઓ પણ પકડી પાડ્યા છે. રાજયમાં કુલ 26થી વધુ કેસો પણ કરવામાં આવ્યા છે. પીઆઈટી હેઠળ પણ 2 કેસો કરવામાં આવ્યા છે અને આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે. જોકે તેની સાથેસાથે રાજયમાં પકડી પાડવામાં આવેલા માદક દ્રવ્યો બદલાઈ ના જાય અથવા ચોરી ના થાય તેને ધ્યાનમાં રાખી નાશ નિકાલ માટે એક કમિટિની રચના પણ કરવા માં આવી છે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાઓ અને શહેરોમાં સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથો સાથ કલમ 68(એફ) મુજબ પણ એક કેસ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, ડ્રગ જેવા કેસોમાં રાજય સરકાર બાતમી દારો અને પોલીસને ઇનામ મળે તે માટે ઈનામ યોજના માટે પણ વિચારી રહી છે અને જેનાથી વધુ કેસો થઈ શકે છે.મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડ રૂપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. અમદાવાદના સીટીએમ પાસેથી ચાર આરોપીની ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. આ આરોપીઓ ફિરોઝ નામના પોલીસકર્મીને સાથે રાખીને ડ્રગ્સની ડિલીવરી કરતા હતા. ત્યારે ડ્રગ્સની હેરાફેરીમાં મોટો રોલ ભજવતા પોલીસકર્મીની પણ ધરપકડ કરાઈ છે. ફિરોઝ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપીઓ મુંબઈથી ડ્રગ્સ લાવતા હતા. વર્ષ 2019મા શહેઝદ નામના શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. શહેઝાદ પેરોલ જમ્પ કરી ફરી ડ્રગ્સનો વ્યવસાય કરતો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mumbai news- વોટ્સએપ પર બ્લોક થતાં પાયલટની ગર્લફ્રેન્ડે કરી આત્મહત્યા, બોયફ્રેન્ડની ધરપકડ

બાંગ્લાદેશમાં ઇસ્કૉન પર પ્રતિબંધની માગ ઊઠી, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી

Jharkhand CM- ઝારખંડના મુખ્ય મંત્રી તરીકે હેમંત સોરેન આજે લેશે શપથ

ચેતેશ્વર પૂજારાના સાળા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને બળાત્કારની ફરિયાદ

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના કેન્દ્રમાં મોટો અકસ્માત, બે મહિલા અધિકારીઓ ડૂબી ગયા; એકનું મૃત્યુ

આગળનો લેખ
Show comments