Webdunia - Bharat's app for daily news and videos

Install App

''આઈ એમ અ ગુજ્જુ''- ગુજરાતીઓની રાષ્ટ્ર ભક્તિ દર્શાવતી ફિલ્મ

Rohit Roy
Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (12:25 IST)
વ્યાપારી પ્રજા તરીકે ઓળખાતા ગુજરાતી લોકોમાં રહેલા દેશ પ્રેમને લઈને એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આઈ એમ અ ગુજ્જુ આગામી 16 નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મનોજ જોશી, સન્ની પંચોલી શ્રેયા તિવારી જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ એક્શન અને ડ્રામાંથી ભરપૂર છે. આવી ફિલ્મ પ્રથમ વખત ગુજરાતીમાં આવી રહી છે. એક ધનાઢય ગુજરાતી બિઝનેસમેનનો એક માત્ર દીકરો જય શાહ (સન્ની પંચોલી) ઇન્ડિયન આર્મીમાં ભરતી થવા ઈચ્છે છે. પરંતુ તેના પિતા રમેશ શાહ (મનોજ જોશી) તેની આ ઈચ્છાની વિરુદ્ધ છે અને તે ઈચ્છે છે કે જય તેઓના બિઝનેસમાં પ્રગતિ કરે. પોતાના સપનાને પૂરું કરવા માટે જયે પૂર્વ આર્મી કર્નલ સિદ્ધરાજ ઝાલા (રોહિત રોય)ની મદદ લેવી પડે એમ હોય છે, આ એ જ વ્યક્તિ હોય છે જેના કારણે જયને કોલેજમાંથી કાઢી મુકવામાં આવે છે. તેમજ તેના જીવનના એકમાત્ર સાચા પ્રેમીને ગુમાવવી પડે છે. સિદ્ધરાજ ઝાલા એક સમયે ઇન્ડિયન આર્મીમાં કારગિલ યુદ્ધ દરમિયાન બેસ્ટ સ્ટ્રેટેજીસ્ટ તરીકે સેવા આપતા હતા. પરંતુ આગળ જતા કોર્ટ દ્વારા તેને દોષિત જાહેર કરવામાં આવે છે. વર્ષ 2013ના સીરીયલ બૉમ્બ બ્લાસ્ટ પછી અમદાવાદમાં બધુ જ બદલાઈ જાય છે. અચાનક જય એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જ્યાં તેની પાસે રાજ્યના ચાર મોટા VVIPને આતંકી હુમલાથી બચાવવા માટે માત્ર 90 મિનિટ હોય છે અને શું થશે જયારે જયને ખબર પડે છે કે ચાર VVIPમાંથી એક તેની માતા જ છે? જય અને સિદ્ધરાજ ઝાલા આ મિશન માટે એકસાથ કામ કરે છે અને મિશનના અંતે જયને આતંકી હુમલા વિરુદ્ધ તટસ્થ સાહસ દેખાડવા બદલ I.M.A. (Indian Military Academy) દ્વારા પ્રતિષ્ઠિત સમ્માન મળે છે તેમજ સિદ્ધરાજ ઝાલાને તેની પોસ્ટ ફરી મળે છે. એટલું જ નહિ તેને પરમ વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવે છે. 
Producer                      
                      - Viral Jain
Production house                         
    - E3 productions 
Director                      
                        - Sunny Pancholi
Actors                        
                         - Rohit Roy, Manoj Joshi, Sunny Pancholi, Shriya Tiwari, Rishikesh lngle, Parth Thakar, Utsav Shah,  Pratap Sachdev,  Daina Rawal       
Releasing date                          
                  - 16th NOVEMBER 2018     
                    
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

ગર્લફ્રેંડ બોયફ્રેંડ શાયરી - Girlfriend Boyfriend Shayari In Gujarati

Dustbin ની વાસે ઘરનું વાતાવરણ બગાડ્યું છે, આ કોફી હેક તમને મદદ કરી શકે છે

20 મિનિટમાં તૈયાર થઈ જશે આ પોટેટો-ક્રીમ ચિકન, વીકેન્ડ લંચમાં ચોક્કસ ટ્રાય કરો

આ કારણોને લીધે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને વજન ઘટાડવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે

આગળનો લેખ
Show comments