Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે તૈયાર છે ગુજરાતી ફિલ્મમાં એક્શનના દ્રશ્યો , સંજયમોર્ય દેખાડશે પોતાની એક્શનનો જાદુ

Webdunia
ગુરુવાર, 15 ડિસેમ્બર 2016 (16:00 IST)
બોલિવૂડમાં સલમાન ખાન, ટાઈગર શ્રોફ જેવા અભિનેતાઓ ફાઈટ સીન દરમિયાન પોતાની લસમસતી બોડીને આકર્ષિત કરતા જોવા મળે છે. તેવી જ રીતે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ બોડીબિલ્ડિંગનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે. ત્યારે આપણા ગુજરાતીઓ એવું કટાક્ષમાં બોલતા હોય છઠે કે આવી એક્ટિંગ ક્યારેય ગુજરાતી ફિલ્મોમાં જોવા નહીં મળે. ત્યારે તેમના આવા ટોણાઓને ખોટા પાડવા માટે તૈયાર છે એક અભિનેતા. જી હા આ અભિનેતાનું નામ સંજય મૌર્ય છે. ગુજરાતનો આ અભિનેતા હવે એક એક્શન ફિલ્મ દ્વારા ગુજરાતીઓના ટોણાનો જવાબ આપવા માટે તૈયાર છે. મિસ્ટર અવતાર, 16 ફાઈટ અગેન્સ રેગીંગ અને દેતાલી જેવી ફિલ્મોમાં સફળતા પૂર્વક અભિનય કર્યા બાદ હવે તે ફરીવાર અર્બન ગુજરાતી ફિલ્મોમાં એક્શન સીન સાથે દર્શકો સમક્ષ આવવા માટે તૈયાર છે.  સંજય મૌર્યની લાસ્ટ ચાન્સ, તૃપ્તિ, એક શૂરવીર અને અસમંજસ જેવી ફિલ્મો હાલમાં રિલિઝ માટે તૈયાર છે. ત્યારે સંજયભાઈનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે એક લેવલ પર પહોંચી છે. એક સમય હતો જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય ત્યારે હિન્દી ફિલ્મો જોનારો વર્ગ પણ ગુજરાતી ફિલ્મ જોવા માટે તલપાપડ થતો હતો. ત્યારે હવે આવનારો યુગ આ સુવર્ણયુગને પરત કરનારો રહેશે. બાઈકના સ્ટંટથી લઈને નવી ફાઈટ એક્શન જેની કક્ષા હોલિવૂડ ટાઈપની છે તેવી એક્શન ફિલ્મ હાલમાં સંજયભાઈ કરી રહ્યાં છે. તેમનું માનવું છે કે મારે એક્શન ફિલ્મ કરવી છે અને તેમાં મને વધારે રુચી છે. એક શૂરવીર નામની ફિલ્મનું ટ્રેલર જોતા જ ખબર પડી જશે કે તેઓ કેવી એક્શન કરી શકે છે. તે સિવાય 16 ફાઈટ અગેન્સ રેગીંગમાં પણ સારી એક્શન કરી ચૂક્યાં છે. તેમણે પોલીસ, પત્રકાર અને રોમેન્ટિક રોલ પણ ફિલ્મોમાં કર્યાં છે. આવનારા સમયમાં તેમની ચાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એક એવો અભિનેતા છે જે હાલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં યુવાધનની આંખે બોલિવૂડનો ટાઈગર શ્રોફ તરીકે ઓળખાઈ રહ્યો છે. 

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments