Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kitchen Hacks: 4-5 દિવસમાં સડી જાય છે ટામેટા ? તો જાણો તેને 20-25 દિવસ સ્ટોર કરવાની બેસ્ટ રીત

tometo
Webdunia
મંગળવાર, 16 જુલાઈ 2024 (15:17 IST)
અનેકવાર ટામેટાના ભાવ ખૂબ વધી જાય છે. આવામાં આપણે સ્ટૉક કરવાના ચક્કરમાં ટામેટા વધુ લઈ આવે છે, પણ આ એવી વસ્તુ છે કે જો તમે તેને યોગ્ય રીતે નહી મુકો તો આ 3-4 દિવસમાં જ સડવા માંડે છે અને ખરાબ થઈ જાય છે. તેથી અમે તમને એવી ખાસ ટ્રિક્સ વિશે બતાવી રહ્યા છે જેનાથી તમે તેને 20થી 25 દિવસ સુધી સાચવીને મુકી શકો છો. 
 
 
1. સૌથી પહેલા તમે માર્કેટમાંથી ટામેટા લઈને આવો તો તેને વોશ કરો 
2. ત્યારબાદ ટામેટાને સ્વચ્છ કપડાથી લૂછી લો 
3.  સ્વચ્છ કપડાથી સાફ કર્યા બાદ ટામેટાના ઉપરનો ભાગ જેને ટામેટાની આઈસ પણ કહેવાય છે તેને ખાવા ન જોઈએ અને તેમા જ હવા જાય છે. જેને કારણે ટામેટા સડવા માંડે છે.  તેથી આ ટામેટાની આઈસને પૈક કરવાના છે. 
 
જાણો કેવી રીતે કરો પૈક ?
 
ટામેટાની આઈસને પૈક કરવાની બે રીત છે. પહેલી રીત છે કે મીણબત્તીની ડ્રોપ ટામેટાના આઈસ પર  પાડતા રહો. જેથી ઉપરનો ભાગ પેક થઈ જશે અને ટામેટા બિલકુલ નહી સડે. 
 
તેનાથી પણ સારી એક રીત છે એ છે ટેપ, જે મોટેભાગે દરેક ઘરમાં મળી જાય છે. દુકાન પરથી સહેલાઈથી ખરીદી શકાય છે. તમે આ ટેપને ટામેટાની આઈસ પર લગાવી દો. બસ એક વાતનુ ધ્યાન રાખો કે ટામેટાની આઈસ એકદમ બંધ હોવી જોઈએ. આ માટે તમારે 3-4 વાર ટેપ લગાડવી પડશે. 
 
ત્યારબાદ તમે કોઈ બોક્સ કે પોલિથિન બૈગમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તમારા આ ટામેટા 20-25 દિવસ આરામથી ચાલશે. જ્યરે તમને જરૂર પડે તો ટામેટા કાઢીને તેને ધોઈને આઈસ કાપીને જ તેનો ઉપયોગ કરો. 
 
મીઠુ અને હળદરથી પણ ટામેટાને સ્ટોર કરવામાં મળશે રાહત 
 
ટામેટાને લાંબા સમય સુધી સ્ટોર કરવાની એક વધુ રીત છે. સૌથી પહેલા તમે એક વાસણમાં પાણી લો. આ પાણીમાં 1 ચમચી મીઠુ નાખી દો.  ત્યારબાદ અડધી ચમચી હળદર નખી દો. આ પાણીમાં ટામેટાને સારી રીતે વોશ કરી લો.  તમે તેને વિનેગરના પાણીમાં પણ વૉશ કરી શકો છો. ત્યારબાદ સ્વચ્છ કપડાથી ટામેટાને સારી રીતે લૂંછી લો અને પછી કોઈ પોલિથિન બેગ કે બોક્સમાં મુકીને ફ્રિજમાં મુકી દો. તેનો એક ફાયદો એ પણ છે કે આ પાણીથી ધોવાથી કિટાણુ પણ સાફ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘોલપુરમાં પાર્વતી નદીમાં વહી ગઈ 35 ભેંસ, બાંધ નુ પાણી છોડતા વહી ગઈ.. 4 ના મોત

ગાઢ જંગલમાં સંતાયા હતા પહેલગામના આતંકવાદીઓ, ભારતીય સેનાએ આ રીતે કર્યા ઠાર... જાણો ઓપરેશન મહાદેવની ઈનસાઈડ સ્ટોરી

રમતા-રમતા ગયો જીવ, હૈદરાબાદમાં બેડમિંટન રમતા 25 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક

ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૫૬ બાળકો દત્તક લેવાયા, ૪૪ ટકા દીકરાઓ

વહુ સુંદર હતી, જેઠ અને બનેવીનું મન વિચલિત થઈ ગયું, મહિલાએ કહ્યું- 'સાહેબ, તે રોજ મારી સાથે...', પતિ પણ વીડિયો બનાવ્યો અને તેના મિત્રોને બતાવ્યો.

વધુ જુઓ..

ધર્મ

નાગ પંચમીના દિવસે આ વસ્તુઓનુ દાન કરવુ રહે છે શુભ, અનેક કષ્ટોથી મળે છે મુક્તિ

Nag panchami 2025 - નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

Pregnancy and Snake Myths: શું ગર્ભવતી સ્ત્રીને જોયા પછી સાપ આંધળા થઈ જાય છે

Shrawan No Pahelo Somwar : શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સૌથી પહેલા શિવલિંગ પર આ 5 વસ્તુઓ કરો અર્પણ, ભગવાન ભોલેનાથ દરેક સમસ્યા કરશે દૂર

આગળનો લેખ
Show comments