Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા પર બની રહ્યા છે 9 શુભ યોગનો સંયોગ, પ્રગતિ માટે કરો આ ખાસ ઉપાય

Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2022 (12:46 IST)
Guru Purnima 2022: ગુરૂ પૂર્ણિમા આ વખતે 13 જુલાઈના દિવસે બુધવારે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનુ સ્થાન સૌથી ઉપર માનવામાં આવે છે. આ દિવસે ફક્ત ગુરૂને જ યાદ કરવા ઉપરાંત તેમની પૂજા પણ કરવામાં આવે છે. 
 
હિન્દુ પંચાગ અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરૂ પૂર્ણિમા ઉજવાય છે.  આ દિવસ વિશેષ રૂપે ગુરૂ માટે હોય છે. આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.  દરેકના જીવનમાં તેમના ગુરૂનુ ખાસ મહત્વ હોય છે.  ગુરૂ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.  જે જીવનના દરેક મોડ પર તમારો સાથ આપે છે. આ દિવસે મહાભારત અને પુરાણોના રચયિતા કૃષ્ણદવૈપાયન મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો.  મહર્ષિ વેદવ્યાસ બધા 18 પુરાણોના રચયિતા છે. 
 
મહર્ષિ વેદવ્યાસજીએ ધરતી પર જન્મ લઈને મનુષ્યોના જ્ઞાન  સાથે મિલન કરાવ્યુ હતુ. આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીની પણ પૂજા કરવામાં આવે છે. કારણ કે તેમને સંસારના ગુરૂ માનવામાં આવે છે અને તેથી આ દિવસને ગુરૂ પૂર્ણિમા કહેવામાં આવે છે.  આ વખતે ગુરૂ પૂર્ણિમા 13 જુલાઈ બુધવારે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનુ સ્થાન સૌથી ઉપર માનવામાં આવે છે. આ દિવસે ગુરૂને યાદ કરવા ઉપરાંત કેટલાક ખાસ ઉપાય કરીને તમે લાભ મેળવી શકો છો. 
 
ગુરૂ પૂર્ણિમા પર બનનારા સંયોગ 
 
પંચમહાપુરૂષ યોગનો મહાસંયોગ - આ વખતે ગુરૂ પૂર્ણિમાના અવસર પર પંચમહાપુરૂષ યોગ પણ રહેશે.  જ્યારે રોચક યોગ, ભદ્ર યોગ, માલવ્ય યોગ, હંસ યોગ અને શશ યોગ આ પાંચ યોગ એક સાથે હોય તો તેને પંચમહાપુરૂષ યોગ કહે છે.  આ દિવસે સવારે 10 વાગીને 50 મિનિટ  સુધી જે બાળકોનો જન્મ થશે તેમની કુંડળીમાં મહાયોગ રહેશે. આ દિવસે ગુરૂના પૂજન સાથે જ વ્યાસ મુનિ અને લક્ષ્મી પૂજન કરવુ પણ લાભકારી રહેશે. 
 
ગુરૂ પૂર્ણિમા પર દુર્લભ શુભ સંયોગ - આ વખતે ગુરૂ પૂર્ણિમા પર ગ્રહોનો સંયોગ ખૂબ જ દુર્લભ થવાનો છે. આ દિવસે એક સાથે અનેક શુભ યોગ બની રહ્યા છે. જેની સીધી અસર લોકોની રાશિઓ પર પણ પડશે. ગુરૂ પૂર્ણિમા પર જ્ઞાન, ધન, સુખ અને એશ્વર્યના યોગની અસર અનેક રાશિઓ પર પડવાની છે.  ગુરૂની પૂજા કરવાથી પરેશાનીઓનો હલ મળશે. 
 
લક્ષ્મી નારાયણ યોગ - આ દિવસે શુક્ર મિથુન રાશિમાં 10 વાગીને 50 મિનિટ પર પ્રવેશ કરશે. આ સમય ખૂબ જ શુભ છે. મિથુન રાશિવાળા માટે ખૂબ ફળદાયી રહેશે.  આ દિવસે લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે.  આવી સ્થિતિમાં તમે કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકો છો. આ દિવસ ખૂબ શુભ છે. 
 
બુધાદિત્ય યોગનો પણ રહેશે પ્રભાવ - આ વખતે સૂર્ય અને બુધ મિથુન રાશિમાં એક સાથે પ્રવેશ કરશે. આવા યોગને બુધાદિત્ય યોગ કહેવામાં આવે છે. ગુરૂ પૂર્ણિમાના આ અવસર પર આ યોગ મિથુન રાશિના જાતકોને ખૂબ જ શુભ થવાનો છે. આ દિવસ ગુરૂ પૂજા કરનારાઓ માટે આ ખાસ દિવસ કલ્યાણકારી રહેશે. 
 
ગજકેસરી અને રવિયોગનો યોગ - આ દિવસે ગજકેસરી અને રવિયોગ એક સાથે હાજર રહેશે. ગુરૂ અને ચંદ્રમા મળેને ગજકેસરી યોગ બનાવે છે. આ દિવસે ચંદ્રમા અને ગુરૂ એક બીજાના કેન્દ્ર સ્થાનમાં રહેશે.  ગજકેસરી યોગ પર ગુરૂની પૂજા કરનારાઓ માટે આ દિવસ શુભ સાબિત થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાણક્ય નીતિઃ આ 5 સંકેતો તમારી આર્થિક સ્થિતિ તરફ કરે છે ઈશારો, તમે પણ જાણીને ચેતી જાવ

Baby Names: તમારા પુત્ર માટે અહીથી પસંદ કરો ઋગ્વેદથી પ્રેરિત નામ, સાથે જ જાનો તેનો અર્થ

આ કારણોથી શરીરમાં વધે છે બ્લડ પ્રેશર, જાણો High BP ને કંટ્રોલ કરવા માટે શુ કરવુ જોઈએ ?

બટાટા ચાટ મસાલા

Holi Special recipe- ઘુઘરા

વધુ જુઓ..

નવીનતમ

Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

Holi Special recipe- ઘુઘરા

Gujarati Essay Holi - હોળી પર નિબંધ

Holika Dahan 2025: હોળીકા દહન માટે આટલો જ સમય મળશે, ભદ્રાના કારણે હોળી દહનમાં થશે વિલંબ

આગળનો લેખ
Show comments