Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ આપ જાણો છો કયા વિરુદ્ધ આહારથી શરીર રોગનો ભોગ બને છે ?

વિરૂદ્ધ આહાર ખાઈને આજે અનેક શરીર રોગનો ભોગ બની જાય છે

Webdunia
આધુનિક જીવનશૈલી તથા ખાવાપીવાની ખરાબ આદતના કારણે માણસનું શરીર રોગોનું ઘર બની રહ્યું છે. નવાઈની વાત એ છે કે, બાળપણ છોડીને યુવાનીના ઉંબરે પગ મૂકી રહેલા છોકરા-છોકરીઓમાં કમરના, ગળાના, મણકાના તથા પેટના દુખાવાની સમસ્યાઓ વકરતી જાય છે. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા આવે ત્યારે શરીરમાં આધી વ્યાધિ આવતી હોય છે, પરંતુ નવી પેઢી આહાર જ્ઞાનના અભાવે શરીરને કચરાપેટી સમજીને નાખવામાં આવતો જંક ફુડ ખોરાક શરીરને પોષવાનું નહીં પરંતુ મારવાનું કામ કરે છે. શું ખાવું અને શું ના ખાવું ના વિવેક ભાનના અભાવે પેટમાં નખાતો વિરૂદ્ધ આહાર વિષાકત અસરો પેદા કરે છે. જે બ્લડ સરકયુલેશનમાં અવરોધ પેદા કરીને માથાનો દુ:ખાવો, મેમરી લોસ, શોર્ટ ટેમ્પર જેવી સમસ્યાઓ ઊભી કરે છે.

એક આયુર્વેદ ચિકિત્સક એમ પણ કહે છે કે ''વિરૂદ્ધ આહાર લેવાથી શરીરમાં રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો થાય છે. વાયરલ ઇન્ફકશન વગેરે ઝડપથી લાગુ પડે છે.'' તેઓ વધુમાં જણાવે છે કે કયો આહાર લેવાથી શરીરમાં કેવી અસર જન્મે છે એની લોકો પરવા કર્યા વિના માત્ર સ્વાદના ચટકાને જ મહત્વ આપે છે જેમ કે ઘણા લોકો આદુનો આઈસ્ક્રીમ, મરચાંનો આઈસ્ક્રીમ, સોડા વીથ આઈસ્ક્રીમ ખાતા હોય છે જે વિરૂદ્ધ આહાર છે. કેટલાક લોકો મધનું સેવન ગરમ પાણી સાથે કરતા હોય છે જે તદ્દન ખોટુ છે. મધ ગરમ પાણીમાં વધુ ગરમ થતું હોય છે આથી મધ અને ઘી સમાન હોય તો જ તુલ્ય ગણાય.

એક માહિતી પ્રમાણે જ્યારથી ફૂડ અને રેસ્ટોરન્ટ વધતા જાય છે તેમ તેમ ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે વેપારીઓ કોમર્શીયલ બેઝ પર ટકી રહેવા માટે નવું નવું શોધતા રહે છે પરંતુ તેની ન્યુટ્રીશીયન વેલ્યુ તથા આડઅસરો પ્રત્યે ધ્યાન આપતા નથી આ તો સાચું જ છે તદૂઉપરાંત લોકો ઘરેલું ભોજન બાબતે પણ એટલા જ બેદરકાર રહે છે.

નેચરોથેરાપિસ્ટ એમ પણ માને છે કે ''વાસી ખોરાકને ફ્રીજમાં રાખીને પછી ગરમ કરીને ખાવો એ લોકોમાં સામાન્ય વાત બની ગઈ છે. ન્યુટ્રીશીયન વેલ્યુ વગરનો આવો ખોરાક ખાઈને જ લોકો બિમાર પડે છે. આંતરડાના ફંકશન મંદ પડી જાય છે આથી પાચન બગડે છે.'' જયેશભાઈ વધુમાં જણાવે છે કે આપણે ત્યાં એવો વિરોધાભાસ જોવા મળે છે કે ગરીબોને પૂરતો ખોરાક મળતો ન હોવાના કારણે મરે છે જ્યારે ધનિક વર્ગ ખોટા ખોરાકને આરોગીને શરીરની સમસ્યામાં વધારો કરે છે.''

કુદરતે દરેક માણસના શરીરની પ્રકૃતિ નક્કી કરી છે, પરંતુ ખોરાકના અમુક નિયમોનું પાલન બધાએ કરવું જરૂરી છે જેમ કે આપણે ત્યાં સમાજનો મોટો વર્ગ ખાસ કરીને ગામડામાં ખીચડી અને દૂધ આરોગે છે પરંતુ આયુર્વેદમાં કોઈપણ પ્રકારના કઠોળ સાથે દૂધ લેવું એ હાનિકારક છે. દૂધ અને કઠોળ એ વિરૂદ્ધ આહાર છે.

મોટાભાગની પંજાબી આઈટમો અને ચાઈનીઝ આઈટમો તથા રેસ્ટોરન્ટનું ભોજન આહારના નિયમોના વિરોધાભાસવાળી હોવાથી આયુર્વેદ પ્રમાણે નુકસાનકારક છે. સાંજે દૂધ સાથે કાંદા, લસણ, લેવા એ પણ વિરૂદ્ધ આહાર છે. ભાજીપાઉં, પીઝા એસિડીટી કરે છે શરીરમાં પિત્ત વધી જવાથી વિચિત્ર પ્રકારના વિચારો અને સપનાઓ આવે છે.

એક આયુર્વેદિક ડોકટર કહે છે ''દરેક ખોરાકના પ્લસ માયનસ હોય છે તેનો વિચાર કરીને સમતોલ આહાર લેવામાં આવે તો રોગોથી બચી શકાય છે, ખાસ કરીને ઉનાળામાં લોકો જમીને બહાર ફરવા નીકળે ત્યારે જ્યુસ, શેરડીનો રસ વગેરે પીતા હોય છે. પરંતુ ભોજન એકવાર લીધા પછી સતત ત્રણ કલાક સુધી પેટમાં કશું નાખવું એ શરીર માટે જરૂરી હોતું નથી. ખાસ કરીને શેરડીનો રસ પચવામાં ભારે હોવાથી અપચો થઈ શકે છે, એની ઘણાને ખબર જ હોતી નથી. સોફૂટ ડ્રિન્કસ તથા વિદેશી પીણાંઓ પાચન માટે ઇન્સ્ટન્ટ મદદ કરતા હોય છે, પરંતુ લાંબા ગાળે નુકસાનકર્તા છે એના કરતા લીંબુ, વરીયાળીના શરબત વધારે આરોગ્યપ્રદ છે.

 

વિરુદ્ધ આહાર જાણવા આગળ ક્લિક કરો

 


 
આરોગ્યના જાણકારોના જણાવ્યા અનુસાર વિરૂદ્ધ આહારનું સૌથી મોટું ઉદાહરણ ફ્રુટસલાડ ગણાય છે જેમાં દૂધ સાથે દ્રાક્ષ, ચીકુ, કેળા જેવા વિવિધ પ્રકારના ફ્રુટૂસ નાખવામાં આવે છે. ફ્રુટ સલાડ કરતા તો ઠંડી મોળી છાશ પીવી વધારે આરોગ્યપ્રદ મનાય છે. છાશ આમ તો ઉષ્ણ ગણાય છે પરંતુ એવી ઉષ્ણ જે પાચનમાં મદદરૂપ બને છે. સહેજ મીઠાવાળી જીરૂ નાખેલી છાશ ૯૯ ટકા લોકોને અનુકૂળ આવી જતી હોય છે.

એક માહિતી પ્રમાણે નિયમિતતા અને નિરાંત આધુનિક જીવનમાંથી અદ્રશ્ય થઈ ગઈ હોવાના કારણે આહાર વર્સીસ આહારની જે લડાઈ શરૂ થઈ છે તેમાં શરીર હારી રહ્યું છે, આથી જ તો ટીબી જેવા રોગો કંગાળ અને ગરીબ લોકો કરતા પૈસાદારને ત્યાં ડેરાતંબુ તાણવા માંડયા છે.

આહાર વિરૂદ્ધ આહાર

 
P.R
દુધપાક સાથે કઢી, છાશ ચટણી ના ખવાય

દુધ સાથે મગ, મઠ જેવા કઠોળ ના ખવાય

દુધ સાથે ખીચડી દુધ-ડુંગળીનુ શાક ના ખવાય

દુધ સાથે લસણની ચટણી ના ખવાય

બાસુદી સાથે ગાજર, ટમેટા, ડુંગળીનુ સલાડ ના ખવાય

દહીં સાથે કાચી ડુંગળી, રોટલા ના ખવાય

ફાફડા સાથે ચા, ચટણી, ના ખવાય

દુધ સાથે ફ્રુટ સલાડ ના ખવાય

પાલક પનીર સાથે છાશ ના ખવા ય

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments