Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં પકડાઈ PAKની બોટ, ઈંડિયન કોસ્ટ ગાર્ડ કરી રહ્યુ છે 9 લોકોની પૂછપરછ

Webdunia
સોમવાર, 3 ઑક્ટોબર 2016 (12:33 IST)
દેશભરમાં વધારવામાં આવેલ સતર્કતા વચ્ચે ભારતીય તટરક્ષક દળે આજે સવારે ગુજરાતના તટ નિકટ એક પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. જેના પર નવ લોકો સવાર હતા. 
 
રક્ષા મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલ વક્તવ્યના મુજબ કોસ્ટ ગાર્ડના જહાજ સમુદ્ર પાવકે ભ્રમણ દરમિયાન આ બોટને ગુજરાતન તટ કિનારે સવારે દસ વાગીને પંદર મિનિટ પર પકડવામાં આવી. જેના પર નવ લોકો સવાર હતા. 
 
પ્રાથમિક માહિતીથી એવુ લાગે છે કે આ નાવડી પર સવાર લોકો પાકિતાની માછીમાર છે. 
 
સૂત્રો મુજબ બોટ અને તેના પર સવાર 9 લોકોની આગળ તપાસ માટે તેમને પોરબંદર લઈ જવામાં આવી રહ્યા છે. ભારતીય સેનાએ થોડા દિવસ પહેલા જ નિયંત્રણ રેખાની પાર લક્ષિત હુમલો કર્યો હતો. ત્યારબાદથી પડોશી દેશની સીમાવાળા મેદાન અને સમુદ્રી સીમાને હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. 
 
આ પહેલા શુક્રવારે કોસ્ટ ગાર્ડે કહ્યુ હતુ કે નિયંત્રણ રેખા પાર આતંકી ઠેકાણા પર ભારતના લક્ષિત હુમલાને ધ્યાનમાં રાખતા ગુજરાત તટથી લાગનારા સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવી લેવામાં આવ્યા હતા અને બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.  
 
કોસ્ટગાર્ડના માછીમારો અને અન્ય લોકોને વધુ સતર્કતા રાખવા અને સમુદ્ર કે તટ નિકટના વિસ્તારોમાં કોઈપણ પ્રકારની અસામાન્ય ગતિવિધિના સમાચાર  આપવા કહ્યુ છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments