Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ફકત પુરૂષો માટેમાં દેખાશે, આ તારીખે ફિલ્મ રિલીઝ થશે

અમિતાભ બચ્ચન ગુજરાતી ફિલ્મ ફકત પુરૂષો માટેમાં દેખાશે  આ તારીખે ફિલ્મ રિલીઝ થશે
Webdunia
મંગળવાર, 30 જુલાઈ 2024 (16:18 IST)
fakt mahilao maate
ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઈટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે.વર્ષ 2022માં, જ્યારે આનંદ પંડિત અને વૈશાલ શાહ નિર્મિત ફિલ્મ 'ફક્ત મહિલા માટે' પ્રેક્ષકોના ખુબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઇ, ત્યારે ફિલ્મની સિક્વલ અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર હિટની સિક્વલ 'ફક્ત પુરૂષો માટે' આ વર્ષે 23 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે. 29 જુલાઈના રોજ, જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. 
 
અમિતાભ બચ્ચનનો કેમિયો આ ફિલ્મમાં જોવા મળશે
પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ વિશેની અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં, ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કેમિયોની ઝલક પણ આપી છે. યશ સોની, મિત્ર ગઢવી, એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોમાં મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે. જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત, આ કોમેડી ઓફ એરર્સ આનંદ પંડિત અને વૈશાલ શાહનું ત્રીજુ ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે. તેમની અગાઉની ફિલ્મ ‘ત્રણ એક્કા’ (2023) પણ ધમાકેદાર હિટ રહી હતી.
Fakt Purusho Maate
ફિલ્મ 23 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે
આનંદ પંડિત જણાવે છે, 'ફક્ત મહિલાઓ માટે 'ની જેમ, એની સિક્વલ પણ રિલેવન્ટ મુદ્દાઓને હળવાશથી સંબોધિત કરે છે. જેન્ડર ઇક્વાલિટી અને સામાજિક પ્રતિબંધોથી મુક્ત થઈને પ્રેમ કરવાના અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃસત્તાને અપનાવે છે. પ્રશંસકોએ જે રીતે ટ્રેલરને પ્રતિસાદ આપ્યો છે તેનાથી અમે ખુશ છીએ. આ ફ્રેન્ચાઇઝીમાં તેઓ જે સ્તરે ઇમોશનલી જોડાઈ છે તે જોવું ખૂબ જ આનંદદાયક છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ 23 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તેમની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું.
 
આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે
વૈશાલ શાહ કહે છે, "કોમેડી સાથે મહિલાઓની લાગણીઓ પર આધારિત 'ફક્ત મહિલાઓ માટે'ની સિક્વલનું અનુસરણ કરવું ખૂબ જ આનંદની વાત છે, પરંતુ આ ફિલ્મનું  મૂળના સાક્ષી પારિવારિક મનોરંજન છે. અમે ઇચ્છીએ છીએ કે દર્શકો આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી મનોરંજક કૌટુંબિક એન્ટરટેઈનરના સાક્ષી બને. એક મેસેજ સાથે આ ફિલ્મ થિયેટરોમાં દરેક પરિવાર એક સાથે માણી શકશે.
 
 
Cast & Credits:
Cast: megastar Yash Soni, Mitra Gadhvi, Esha Kansara, Darshan Jariwala, Aarti Patel and the million mega star Amitabh Bachchan. 
Written & Directed by Jay Bodas & Parth Trivedi 
Produced by: Anand Pandit & Vaishal Shah 
Music: Kedar & Bhargav
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

આગળનો લેખ
Show comments