rashifal-2026

Weight Loss - 15 દિવસમાં વજન ઓછુ કરશે આ 4 ડ્રિંક

Webdunia
વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે... આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહી અમે કેટલાક પીણા આપ્યા છે જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.

ઘરેલું પીણા :

1. ગરમ પાણી અને લીંબુ : ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો.

2. ગરમ પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. આ પીવાથી વજન તો ઓછું થશે સાથે આ પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. મધની અંદર એમીનો એસિડ અને પુષ્કળ માત્રામાં ખનીજ પદાર્થ હોય છે જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે આ પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો.

3. ગ્રીન ટી : આ પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે.

 

4 -   શાકભાજીનો રસ : વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IND vs ENG 2nd Semi-Final: ટીમ ઈન્ડિયા વિશેની આ 5 સૌથી મોટી બાબત, જેને કારણે ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાંથી થયું બહાર

IND vs ENG: ફાઈનલમાં પહોચી ટીમ ઈન્ડીયા, કાંટાની ટક્કરમાં ઈગ્લેંડને 7 રને હરાવ્યું, આ ખેલાડી રહ્યા ટીમની જીતનાં હીરો

IND vs ENG: ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ 2026 ની ફાઈનલમાં મારી એન્ટ્રી, હવે ન્યુઝીલેન્ડ સાથે થશે ખિતાબી સામનો

IND vs ENG LIVE -ભારતે 254 રનનો ટાર્ગેટ આપ્યો, લાઈવ ક્રિકેટ સ્કોર

કોણ છે શાલિની અગ્રવાલ ? ગુજરાતની IAS જેમણે કમિશ્નર રહેતા જ લખી નાખ્યુ પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોંચ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 6 માર્ચ

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

Aaj Nu Gujarati Panchang - આજનું ગુજરાતી પંચાગ- 5 માર્ચ

Holi 2026: ધુળેટીના દિવસે દેવી દેવતાઓની જરૂર કરો પૂજા, ખુશીઓના રંગથી ભરેલું રહેશે જીવણ, ઘરમાં રહેશે સુખ સમૃદ્ધિનો વાસ

Aaj Nu Gujarati Panchang - આજનુ પંચાગ- 4 માર્ચ

આગળનો લેખ
Show comments