Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનની ઉડાવી મજાક, વચન આપીને પણ ન આપ્યા પૈસા, કંગાલ દેશ કેવી રીતે ચલાવશે ઈમરાન

Webdunia
શનિવાર, 27 નવેમ્બર 2021 (16:06 IST)
Saudi Arabia Loan to Pakistan: વધતા વિદેશી દેવાના કારણે પાકિસ્તાન સરકાર પાસે હવે દેશ ચલાવવા માટે પૈસા બચ્યા નથી. આ વાત દેશના વડાપ્રધાન ઈમરાન ખાને  (Imran Khan) પોતે કહી છે. હવે દેશની સમસ્યાઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. દર વખતે પાકિસ્તાનને મુશ્કેલીથી બહાર કાઢનાર સાઉદી અરેબિયા પણ પોતાના હાથ પાછળ ખેંચી રહ્યું છે. તાજેતરમાં જ પીએમ ઈમરાન ખાન 3 અબજ ડોલરની રકમ મળવાની આશા સાથે સાઉદી અરેબિયા ગયા હતા. તેમની મુલાકાત પછી તરત જ સાઉદી અરેબિયાને તરફથી કહેવામાં આવ્યું કે તેઓ પાકિસ્તાનની સેન્ટ્રલ બેંકમાં (Pakistan Central Bank) પૈસા જમા કરાવી રહ્યા છે પરંતુ હજુ સુધી પાકિસ્તાનને આ રકમ મળી નથી.
 
આ ઉપરાંત  પાકિસ્તાને 1.2 અબજ ડોલરનુ  તેલ પણ  ઉધાર માગ્યું હતુ, જે તેને આપવામાં આવ્યું નહોતું. સરકારની મજાક ઉડતી જોઈને પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે કદાચ આ અઠવાડિયે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન(Saudi Prince Mohammed Bin Salman)  રોકડ  રિઝર્વ  આપશે. એક આશ્ચર્યજનક વાત એ છે કે પાકિસ્તાને આ રકમ પર 3.2 ટકાના દરે વાર્ષિક વ્યાજ જમા કરાવવું પડશે. આ મામલે પાકિસ્તાનની સેના અને સરકાર બંને મૌન બેઠા છે. પરંતુ પડદા પાછળ કોઈ બીજી રમત ચાલી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

હોળી પર ઘુઘરા બનાવતા પહેલા તપાસો કે માવો અસલી છે કે નકલી? જાણો 3 સરળ રીત

Skin care - કયું સનસ્ક્રીન લોશન ત્વચા માટે શ્રેષ્ઠ છે, ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો

વધુ જુઓ..

નવીનતમ

IIFA માં હાજરી આપવા માટે શાહિદ, મીકા, નોરા ફતેહી પહોંચ્યા જયપુર, બોલિવૂડની ઘણી હસ્તીઓ, શાહરૂખ અને રેખા પણ આવશે.

ગુજરાતી જોક્સ - દાદા દાદી

ગુજરાતી જોક્સ - 3 મહિના

ગુજરાતી જોક્સ - અરીસો બહાર કાઢ્યો

ગુજરાતી જોક્સ - તમે શું કરશો?

આગળનો લેખ
Show comments